Book Title: Dada Bhagvana Kon
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 9
________________ દાદા ભગવાન ? કલ્યાણ થવાનું હશે, તેય કાળ પાક્યો હશેને ! બને તેથી કંઈ નિમિત્ત તો જોઈએ ને ? દાદા ભગવાન ? દાદાશ્રી : મને તો ભગવાન થવું, એ તો બહુ બોજારૂપ લાગે. હું તો લઘુતમ પુરુષ છું. આ વર્લ્ડમાંય કોઈ મારાથી લઘુ નથી એવો લઘુતમ પુરુષ છું. એટલે ભગવાન થવાનું મને બોજારૂપ લાગે, ઊલટી શરમ લાગે છે ! પ્રશ્નકર્તા : ભગવાન થવું ના હોય તો પછી આ ચાર ડિગ્રી પુરી કરવાનો પુરુષાર્થ શા માટે કરવાનો ? દાદાશ્રી : એ તો મારે મોક્ષે જવા માટે. મારે ભગવાન થઈને શું કાઢવાનું ? ભગવાન તો ભગવત્ ગુણો ધરાવતા હોય, એ બધાય ભગવાન થાય. ભગવાન એ વિશેષણ છે. ગમે તે માણસ એને માટે તૈયાર થાય ને, લોક એને ભગવાન કહે જ. અહીં પ્રગટ્યા, ચૌદ લોકતા હાથ !! પ્રશ્નકર્તા: ‘દાદા ભગવાન' શબ્દ પ્રયોગ કોના માટે કરેલો છે ? જ્ઞાત થયાં પહેલાંની એ દશા ! જ્ઞાનાંક્ષેપકવંત કહેવાય એને. આત્મસંબંધી વિચારણાની ધારા જ ના તૂટે. એ ધારા મારે હતી, તે દશા હતી. હા, દિવસોના દિવસો સુધી એની એ જ ચીજ ચાલુ. ધારા તૂટે જ નહીં. મેં શાસ્ત્રમાં જોયેલું કે ભઈ આ દશા કઈ ! ત્યારે સમજાયેલું કે આ તો જ્ઞાનાંક્ષેપકવંત દશા વર્તે છે ! આપતે કોની આરાધતા ? પ્રશ્નકર્તા : લોકો દાદાના દર્શન કરવા આવે છે પણ દાદા કોની સેવા પૂજા કરે છે ? એમના આરાધ્ય દેવ કોણ છે ? દાદાશ્રી : મહીં ભગવાન પ્રગટ થયા છે, એમની પૂજા કરું છું ! “હું” ને “દાદા ભગવાન' તહીં એક રે ! પ્રશ્નકર્તા : તો આપ ભગવાન કેવી રીતે કહેવડાવો છો ? દાદાશ્રી : હું પોતે ભગવાન નથી. ભગવાનને, દાદા ભગવાનને તો હું નમસ્કાર કરું છું. હું પોતે ત્રણસો છપ્પન ડિગ્રી ઉપર છું અને દાદા ભગવાન ત્રણસોને સાઠ ડિગ્રીએ છે. તે માટે ચાર ડિગ્રી ઓછી છે એટલે હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું. પ્રશ્નકર્તા : એ શા માટે ? દાદાશ્રી : કારણ કે, મારે તો ચાર ડિગ્રી પૂરી કરવી છે. મારે પૂરી તો કરવી પડશેને ? ચાર ડિગ્રી અધૂરી રહી, નાપાસ થયો, પણ ફરી પાસ તો થયા વગર છૂટકો છે ? પ્રશ્નકર્તા : આપને ભગવાન થવાનો મોહ ખરો ? દાદાશ્રી : દાદા ભગવાનને માટે ! મારે માટે નથી. હું તો જ્ઞાની પુરુષ છું. પ્રશ્નકર્તા : કયા ભગવાન ? દાદાશ્રી : દાદા ભગવાન, જે ચૌદ લોકનો નાથ છે. એ તમારામાંય છે, પણ તમારામાં પ્રગટ નથી થયેલા. તમારામાં અવ્યક્ત રૂપે રહેલા છે અને અહીં વ્યક્ત થયેલા છે. તે વ્યક્ત થયેલા, એ ફળ આપે એવા છે. એક ફેરો આપણે બોલીએને તોય કામ નીકળી જાય એવું છે. પણ ઓળખીને બોલીએ તો કલ્યાણ થઈ જાય. અને સાંસારિક ચીજોની જો અડચણ હોયને તોય અડચણ દૂર થઈ જાય. પણ એમાં લોભ નહીં કરવાનો. અને લોભ કરવા જાય તો પાર જ ના આવે. આપને સમજ પડી, દાદા ભગવાન શું છે એ ?

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41