Book Title: Charitrya Suvas
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 75
________________ S૪ ચારિત્ર્ય-સુવાસ પૂજા-અનુષ્ઠાનમાં આચાર્ય જયરામ પુરુષોત્તમ અને તેમનાં ધર્મપત્ની કસ્તૂરબાઈ હતાં. જ્યારે તે બાઈને ખબર પડી કે પૂજાની અને પ્રસાદીની સામગ્રી આવી ગઈ છે અને તેમાં એક હૃષ્ટપુષ્ટ શણગારેલો બકરો પણ છે, જેનો ભોગ માતાજીને ધરાવવાનો છે ત્યારે તે બાઈનું હૃદય સમસમી ઊઠ્યું. બકરાનો વધ ન જ થવો જોઈએ એવો તેણે આગ્રહ રાખ્યો. હજૂરિયાઓ, થાણદારો અને બીજા ઘણાએ તે બાઈને સમજાવી. મહારાજા નારાજ થશે, અમારું કાંઈ ચાલે તેમ નથી વગેરે અનેક યુક્તિઓ બતાવી ત્યારે બાઈએ કહ્યું, “એક બ્રાહ્મણની દીકરીએ આ કાર્ય થતું રોક્યું” એમ તમો મહારાજાને કહેજો. તેઓ જે સજા ફરમાવશે તે મને માન્ય છે. આખરે પોતાની બાજી નહીં ચાલતી જોઈને બકરાના કાનની અણીમાંથી સહેજ લોહી લઈને માતાજીને તિલક કરવામાં આવ્યું અને બકરાને છોડી દેવામાં આવ્યો. બીજી બધી વિધિ યથાવત પૂરી થઈ. કંસારનો પ્રસાદ તૈયાર થયો હતો તે સૌએ લીધો. તે જ પ્રસાદ મહારાજા ભાવસિંહજીને પહોંચાડવામાં આવ્યો અને સઘળી હકીકતથી તેમને વાકેફ કરવામાં આવ્યા. ગુણગ્રાહક મહારાજાએ પ્રસન્ન થઈને તે નીડર અને દૃઢ સંકલ્પ બ્રાહ્મણ બાઈને મોટી ભેટ આપી અને રાજ્ય-આજ્ઞાથી તે પશુવધને બંધ કરાવ્યો. અહિંસા પરમધર્મનો વિજય થયો. co બુદ ગુરુદક્ષિણ - - - - - - - - -- - -* **** - *** - ** * - ****** ** * આપણા દેશમાં ઓરિસ્સા પ્રાંતમાં કટક નામનું એક મોટું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104