Book Title: Charitrya Suvas
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 30
________________ ચારિત્ર્ય-સુવાસ ખાલી પડી. કૉલૅજના વ્યવસ્થાપકોએ આ પદ માટે તે વખતના પ્રસિદ્ધ કેળવણીકાર શ્રીયુત ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરની નિમણૂક કરવાનો વિચાર કર્યો. વિદ્યાસાગરજીને તે વખતે રૂ. ૫૦ માસિક મળતા હતા. નવા પદને ગ્રહણ કર્યા પછી રૂ. ૯૦ માસિક મળવાના હતા. આ વાતની વિદ્યાસાગરજીને જાણ થઈ તેમના એક મિત્ર શ્રીયુત તર્કવાચસ્પતિ વ્યાકરણમાં તેમના કરતાં વિશેષ જાણકાર હતા. વિદ્યાસાગરજીએ કૉલેજના વ્યવસ્થાપકોને કહ્યું કે તેઓ એ પદ સ્વીકારશે નહીં. કારણ કે બીજી એક વ્યક્તિ તે પદ ગ્રહણ કરવા માટે વધારે યોગ્ય છે. પહેલાં તો વ્યવસ્થાપકોએ ઘણી આનાકાની કરી, પરંતુ જ્યારે વિદ્યાસાગરજીએ પોતાનો દૃઢ અભિપ્રાય વ્યક્ત કરી જ દીધો ત્યારે તેઓએ પણ વિદ્યાસાગરજીની વાત સ્વીકારીને શ્રીયુત તર્કવાચસ્પતિની નિમણૂક કરી. ૧૯ આ શુભ સમાચાર તર્કવાચસ્પતિજીને આપવા માટે વિદ્યાસાગરજી પોતે જ કલકત્તાથી થોડા માઈલ દૂર તેમના નિવાસસ્થાને ગયા. જ્યારે બધી હકીકત જાણી ત્યારે તર્કવાચસ્પતિજી કહે, ‘વિદ્યાસાગરજી, તમે મનુષ્યના રૂપમાં અવતરેલા એક મહાન દેવતા જ છો.' ૧૮ નરભિમાની સમ્રાટ ભારતમાં થઈ ગયેલા મહાન સમ્રાટોની પ્રથમ પંક્તિમાં મહારાજા વિક્રમાદિત્યનું નામ પ્રસિદ્ધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104