Book Title: Buddhiprabha 1913 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ આ જગત શું છે. થયું હતું પણ તે ક્રશ થઈ ગયું હતું તેમ શક્તિ પણ કમી થઈ ગઈ હતી છતાં પણ જ્યારે તપોવનથી શહેરમાં આવ્યો ત્યારે તેને તો આશ્ચર્ય સાથે આનંદ રોમે રોમે વ્યાપવા માંડયો હતો કે આજે શહેરમાં સર્વત્ર બાપતા કેમ લાગી રહી છે ? ઉત્તમ જાતિની સુગંધી વેલો પુપે સાથે માંડવાની માફક શામાટે જ્યાં ત્યાં લગાવી છે ! વાછત્રાના મધુરના તથા ઘેર ઘેર મંગળના ગત શામાટે ગવાવા માંડયા છે ? તારોથી દરેકના ઘરનાં બારણું શા માટે શોભી રહ્યાં છે ? જમીન સાફ કરી પાણી છાંટી કુસુમોના ઢગલાઓ શા માટે કરવામાં આવ્યા છે? જેમ જેમ રાજમહેલ તરફ જાય છે તેમ તેમ દરેક પ્રકારે ખુશાલીનાજ ચિન તેના જવામાં આવ્યા તેથી તેણે મનમાં ધારવા માંડ્યું હતું કે કાં તો કોઈ મોટો લાભ રાજાને પ્રાપ્ત થયા હોય અથવા તો મને સંતોષ કરવા માટે મોટી ધામધુમથી મને આમંત્રી શહે૨માં પધરાવી પારણું કરાવા વિચાર રાખ્યો હોય ગમે તેમ છેપશુ મારે તે મારા સમય પ્રમાણે રાજ્ય મહેલમાં પારણું કરવા જવું જોઈએ. એમ વિચારી જયારે તે રાજસ્થાન પાસે આવ્યો ત્યારે તેના મનને ભમ ભાગી ગયા અને ખરી વાત સમજાઈ કે રાજાને ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ હતી તેની આ ધામધુમ હતી પણ જ્યારે રાજાને તથા તેની પ્રજાને આ આનંદ વ્યાપેલો હતો ત્યારે તપસ્વીને તે ત્યાં મોટી ધામધુમમાં કઈ બોલાવે તેમ પણ નહોતું. લાવવાનું તો દૂર રહે પણ સામું જોવાને પણ પુરસદ કેઈને નહેતી અને કદાચ તે રાજાને અંદર જે જાય તેપણુ વચમાં ભીડ એટલી હતી કે તપસ્વીથી ત્યાં પહોંચવું પણ દુલભ હતું ? आ जगत शुं छे. જડ અને ચિંતન્ય-યા-જીવ અને અજીવ, આ બે વસ્તુ જગતમાં ભરેલી છે અથવા આ બે વસ્તુ તેજ જગત છે. આ બેથી જગત કોઈ પણ પ્રકારે જુદું પડી શકે તેમ નથી. વિચારવાનને આ બે વરતુજ સર્વત્ર જુદા જુદા રૂપે, જુદી જુદી આકૃતિએ, કે જુદા જુદા પર્યાયે વિસ્તાર પામેલી જોવામાં આવશે. આ છવ વરતુ રૂપી અને અરૂપી એમ બે ભાગમાં વહેંચાયેલી છે. જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હેય તે રૂપી અને જેમાં તે મહીલું કાંઈપણુ ન હોય તે અરૂપી. ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, અને કાળ એ ચાર અરૂપી છે. તેમાં રૂ૫, રસ, ગધ, કે પછી તે મëલું કાંઈ પણ ન હોવાથી સામાન્ય મનુષ્યો ચરમ ચક્ષુથી તેને જોઈ શકતા નથી. પૂર્ણજ્ઞાની, યેગીએ, આમ ચક્ષુથી તેને જોઈ શકે છે. સામાન્ય મનુષ્યો તેના કાર્યથી તેને જાણી શકે છે. ચાલવામાં આપણું સર્વને ધર્માસ્તિકાયની મદદની જરૂર પડે છે, જેમ માછલીઓમાં ચાલવાનું સામર્થ છે, તથાપિ પાણીની મદદ સિવાય તે નજ ચાલી શકે તેવી રીતે ધમી. રતકાયની મદદ હોય તેજ આપણે ચાલી શકીએ. આ ચાલવારૂપ કાર્યથી, ધર્માસ્તિકાય એક જામાન્ય મનુષ્યોને ચર્મ ચક્ષુથી ન જાણી શકાય તે અરૂપી અજીવ પદાર્થ છે એમ મામાન્ય મનુષ્ય જાણી શકે છે.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59