Book Title: Buddhiprabha 1913 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ સતપણું. ૨૯ sol 49 $124 ( Gausation ) મી. વીરચંદ રાધવજી ગાંધીના શબ્દોમાં બેલીએ તો આજીવિકાની પાછળ મહેનત કર્યા પછી—તરફડી માર્યા પછી માણસને વૈભવ પ્રાપ્ત થાય છે ત્યારે તે વિચાર કરવામાં રોકાય છે. વિચાર એ તત્વજ્ઞાનનો પાયો ( Moving spirit ) છે. શરૂઆતના તત્વજ્ઞાનને વિચાર દુનિયાની ઉત્પત્તિ માટેના શોધને છે અને તે કાર્ય કારણ સાવિત કરવાને પ્રયત્ન કરે છે. પૃથ્થકરણ સબંધી કેટલુંક વિચાર્યા પછી પણ માણસ જેઓ અમુક વ્યક્તિ વા કેાઈ અમુક સ્વજાતીય દ્રવ્ય આ દુનિયાની ઉપત્તિનું કારણ માને છે તેઓ અનુમાન કરતા અટકી જાય છે. તત્વ જ્ઞાનના આ શરૂઆતના પ્રયત્નોમાં સત્ય તરફ દેરવી લઈ જાય એવાં બે વલણે ( attitudes ) આપણને જણાય છે. પહેલું જે વલણ છે તે દુનિયાની ઉત્પત્તિ હતી એવી ધારણાનું છે. સત્ય તરફ દેરવી લેઈ જાય એવું જે બીજુ વલણ છે તે એવી ધારણુનું છે કે અમુક વ્યક્તિ અથવા તે અમુક આદ્ય કથની ( Primal Substance) ઉત્પત્તિ નહોતી. આ અમુક વ્યક્તિ કે અમુક અઘ દ્રવ્યની ઉત્પત્તિ અથવા કારણું શરૂઆતનું તત્ત્વજ્ઞાન બતાવતું નથી. તત્વજ્ઞાનમાં આગળ વધવાના વિચારોમાં એવું જણાય છે કે આ બંને વલણો સત્ય તરફ દેરી લઈ જવાને વ્યાજબી રીતે લઈ શકાય છે પણ તે જુદા અર્થ માં. પ્રાઢ તરવજ્ઞાન એક વલણ ફક્ત હલની દુનિયાને લગાડતું નથી અને બીજું વલણ ફક્ત અમુક વ્યક્તિ કે અમુક આઘ દ્રવ્ય જેનું કારણ અથવા ઉપર કપી છે તેને લગાતું નથી. પ્રાદ્ધ તરવજ્ઞાન માન્ય કરે છે કે સત્ય તરફ લઈ જનાર કોઈ પણ વસ્તુ બંને વલણો લગાડી શકાય છે એટલે કે કોઈ પણ ભૂત કાળની, વર્તમાન કાળની અને ભવિષ્ય કાળની સત્ય વરતુ આ બેરીતે માની શકાય છે. આ દિવ્યની અપેક્ષા aspects ની અંદર પહેલાં કહેલું છે. દરેક વસ્તુઓ કે જે ભૂત કાળમાં હતી, છે અને થશે તેના જડ અને ચેતન નામના બે વિભાગ પાડવામાં આવ્યા છે અને તેની [ જડ અને ચેતનની ] એવી વ્યાખ્યા આપવામાં આવી છે કે જેની અંદર ઉપાદ, વ્યય અને ધવપણું રહેલું છે તેથી કરીને આકાશ, વખત, ધમસ્તિકાય, અધમસ્તિકાય પદાથે અને દરેક આત્માની વ્યક્તિએ શાસ્વનું છે. જૈન તત્વજ્ઞાન એવું માન્ય કરે છે કે ઉપરના સાની આદી નથી અને તે જૈન તત્ત્વજ્ઞાન આ વલણ દરેક કાના સંબંધમાં લે છે નહી કે માત્ર અમુક ચૈતન્યની વ્યક્તિ કે અમુક આદ્ય દ્રવ્ય માટેજ તે છે. સત્ય તરફ લઈ જનાર બીજું વલણ એટલે ઉત્પત્તિ હતી તે સંબંધમાં વિચાર કરીશું તો સ્વાભાવિક રીતે એ રોવાલ ઉત્પન્ન થાય છે કે આ દુનિયા જે સદા ચાલતી આવેલી છે તે કેવી રીતે ? માટે તેની કંઇ ઉપત્તિ અથવા કારણું હોઈ શકે. આ બાબત ઉત્તર એ છે કે જડ અને ચૈતન્યની અંદર જે રીતમાં ફેરફાર થાય છે તે ફેરફાર પોતાની મેળેજ દેખાડી આપે છે કે તે ફેરફારની અમુક વખતે ઉત્પત્તિ ( નહી કે દ્રવ્યની ) હતી તેમજ તેનું કારણ હતું. અને આ (ફેરફાર ) હાલની દુનિયાની દરેક વસ્તુઓને લાગે છે એટલું જ નહિ પરંતુ

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59