Book Title: Buddhiprabha 1913 04 SrNo 01 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 7
________________ - - - સાધમની ભક્તિ. ભોગ આપી શકશે. હિન્દુયુનિવર્સીટીને માટે શ્રીયુત મદનમોહન માળવીયાએ એક મોટું ફંડ ઉભું કર્યું છે અને તેમાં આશરે એંશી લાખ રૂપિયાનું ફંડ થયું છે. જૈન જેવી ધનાઢય કામમાં એક મોટું ગુરૂકુલ નહીં, એક મોટી કોલેજ નહીં, એક મોટું જૈનકુંડ નહીં, આથી એમ સમજાય છે કે સાધમ બધુઓની સેવા ભક્તિમાં જૈન પ્રમ, આત્મભોગ, અને ધર્મ ભિમાન ધારણ કરી શકતા નથી. શેઠ. લાલભાઈ દલપતભાઈ શેઠ. ફકીરભાઈ પ્રેમાભાઈ શેઠ. વીરચંદ દીપચંદ, શેડ મનસુખભાઈ ભગુભાઈ વગેરેએ સાધર્મીઓની સેવા તરફ બુદ્ધિ દેડાવી હતી અને તે માટે યથાશક્તિ પ્રયત્ન કરતા હતા. ધનવંતને વિદ્વાની સલાહની જરૂર છે અને વિદ્વાનને ધનવન્તોની સહાયતાની જરૂર છે. હાલમાં આ માટે યોગ્ય ચળવળ થવાની જરૂર છે. કાશીની અને મહેસાણાની પાઠશાલાએ જૈનધાર્મિક જ્ઞાનની પ્રગતિમાં પ્રવૃત્તિ કરી છે. ભાવનગર જૈનધર્મપ્રસારક સભા તરફથી છપાતાં પુસ્તકો અને બનારસ પાઠશાલાના અંગે છપાતાં પુસ્તકાવડે જૈનધાર્મિકત્તાનમાં પ્રકાશ પડે છે અને તે બે સંસ્થાએ યથાશક્તિ આત્મભેગ આપ્યો છે. આનન્દપ્રસારક સભાએ પ્રાચીન પુસ્તકોનાં ભાપાન્તર કરાવી જૈનપ્રગતિમાં પ્રવૃત્તિ કરી છે. હવે આપણું જૈન સાધુઓ જૈનશાસનની સેવા બજાવવામાં યથાશક્તિ પ્રવૃત્તિ કરી રહ્યા છે અને તે દુનિયામાં જાહેર થતા જાય છે તેથી પ્રમોદ ધારણ કરવામાં આવે છે. પ્રસંગોપાત્ત કંઈક પ્રાસંગિક કહેવાયું; જોકે આ પ્રમાણે જૈનોમાં પ્રભાતનાં ચિન્હો દે ખાવા લાગ્યાં છે તે પણ જૈનેનો મોટો ભાગ સાધર્મીઓની સેવા માટે આત્મભોગ આપી શકતા નથી. જૈનોની વસતિ પ્રતિદિન ઘટતી જાય છે. સાધર્મસેવાને જે પૂર્ણ રાગ હોય તો . જેને ઘટે છે તેને માટે એક મહામંડલ ભરી અનુભવીએ પાસેથી વસતિ ઘટવાનાં કારણે જાણવાં જોઈએ અને તેના ઉપાયે આદરવા જોઇએ. શ્રીમાન સાક્ષરગ્રુપતિ સયાજીરાવ ગાયકવાડ સરકાર કયે છે કે-“ જૈનોએ કોન્ફરન્સ ભરીને પોતાની વસતિ વધારવાનો મુખ્ય ઉપાય હાથમાં ધરે જોઈએ. એક તળાવમાં પાણી ભર્યું છે. દરરોજ તે ખૂટતું જાય છે અને તેમાં નવું પાણી આવતું નથી એ તળાવનું પાણી એક બે વર્ષમાં ખુટી જવાનું તે પ્રમાણે દરરોજ જૈનની વસતિ ધટે છે. જે વસતિ ઘટે છે તેમાં વધારો થતો નથી અને અન્ય ધર્મીઓને જૈનધર્મમાં દાખલ કરીને હાલના જૈનાચાર્યો નવાજનો બનાવના નથી તેથી અમુક વર્ષે જેનોનું નામ દુનિયામાં ન રહે એવો સંભવ રહી શકે તે માટે જેનેએ હાલના સંગેને ધ્યાનમાં લેઈ જૈનધર્મઓની સંખ્યા વધે તે તરફ લક્ષ દેડાવવું જોઈએ” નામદાર ગાયકવાડના આ વા શબ્દો અને સલાહની કિસ્મત આંકી શકાય તેમ નથી. જૈનોએ હવે બે રીતે જૈને વધારવા પ્રયત્ન કરો એજ હાલના વખતનું સાધઑવાત્સલ્ય ધ્યાનમાં લેવું જોઇએ–શ્રી જિનદત્ત સૂરિએ સવા લાખ રજપુતોને જૈન બનાવ્યા હતા. આર્યસમાજીઓની પરિષદની પડે જૈનેની વૃદ્ધિના ઉપાયે હસ્તમાં લેઈને ખરી સાધÍસેવા કરવી જોઈએ. જમાનાને અનુસરી સાધર્મીઓની સેવાભક્તિ કરવામાં જિનેશ્વરની સેવાભક્તિને સમાવેશ થાય છે એમ જે કહેવામાં આવે તો અમુક અપેક્ષાએ સાચું છે. જૈનોના શરીરમાં રહેલા આત્માઓમાં જિન થવાની શક્તિ રહેલી છે તેમના હૃદયમાં જિન પ્રભુને જપ થાય છે માટે જેનેની સેવા કરવાથી અને માતાનું ના રહે એમ સમજવું જોઈએ. tra: ૩Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59