Book Title: Charitrya Suvas
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 46
________________ ચારિત્ર્ય-સુવાસ આ જ ગંદું પાણી વૈજ્ઞાનિક રીતે ગાળીને શુદ્ધ બનાવવામાં આવતું હતું. તેમાં અનેક જાતનાં સુગંધી દ્રવ્યો ભેળવવામાં આવતાં હતાં. મૂળ પાણી તો પેલી ખાઈનું જ હતું પરંતુ તેના સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાથી સુંદર બન્યું હતું. રાજાએ આ વસ્તુ જાણી આનંદ પ્રગટ ર્યો, અને કોઈ પણ વસ્તુના માત્ર બાહ્ય દેખાવ ઉપરથી તેના વિષે કોઈ નિર્ણય ન બાંધવો તેમ નક્કી કર્યું. વળી બહારથી ખરાબ દેખાતી વસ્તુને સારી બનાવી શકાય છે, પુદ્ગલમાત્ર પરિવર્તનશીલ છે તે પણ રાજાને સમજાયું. ૩૨ તા અમદાવાદના પ્રસિદ્ધ સંત સરયૂદાસજી મહારાજના પૂર્વાશ્રમની આ વાત છે. ૩૫ ગૃહસ્થાશ્રમમાં પણ તેમના પર સત્સંગ અને ભક્તિની ધૂન સવાર રહેતી. એક દિવસે તેઓ પોતાની દુકાનમાં બેઠા હતા, ત્યાં તેમને સમાચાર મળ્યા કે અમુક સંત-મહાત્મા હમણાં જ પધાર્યા છે અને ઝાડ નીચે વિશ્રામ કરી રહ્યા છે. તેઓએ પોતાની દુકાન તુરત જ બંધ કરી અને ઝડપથી સંતોની પાસે પહોંચીને તેમનો વિનય-સત્કાર કરી પોતાને યોગ્ય સેવા ફરમાવવા કહ્યું. લગભગ બપોરના બાર વાગી ગયા હતા. તેથી ગામમાં ભિક્ષા માટે જવાનું સંતોને માટે પણ વિકટ હતું. સવારનું કાંઈ લીધેલું નહીં તેથી ભોજનની આવશ્યકતા તો હતી જ. સરયૂદાસજી આ વાત તુરત જ સમજી ગયા. ‘થોડી વારમાં હું આપની સેવામાં પાછો હાજર થાઉં છું.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104