Book Title: Buddhiprabha 1913 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ ૨૪ બુદ્ધિપ્રભા. સાથે ગાડીમાં બેશીને મેટાં ધનાઢય શહેરના બજારમાં થઈને પસાર થવાને લહાવો લેખ પૈસાનું પાણી કરી આનંદ અને કર્તવ્ય પારાયણતા માને છે, વળી ત્યાંથી જરાક આગળ વધે છે કે તુરત બીજી ભુમી ઉપર તેનું ચીત્ત દોરાય છે–તે એ કે-હવે આ સાહેબને અને તેમનાં લેલણજીને(પત્નીને સંતતી જોઈએ છે. આ વખત પહેલાં તેઓ અનેક પ્રકારની મોજ મજામાં વિર્યગુમાવી નિમાલ્ય બની ગયેલાંજ હોય છે તેને પહેલાં તો વિચાર કર્યો નથી–અર્થાત દ્રવ્ય ગુમાવ્યું વિર્ય ગુમાવ્યું, વય ગુમાવી લાજ આબરૂ ગુમાવી અને અનેક પ્રકારની વસ્તુઓ પ્રાપ્ત કરવા કર્તવ્ય પારાયણતા માની–તેની પ્રાપ્તી થઈ કે ના થઈ એટલામાં બીજી વસ્તુની પ્રાપ્તિનાં ફાંફાં માર્યો, તેનેજ કર્તવ્ય પારાયણના માની–એમ કર્તવ્ય પારાયણતાના અર્થે ધેરીની પેઠે અનેક કષ્ટ ઉઠાવીને ધા પણ ખરી કર્તવ્ય પારાયતાને પામે નહી-છતાયે હવે તે સંતતી પેદા કરવી એજ કર્તવ્ય પારાયણતા છે એમ માની તેના ઉપર સંપૂર્ણ લક્ષ આ પ્યું. દેવ દેવસ્તાનની બાધાઓ રાખી, દોરા ધાગા કરાવ્યા–જતી-ભુવા અને સંન્યાસીઓની ઉપાસના કીધી તે સઘળી વિફળ ગઈ એટલે વૈદ્યાન અને પ્રાકટરને આશરે લીધે–લાજ મુકી સ્ત્રીઓનું ગુહ્ય ખુલ્લું કર્યું–વખતે કંટાળીને સ્ત્રીઓના ગર્ભાશયની પરીક્ષા પુરૂષ ડાકટરો પાસે આજ કાલની ચાલતી રશમ પ્રમાણેના હથીયાર વડે ઇન્સપેક્ષન (તપાસ ) કરાવી તે સધળું પણ વિફળ ગયું. (અપૂર્ણ.) दयानुदान के देवकुमार. (લેખક. પંડરીક શર્મા. સાણંદ. ) ( અનુસંધાન અંક અગીઆરમાના પાને ૩૭૯ થી) પ્રકરણ ૧૦ મું. મલ ને જયમાલા. “માયેલ નહિબા, બાપે નહિરે! માયલે.” દૂર રહે મયલસિંહ ! દૂર રહે.” પ્રિયે ધણુ સમય સુધી દરજ રહ્યો છું. દીર્ધ સમય સુધી સુખ ને વૈભવનું સેવન કરાવ્યું તેને બદલે આજ કે ?” “ યાદ રાખો કે જ્યાં સુધી તમારું જિવન ટકે છે. ત્યાં સુધી સાથે બદલે આજ કે” યાદ રાખો કે જ્યાં સુધી તમારું જિવન ટૂંક છે. ત્યાં સુધી સારો બદલો છે, નહિ તો તમારા જેવા દુષ્ટ વાઝઝના ધારી પુરૂષને યમદ્વારા દર્શન સિવાય બીજું શું ફલ હોય.” જયમાલાએ કહ્યું. * જે તારી દેવકુમારને માટેજ આટલી ભાંજગડ હાય તે હવે એમજ સમજ કે દેવકુમાર આદુની આમાં હતો ન હતો થઈ ગયો છે.” મયલે કહ્યું. ખબડદાર ચુપ ! મયલ, વિચારીને બેલ. તારી તાકાત નથી કે તું દેવકુમારને હતો નહતો કરી નાંખ” જયમાલાએ કહ્યું.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59