Book Title: Dada Bhagvana Kon Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 4
________________ આત્મજ્ઞાત પ્રાપ્તિતી પ્રત્યક્ષ લીંક ! “હું તો કેટલાક જણને મારે હાથે સિદ્ધિ કરી આપવાનો છું. પછી પાછળ જોઈએ કે ના જોઈએ ? પાછળ લોકોને માર્ગ તો જોઈશે ને ?” - દાદા ભગવાન પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતા હતા. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીનને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. પરમ પૂજ્ય દાદાશ્રીના દેહવિલય બાદ આજે પણ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન ગામેગામ દેશિવદેશ ફરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવી રહ્યાં છે, જેનો લાભ હજારો મુમુક્ષુઓ લઈને આત્મરમણતા અનુભવે છે અને સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી શકે છે. ગ્રંથમાં અંકિત થયેલી વાણી મોક્ષાર્થીને ગાઈડ તરીકે અત્યંત ઉપયોગી નિવડે, પરંતુ મોક્ષ મેળવવા માટે આત્મજ્ઞાન મેળવવું જરૂરી છે. અક્રમ માર્ગે આત્મજ્ઞાન પ્રાપ્તિ આજે પણ ચાલુ છે, તે માટે પ્રત્યક્ષ આત્મજ્ઞાનીને મળીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે તો જ થાય. પ્રગટ દીવાને દીવો અડે તો જ પ્રગટે. સંપાદકીય જૂન, ઓગણીસો અઠ્ઠાવનની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં. ૩ પરના રેલ્વેના બાંકડા પર અંબાલાલ મૂળજીભાઈ પટેલ બેઠેલા. સોનગઢ-વ્યારાથી વડોદરા જતાં વચ્ચે તાપ્તી રેલ્વેમાંથી ઊતરી વડોદરા જતી ગાડીની રાહ જોવા જતાં, કુદરતે અધ્યાત્મ માર્ગનું અદ્ભુત આશ્ચર્ય એ સમયે સર્જ્યું ! કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા ‘દાદા ભગવાન', અંબાલાલ મૂળજીભાઈ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે સંપૂર્ણપણે પ્રગટ થયા. એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! જગતના તમામ આધ્યાત્મિક પ્રશ્નોના ઉત્તરો દેખાયા ને પ્રશ્નો સંપૂર્ણ વિલય થયા ! જગત શું છે ? કેવી રીતે ચાલે છે ? આપણે કોણ ? બધાં કોણ ? કર્મ શું ? બંધન શું ? મુક્તિ શું ? મુક્તિનો ઉપાય શું !..... એવાં અસંખ્ય પ્રશ્નોના ફોડ દેખાયા. આમ કુદરતે જગતને ચરણે એક અજોડ સંપૂર્ણ દર્શન ધર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી એ.એમ.પટેલ, ભાદરણના પાટીદાર, કંટ્રાક્ટનો ધંધો કરનાર, છતાં પરમ ‘સત્’ને જ જાણવાની, સત્ત્ને જ પામવાની ને સત્ સ્વરૂપ થવાની બચપણથી જ ઝંખના ધરાવનાર એ ભવ્ય પાત્ર માંહી ‘અક્રમ વિજ્ઞાન’ પ્રગટ થયું. એમને પ્રાપ્ત થયું એ આશ્ચર્ય તો સર્જાયું. પણ એ આશ્ચર્યમાં ય આશ્ચર્ય એટલે એમણે જે જોયું, જાણ્યું ને અનુભવ્યું તે અન્યને પણ એ દૃષ્ટિ ખોલાવી શકવાની તેઓની એ સમર્થતા ! પોતે પોતાનું કરી છૂટી જનારા ઘણા નીકળે, પણ પોતાની સાથે હજારોને છોડાવવાની સમર્થતા સહિત છૂટનારા તો કેવળ તીર્થંકરો અથવા તો જ્ઞાનીઓમાંય કો'ક જ જ્ઞાની હોય. એવા વિરલ જ્ઞાની કે જેમણે આ કળિકાળને અનુરૂપ ‘ઈન્સ્ટન્ટ’ આત્મજ્ઞાન પ્રાપ્તિનો અદ્ભૂત માર્ગ ખુલ્લો કર્યો, જે ‘અક્રમ’ તરીકે ઓળખાયો ! ‘અક્રમ’ એટલે અહંકારનો ફૂલસ્ટોપ માર્ગ ને ‘ક્રમ’ એટલે અહંકારનો કૉમા માર્ગ. ‘અક્રમ’ એટલે ક્રમ નહીં તે. ક્રમ એટલેPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41