________________
અધ્યાત્મ માર્ગના પરમપથિક અમારા ગુરુદેવો પ.પૂ. સા. સૌભાગ્યશ્રીજી મ.સા. તથા પ.પૂ.સા. જ્ઞાનશ્રીજી મ.સા. તથા પ.પૂ.સા. વિનયશ્રીજી મ.સા. આદિ ઉપર પૂ. ગુરુજીએ લખેલા પત્રો ઉપરથી ઈ.સ. ૨૦૦૪ વિ.સં. ૨૦૬૦ માં ચૈતન્ય યાત્રા ભાગ-૧ તથા પૂ. ગુરુજીના છોતેરમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે ચૈતન્ય યાત્રા ભાગ-૨ નું પ્રકાશન થયું. મારી ભાવના એ રહેતી કે ડૉ. મહેન્દ્રભાઈ ઉપર લખાયેલા પત્રોનું સંકલન કરી જો ચૈતન્ય યાત્રા ભાગ-૩ નું પ્રકાશન થાય તો અનેક ગૃહસ્થ સાધકો માટે તે પરમ પાથેય રૂપ બની રહે તેથી મેં તેઓ પાસે મારી ભાવના વ્યક્ત કરી ને તેઓએ તે કાર્ય માટે પૂ. ગુરુજીની આજ્ઞા પ્રાપ્ત કરી ને ગ્રંથ પ્રકાશનનો નિર્ણય લીધો.
પૂ. ગુરુજીની આજ્ઞા અને આશિષથી સા. દિવ્યદર્શિતાશ્રીજીએ-પત્રોનું સંકલન કરી આ ગ્રંથ તૈયાર કર્યો.
આ ગ્રંથ અનેક આરાધક મુમુક્ષુઓને બોધપ્રદ બને અને આરાધનામાં પથદર્શક થાય. મુમુક્ષુ આત્મા અંતરના અતલ ઊંડાણમાં ખેડાણ કરી, જીવનમાં સમતા પ્રાપ્ત કરી આત્મશ્રેય કરે એ જ મંગલ કામના.
લિ. શ્રી સૌભાગ્ય-જ્ઞાન-વિનય શિશુ
સાધ્વી પ્રિયદર્શનાશ્રી વીર સંવત : ૨૫૩૫ | વિક્રમ સંવત : ૨૦૭૫ અષાઢ સુદ-૧૪. સોમવાર
તા. /૨૦૦૯ પૂ. ગુરુજીનો ૭૯મો જન્મદિન.
- -
-
-
-
-
-
-
-
-
-
-
INH||
-
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org