Book Title: Buddhiprabha 1964 12 SrNo 61 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 5
________________ કલિકાલ સર્વજ્ઞનું એક કલ્પના ચિત્ર એક ઘડીભર કપના કરીએ તે હેમચંદ્રાચાર્યની ગૌર, કાંચનવર્ણ, કાચી, પડછંદ, પાતળી દેહ આપણી નજરે ચડે છે. તપેલા સુવર્ણ જેવી કાંતિ, ચહેરા ઉપર આવી રહેલી પ્રેમ ભાવનાની મૃદુતા, શ્રમસાધના અને સંયમથી બનાવેલું દુધ પૌરુષ શરીર વિચારની સ્પષ્ટ સણથી નાકની મનોહર દાંડીમાં આવેલી ગરુડના જેવી રમણીયતા, ભવ્ય આકર્ષક પ્રતિભા સંપન્ન દેખાવ, શરીર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, અને માનસ શુદ્ધિ, ત્રણ પ્રકારની શુદ્ધિથી નેત્રમાં બેઠેલું અકારણ નિર્થિક અનેહુર આખું સ્મિત, યોગીના જેવી નિઃસ્પૃહણીય મનોદશા, અને છતાં માત્ર સાદી વિનેદ વાણીથી પણ લાકના દિલને જીતનારી મધુર પ્રસન્ન ભારતી શ્રી હેમચંદ્રાચાર્યની કલ્પના કરો અને એનો દેહ પાટણને ખંડેરોમાંથી ખડે થાય છે.' પાટણના મહાલયો, મહાવરો, મહામંત્રીઓ, મહાન પીઓ, મહાજન, અને મહાન રાજાઓ સાથે જ્યારે આ મહાન પુરુષ ઊભા રહેતા હશે, ત્યારે એના ઊંચા કદાવર, પડછંદ, સીધા, સશકત, સંયમી શરીરથી, જાણે પાટણને નિહાળતે કોઈ મહાન અજેય આમે ઉભે હોય -જાણે કે સૌને કહી રહ્યો હોય કે, જ્યારે આ મંદિરે નહિ હોય, મહાલયો નહિ હોય-કઈ નહિ હોય ત્યારે ત્યારે તમે ફિકર કરતા નહિ, તમારા વતી હું તમારો આહીં જ હોઈશ: ગુજરાતીઓ! તમે કેવા મહાન હતા એ કહીશ; ગુજરાતીઓ કેવા મહાન થઈ શકે એ કહીશ; એમ મહત્તાનું ગાન ગાવા મેંવીરતા, સામ, સંસ્કાર અને સંયમ-એ ગાન ગાતી કૃતિઓ ચારે દિશામાં વહેતી મૂકી છે. ગુજરાતીઓ એના શબ્દો સાંભળશે, એમાં રાચશે અને અપનાવશે અને પોતાને ઘડશે. તમે ગુજરાતમાં ફરી જીવશો. સૂર્યોદય સમયે સરસ્વતી નદી કિનારે ઊભેલી એક શક્તિ પિતાના પ્રકાશથી-તેજથી–આખા ગુજરાતને છાઈ દેતી કપ-અને તમને શ્રી હેમચંદ્રાચાર્ય દેખાશે. -શ્રી ધૂમકેતુPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 76