________________
દાદા ભગવાન ? અપ્રતિબદ્ધપણાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ સેવે તો ઉકેલ આવે. કોઈ દ્રવ્ય એમને બાંધી શકે નહીં, કોઈ કાળ એમને બાંધી શકે નહીં, કોઈ ભાવ એમને બાંધી શકે નહીં અને કોઈ ક્ષેત્ર એમને બાંધી શકે નહીં. આ ચાર જ વસ્તુ છે જગતમાં, એને લઈને જગત ઊભું રહ્યું અને તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી નિરંતર અપ્રતિબદ્ધપણે વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ સેવવાને માટે ભગવાને કહ્યું છે.
ત રાગ-દ્વેષ, ન ત્યાણાયામ !
દાદા ભગવાન ?
૧૩ ભાવના છે અમારી. કારણ કે અમારા જેવું સુખ હરેકને હો ! શા માટે આટલાં બધાં દુઃખ !! દુઃખ છે નહીં ને નકામાં દુઃખો ભોગવી રહ્યા છે. એ અણસમજણ નીકળી જાય તો દુઃખી જાય. હવે અણસમજણ નીકળે ક્યારે ? કહેવાથી ના નીકળે. દેખાડો તો નીકળે. તમે કરી બતાવો તો નીકળે !! તે અમે તો કરી બતાવીએ. એ મૂર્ત સ્વરૂપ કહેવાય. તે શ્રદ્ધાની મૂર્તિ કહેવાય.
પ્રશ્નકર્તા આપ્તપુરુષનાં વાણી, વર્તન ને વિચારો કેવા. હોય ?
દાદાશ્રી : એ બધું મનોહર હોય, મનનું હરણ કરે એવાં હોય, મન ખુશ થઈ જાય. એમનો વિનય જુદા પ્રકારનો હોય. એ વાણી જુદા પ્રકારની હોય. વિધાઉટ ઈગોઈઝમ વર્તન હોય. ઈગોઈઝમ સિવાયનું વર્તન જગતને જોવાનું કોઈક ફેરો મળી આવે. નહીં તો મળે નહીં ને !
જ્ઞાતી તે કોને કહેવાય ? પ્રશ્નકર્તા : જ્ઞાનીની વ્યાખ્યા શું ?
દાદાશ્રી : જ્યાં કાયમ પ્રકાશ હોય. બધું જ જાણતા હોય, કશું બાકી જ ના હોય જાણવાનું. જ્ઞાની એટલે અજવાળું. અજવાળું એટલે કોઈ જાતનું અંધારું જ ન હોય !
અને જ્ઞાની કોઈક ફેરો વર્લ્ડમાં એકાદ હોય અને બે ના હોય. એની જોડી ના હોય. એની જોડી થાય તો સ્પર્ધા થાય. બાકી, જ્ઞાની થવું એ નેચરલ એડજસ્ટમેન્ટ છે. જ્ઞાની, એ પોતે જાતે કોઈ થઈ શકે નહીં !
જ્ઞાની પુરુષ તો છૂટેલા હોય. મુક્ત હોય, અજોડ હોય. કોઈ એની સ્પર્ધા કરી શકે નહીં. કારણ સ્પર્ધામાં હોય એ જ્ઞાની નહીં.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અપ્રતિબદ્ધ ! વીતરાગોએ કહ્યું છે ને, કે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી
જ્ઞાની પુરુષ કોનું નામ કે જેને ત્યાગ અગર અત્યાગ સંભવે નહીં, સહજ ભાવે હોય. એ રાગ કે દ્વેષ ના કરે. ફક્ત એમનામાં વિશેષ વિલક્ષણતા શું હોય કે રાગ-દ્વેષ ન હોય, એટલી જ વિલક્ષણતા હોય.
દષ્ટિ નિર્દોષ બતી, ભાળ્યું જગત નિર્દોષ ! આખા જગતમાં દોષિત મને કોઈ દેખાય નહીં. મારું ગજવું કાપો તોય મને દોષિત દેખાય નહીં. એના ઉપર કરુણા છૂટે. દયા ના હોય અમારામાં બિલકુલેય ! દયા મનુષ્યોમાં હોય અને “જ્ઞાની પુરુષ'નામાં દયા ના હોય, કંકથી પર થઈ ગયેલા હોય ! અમારી દૃષ્ટિ જ નિર્દોષ થઈ ગઈ હોય, એટલે તત્ત્વદૃષ્ટિ હોય. આ અવસ્થાષ્ટિ ના હોય. બધાનામાં સીધો આત્મા જ દેખાય.
[૨] બાળપણના પ્રસંગો
માતાએ સંસ્કાર્યો અહિંસા ધર્મ ! અમારાં મધર મારાથી છત્રીસ વર્ષ મોટાં, મેં મધરને પૂછ્યું કે, ઘરમાં માકણ થયા છે તે તમને કેડતા નથી ?” ત્યારે મધર કહે છે, “ભઈ, કેડે તો ખરાં. પણ એ ઓછું કંઈ ફજેટિયું લઈને આવે છે બીજાં બધાંની જેમ કે ‘આપો, અમને માબાપ ?” એ બિચારો કશું વાસણ લઈને