Book Title: Dada Bhagvana Kon
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 13
________________ _ ૧૫ દાદા ભગવાન ? ગયું ! તે પછી મેં તે દિવસે શું શું ગયું, એનો હિસાબ કાઢયો. સાંજે હતા તેના તે પાછા. દાદા ભગવાન ? આવતો નથી અને એનું ખાઈને પાછો ચાલ્યો જાય છે !” મેં કહ્યું, ધન્ય છે માજી ને ! અને આ દિકરાનેય ધન્ય છે !! અમે તો માકણનેય લોહી પીવા દેતા હતા કે અહીં આવ્યો છે તો હવે જમીને જા. કારણ કે મારી હોટલ એવી છે કે આ હોટલમાં કોઈને દુ:ખ આપવાનું નહીં, એ અમારો ધંધો. એટલે માકણનેય જમાડ્યા છે. હવે ના જમાડીએ તો એમાં કંઈ આપણને સરકાર દંડ કરવાની છે ? ના. અમને તો આત્મા પ્રાપ્ત કરવો હતો. કાયમ ચોવિહાર, કાયમ કંદમૂળ ત્યાગ, કાયમ ગરમ પાણી, એ બધું કરવામાં કંઈ બાકી રાખ્યું નહોતું ! ને ત્યારે જ પ્રગટ થયું, આખું ‘અક્રમ વિજ્ઞાન” પ્રગટ થયું, જે આખી દુનિયાને સ્વચ્છ કરી નાખે એવું વિજ્ઞાન પ્રગટ થયું છે ! માતાના સંસ્કારે માર ખાતાં શીખવ્યું ! મારા માજી હતાંય એવાંને ! માજી તો મને શીખવાડતાં'તાં. નાનપણમાં હું એક છોકરાંને મારીને ઘેર આવેલો. તે પેલા છોકરાને લોહી નીકળેલું અહીંયાં. માજીને ખબર પડી. પછી એમણે મને કહ્યું કે, ‘ભઈ, આ એને લોહી નીકળ્યું, એવું તને મારે ને લોહી નીકળે તો મારે તને દવા કરવી પડે ને ? અત્યારે પેલાની માને દવા કરવી પડતી હશે ને ? અને કેટલું રડતો હશે બિચારો ! એને કેટલું દુઃખ થતું હશે ! માટે તું માર ખઈને આવજે, કોઈ દહાડો કોઈને મારીને ના આવીશ. તું માર ખઈને આવજે. હું તારી દવા કરીશ.” બોલો હવે, એ મા મહાવીર બનાવે કે ના બનાવે ? એટલે સંસ્કાર પણ માજીએ ઊંચા આપેલા. બાને હું શું કહેતો હતો ? “મને ને ભાભીને બધાંને સરખાં ગણો છો તમે બા ? ભાભીને અચ્છર દૂધ, તે મનેય અચ્છર દૂધ આપો છો ? એને ઓછું આપો.” મારે અચ્છર રહેવા દેવું હતું. મારે વધારવું નહોતું પણ ભાભીને ઓછું કરો, દોઢ પાશેર કરો. ત્યારે બા મને શું કહે છે ? ‘તારી બા તો અહીં છે. એની બા અહીં નથી ને ! એને ખોટું લાગે બિચારીને ! એને દુ:ખ થાય. એટલે સરખું આપવું પડે.' તો ય પણ મારે મેળ પડે નહીં. પણ બા મને સમજાવ સમજાવ કરે, થીગડાં માર માર કરે. એટલે એક ફેરો આડો થયો, તે પછી ખોટ ગઈ. એટલે મેં કહ્યું કે હવે ફરી આડું થવું નથી. તાતી ઉંમરે પણ સચોટ સમજણ ! બાર વર્ષનો હતો ત્યારે કંઠી તૂટી ગઈ. ત્યારે બા કહે છે કે, “આપણે આ ફરી કંઠી બંધાવીએ. તે મેં કહ્યું કે, ‘આપણા બાપ-દાદાઓ આ કૂવામાં પડ્યા હશે, તે દહાડે આ કૂવામાં પાણી હશે. પણ મને તો આ કૂવામાં જોતાં મોટા મોટા પથ્થર પડેલા દેખાય છે, પાણી દેખાતું નથી ને સાપ મોટા મોટા દેખાય છે. હું આ કૂવામાં પડવા માંગતો નથી.' બાપ-દાદા પડે એ કૂવામાં આપણે પડવું એવું કંઈ લખી આપ્યું છે ? પાણી જુઓ મહીં, છે કે નહીં, તો પડો. નહીં તો પાણી ના હોય તો આપણે પડીને માથાં ફોડવાનું શું કામ છે તે ? જે લોકો મને પ્રત્યક્ષ જ્ઞાન ન આપે, તે ઘડીએ ગુરુ એટલે હું પ્રકાશ ધરનાર એવો અર્થ હું સમજતો હતો, તે પ્રત્યક્ષ મને જો પ્રકાશ ન ધરે તો મારે એવું કંઈ ટાઢાં પાણી છંટાવીને કે ઉપર ઘડા રેડાવીને, કે મારે એવી કંઠીઓ બંધાવવી નથી. પણ મને એમ લાગશે કે આ ગુરુ કરવા જેવો છે, તો હું ટાઢો તો શું, હાથ કાપી લેશે તોય હું હાથ કપાવા તેમાં ખોટ કોને ? હું તો નાનપણમાં રિસાતો હતો, થોડું ઘણું. કો'ક દહાડો રિસાયો હોઈશ. બહુ રિસાયેલો નહીં. તોય મેં સરવૈયું કાઢી જોયું કે રિસાવામાં તદન ખોટ છે, એટલે પછી એવું નક્કી જ કરેલું કે કોઈ આપણને ગમે તે કરે તોય રિસાવું નહીં. હું રિસાયેલો ખરો, પણ તે દિવસે સવારનું દૂધ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41