Book Title: Buddhiprabha 1913 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 28
________________ બુદ્ધિપ્રભા. - - - --* - મને - -- w w wથા - ની કમર નાની છે, દુનિયામાં તે પ્રસિદ્ધ છે, ગ્રન્થ લખતાં તેમને ઘણું ખમવું પડયું છે. તેઓ અમુક કુળના છે વગેરે વિષયોને હાથમાં ધરી સમાલોચનાના વિષયથી ભિન્ન વિષય પ્રવૃત્તિ કરે છે. અન્યકર્તાને ગ્રન્ય ગ્રન્થનો ભાવ, તેની ગંભીરતા તેની લેખ શેલી, શબ્દોની સરલતા, કનિતા અને વિષયાનુક્રમ વગેરે સંબંધી ખાસ લક્ષ રાખવું જોઈએ, અન્ય કર્તાએ જે વિચારે દર્શાવ્યા હોય તે તે વિચારોની ઉત્તમતા વગેરે સંબંધી અવલકન કરવું જોઈએ. પ્રન્થકર્તાનો આધ્યાત્મિક વિષય હોય અને સમાલોચના કરનારા અધ્યાત્મજ્ઞાનમાં બેરનું બટ પણ ન જાણતા હોય તો તે સમાલોચનાના નામે ગમે તે પ્રકારે પચરંગી ખીચડે છબરંડા કરે છે તેમાં કશું આશ્ચર્ય નથી. કએિ જે સુક્ષ્મ વિષયમાં બુદ્ધિ દેડાવી હોય તેનું જ્ઞાન અવશ્ય સમાચકમાં હેવું જોઈએ. સમાચકમાં સ્થિર બુદ્ધિ હોવી જોઈએ અને તે સમાલોચના કરતાં કેઈથી કરે નહી એવો જોઈએ. સમાલોચના કરવા સંબંધી સમાલોચકે વિશેષ જ્ઞાન મેળવેલું હોવું જોઈએ સમાલોચક સૂક્ષ્મ દૃષ્ટિથી લખેલા વિષયોને અવલેકીને ખુબીઓ અને ખામીઓને ભિન્ન ભિન્ન કરનાર હોવો જોઈએ. સમાલોચના કરનાર ભાડુતી મનુષ્ય ન હોવા જોઈએ તેમજ તે અજેના વિચારોમાં દબાયલે ન હોવું જોઈએ. સમાલોચના કરનાર ગ્રન્થના પૂર્વાપર સંબંધને પરિપૂર્ણ ઉદેશપૂર્વક અવધનાર હોવો જોઈએ. સમાચકે અનેક ગ્રન્થની સમાલોચનાનું મનન કરેલું હોવું જોઈએ અને તે સંબંધી બહેળા અનુભવને ધારણ કરનાર હોવો જોઈએ. ગ્રન્થકોએ જે વિષે લખ્યા હોય તે શાસ્ત્રોના અનુસારે છે કે સ્વમતિ કલ્પનાથી વિષયે લખ્યા છે ? તેમાં જમાનાને અનુસરી જે જે ઉમેર્યું હોય તેનું નિરીક્ષણ કરનાર હે જોઇએ. જૂના અને નવા આચાર, વિચારો વગેરેનો જ્ઞાતા સમાચક હોય છે તે તે સમાલોચનામાં ઘણે પ્રકાશ પાડી શકે છે. પ્રાચીન મત અને અર્વાચીન મને અને તદિષય ગ્રન્થને અનુભવ કરનાર સમાલોચક હોવો જોઈએ. સમાચકને પરીક્ષકની કેટીમાં મૂકી શકાય. સમાલોચના કરનાર એક પરીક્ષક કરતાં વિશેષ વિદ્વાન હોવો જોઈએ. ગાડરીયા પ્રવાહમાં વહેનાર અને મીયાંને ચાંદે ચાંદ કહેનાર એવા સમાચના કરનાર ન હોવો જોઈએ. પ્રખ્યકર્તાના એક પાનને વાંચી તે વાંચવાના સમય કરતાં તતસંબંધી વિચાર કરવામાં દશ બારગણે વખત ગાળનાર હોવો જોઈએ. | સમાચના કરનાર પ્રામાણિક અને નિસ્પૃહી હોવો જોઈએ. સમાલોચક પ્રામાણિક હોય છે તે તેની સમાલોચના પર વાચકને વિશ્વાસ પ્રકટે છે અને તેથી મન્થની ગ્યતા પ્રમાણે ગ્રન્યકર્તાને સન્માન, ઉત્તેજન, યશ વગેરેની પ્રાપ્તિ થાય છે. સમાલોચના કરનારમાં વિષયો સંબંધી સ્યુટ વિવેચન કરવાની શક્તિ હોવી જોઈએ અને અન્ય ગ્રન્થની સાથે ગ્રન્થના વિષયોની તુલના કરીને તેમાંથી નિષ્કર્ષ કાઢવાની શક્તિ હોવી જોઇએ. ગ્રન્થકર્તાને સમય અને તેની આસપાસના પ્રસંગોની લેખકના હૃદયમાં કેવી રીતે અસર થઈ છે અને તત સંબંધી લખેલો ઉગારોમાં તેની અસર કેવી રીતે ઓતપ્રોત થઈ છે તેનો ક્ષીરનીરની પેઠે ભેદ પાડનાર સમાચક હવે દ. સમાલોચક જે સુધારક વા સનાતની હેય પણ તે મન્થકર્તને ભિન્ન મત પક્ષને જાણી તેને અન્યાય આપનાર ન હોવો જોઈએ. સમાલો

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59