Book Title: Dada Bhagvana Kon Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 5
________________ પસંદગી કયાં લક્ષણોને કારણે કુદરતે કરી હશે એનો ઉત્તર તો પ્રસ્તુત સંકલનમાં એ પાત્રના પૂર્વાશ્રમના પ્રસંગો તેમ જ જ્ઞાન પછીની જાગૃતિની પરાકાષ્ઠાનો પ્રકાશ પાથરતા પ્રસંગો જ કહી જાય છે. પગથિયે પગથિયે ઉપર ચઢવાનું ને ‘અક્રમ” એટલે લિફટમાં તુર્ત પહોંચી જવાનું ! ક્રમ એ ધોરી માર્ગ છે, કાયમનો માર્ગ છે. જ્યારે “અક્રમ” એ અપવાદ માર્ગ છે, ‘ડાયવર્ઝન' છે. ક્રમમાર્ગ ક્યાં સુધી ચાલે ? જ્યાં સુધી મન-વચન-કાયાની એકતા હોય, એટલે કે જેવું મનમાં તેવું જ વાણીમાં ને તેવું જ વર્તનમાં હોય, જે આ કાળમાં નિરાપવાદે અશક્ય છે. તેથી ક્રમનો પુલ વચ્ચેથી તૂટ્યો ને કુદરતે મોક્ષમાર્ગ ચાલુ રાખવા આ છેલ્લી તકરૂપે આ ‘ડાયવર્ઝન' - અક્રમ માર્ગ’ જગતને આપ્યો. આ છેલ્લી તક જેણે ઝડપી તે ‘પેલે પાર પામી ગયા. ક્રમમાર્ગમાં પાત્રની શુદ્ધિ કરતાં કરતાં ક્રોધ-માન-માયા-લોભને શુદ્ધ કરતાં કરતાં અંતે અહંકારને પણ સંપૂર્ણ શુદ્ધ કરવાનો હોય છે, કે જેમાં એક પણ પરમાણુ ક્રોધનું, માનનું, માયાનું કે લોભનું ના રહે ત્યારે અહંકાર સંપૂર્ણ શુદ્ધ થાય ને શુદ્ધાત્મ સ્વરૂપ સાથે અભેદ થાય. આ કાળમાં આ માર્ગ અશક્ય થઈ પડવાને કારણે “અક્રમ વિજ્ઞાનની સમજણ થકી મન-વચન-કાયાની અદ્ધિને અકબંધ રાખી ‘ડિરેક્ટ’ અહંકાર શુદ્ધ થઈ જાય ને પોતાના સ્વરૂપ સાથે અભેદ થઈ જાય એવું છે. ત્યાર બાદ મન-વચન-કાયાની અશુદ્ધિઓ ક્રમે ક્રમે ઉદયમાં આવે, એટલે તેની સંપૂર્ણ શુદ્ધિ ‘જ્ઞાની'ની આજ્ઞામાં રહેતાં સહેજે થઈ જાય. આ દુષમકાળમાં કઠણ કર્મોમાંય સંસારની સર્વ જવાબદારીઓ આદર્શ રીતે અદા કરતાં કરતાં પણ નિરંતર ‘હું શુદ્ધાત્મા છું' એ લક્ષ રહે છે. અને “અક્રમ વિજ્ઞાન’ની અજાયબ દેણ તો જુઓ ! સાંભળ્યું ના હોય, વાંચ્યું ના હોય, એવી આ અપૂર્વ વાતે એકવાર તો માન્યામાં જ ના આવે, છતાં આ હકીકત બની છે. આવાં અજાયબ ‘અક્રમ વિજ્ઞાનના પ્રગટીકરણ માટેના પાત્રની જીવનમાં કડવા-મીઠા પ્રસંગો કોને નહીં પીરસાયા હોય ? એમાંથી ‘જ્ઞાની’ પણ વંચિત શીદને હોઈ શકે ? જીવનની ચાંદનીનો ને અમાસનો આસ્વાદ જ્ઞાન-અજ્ઞાન દશામાં અનુભવતા જ્ઞાનીની તે પ્રત્યેની દૃષ્ટિ કંઈ અનોખી, આગવી ને મૌલિક હોય છે. સામાન્ય પ્રસંગો કે જેમાંથી અજ્ઞાની જીવો હજારો વાર પસાર થતા હોય છે, છતાં નથી તેમાં કંઈ અંતરસૂઝ ખીલતી કે નથી કોઈ તે દવાની સમ્યક દૃષ્ટિ દેખાતી. જ્યારે ‘જ્ઞાની’ તો અજ્ઞાન દશામાં, અરે ! જન્મથી જ સમ્યક દર્શનને પમાડનારી દૃષ્ટિ લાવેલા હોય છે. પ્રત્યેક પ્રસંગમાંથી વીતરાગ દર્શનને તારવી લઈ પોતે સમ્યક માર્ગ શોધન કરી લે છે. આમ હજારો વાર અજ્ઞાનીઓને અનુભવમાં આવતા પ્રસંગો જેવા જ પ્રસંગોમાં ‘જ્ઞાની” કંઈક નવું જ જ્ઞાન ખોળી કાઢે છે. એમના બાળપણના પ્રસંગો જેવા કે માતાએ વૈષ્ણવ સંપ્રદાયની કંઠી પહેરવા કહ્યું, ત્યારે બોલી ઊઠ્યા – ‘પ્રકાશ ધરે તે મારા ગુરુ. કુગુરુ કરતાં નગરો સારો.” આવા પ્રસ્તુત પ્રસંગો પ્રકાશિત કરતાં, કોઈ વ્યક્તિને કે તે વર્તનને ન જોતાં તેમાં જ્ઞાનીની બાળદશાથી વર્તતી અદ્ભુત વિચારશ્રેણી, અદ્ભુત દૃષ્ટિ તેમજ જ્ઞાનસ્થિતિ બાદ વર્તતી દશા પ્રત્યે લક્ષ રાખીને તેનો સ્ટડી” (અભ્યાસ) કરવા જેવો છે. પ્રસ્તુત સંકલનમાં જ્ઞાની પુરુષની વાણીમાં બહુ જ સંક્ષિપ્તપણે પ્રસંગો અંક્તિ થયા છે. અંતર આશય એટલો જ છે કે પ્રગટ જ્ઞાની પુરુષની આવી અદ્ભુત દશાને જગત જાણે-જુએ ને તે પામે એ જ અભ્યર્થના. -ડૉ. નીરુબહેન અમીનના જય સચ્ચિદાનંદ.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41