Book Title: Buddhiprabha 1913 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 34
________________ ૩૨ બુદ્ધિપ્રભા. - - - - - - - હરબર્ટ વોરન સાહેબના લેખથી પણ તે વાચ ને સિદ્ધ થઈ શકશે. આ ઉપરથી જે અન્ય દર્શન વાળા આ સૃષ્ટીના બનાવનાર ઈશ્વરને કહે છે તેમજ પરમેશ્વરે દુનિયા બનાવી તે પહેલાં કોઈ હતું જ નહિ ( એટલે પહેલાં શુન્ય હતું) સર્વ જીવો પર માત્માના અંશ છે આવી રીતે તેમનું બતાવેલું સત્ય તે કઈ રીતે સત્ય તરીકે કરી શકતું નથી પણ તે તત્તજ્ઞને નામનું જ સત્ય લાગશે. વળી તે રીતે માની શકવાને ઉપરનો લેખ જોતાં કઈ પણ રીતે અવકાશ પણ રહેતો નથી માટે તત્વજ્ઞ અને જીજ્ઞાસુઓ સત્ય દ્રષ્ટિ ધારક થશે એવી આ લેખકની દલીલ છે. મિ. હરબટ વૅરન સાહેબ જે ઉંચી પતિનું તત્વજ્ઞાન ધરાવે છે, તેમણે જેનીઝમ નામનું એક પુસ્તક હમણાં જ બહાર પાડયું છે જેનું સંશોધન રા. રા. વકીલ. કેશવલાલ પ્રેમચંદ મોદી. બી એ. એસ. એલ.બી. એ કર્યું છે તે પુસ્તકનું આ ભાષાંતર છે. આ સ્થળે મિ. હરબર્ટ વૈરન સાહેબે જે જૈન ધર્મનો ખાતર અમ લીધો છે તે ખરેખર સ્તુત્ય છે. લેખક, म्हारु गत वर्ष, ने-नुतन वर्ष प्रवेश. તવ જીજ્ઞાસુ વાચક રત્નો ! બાલક-યુવાન-વૃદ્ધ-સ્ત્રી–અને પુરૂષ દરેકની વિદ્યાથી, અનુભવાથી, અને આતમમંથન કાળ અવસ્થાની જયુકની પાઠશાળા રૂપ-વિશુદ્ધ વાંચન ” ની અગત્યતા સર્વ દેશના સર્વ કામના, અને સર્વે સમયના સપુરૂએ કયારનીએ સ્વીકારી છે, અને તે અવશ્યકતા સગે–સંપૂર્ણ રીયા પુરી પાડવાના સત્ય સાધનરૂપ આ “બુદ્ધિ પ્રભા” કીશોર વયનું કુમળું બાલક આજે તેના પાંચમાં વર્ષમાં પ્રવેશ કરે છે. સર્વ આગમાના સાર રૂ૫, તત્વના આધાર ભુત ને સર્વ મંગલમાં શિરોમણિ પ્રથમ મંગલ રૂ૫, “પંચપરમેષ્ટિ ” ના અંકથી વિભૂષિત થયેલું આ મહા નુતન “ પંચમવર્ષ” તેના અંકવાળા જ ચપરમેષ્ટિ ” ના પુણ્યશાળી પ્રભાવથી નિર્વિજનવાળું. સકળ, આનંદ વ. ધક અને આબાદ નીવડે એવી આંતરીક અભ્યર્થના પ્રભુ પદે પૂર્ણ પ્રેમથી આ બાલક કરે છે, ગુણયલ વાંચક ! હે ગત વર્ષના પ્રથમાંકમાં આપેલા વચન મુજબ “ તત્ત્વજ્ઞાસુએ માટે સ્યાદવાદ શૈલીનું ઉચ્ચ રહય, અધ્યામિક જ્ઞાનની અપૂર્વ કુચીએ, આમજ્ઞાન અને વૈરાગ્યને અપૂર્વ રંગથી રંગાયેલ મસ્ત ભજન-પદે, સામાન્ય વાચકો માટે દયાદાન-નિતી –ને સદાચારનાં ઉત્તમ સિદ્ધાંતો-કાવ્ય રસના પિપાસુઓ માટે ઉચ્ચ–અર્થ ભાવ પૂણે સુરસ કાવ્યો-કથા વાર્તાના રસીકો માટે ઉત્તમ શિક્ષણ આપતી સુકથાઓ તથા મહાન પુરૂષનાં સચરિત્ર યથાવકાશ–યથાશક્તિ-વાંચકવર્ગ સમક્ષ સાદર કરવી મહે બનતે પ્રયત્ન કર્યો છે– જે મહારા ગુણ વાચકને વિસ્મૃત નથીજ. ગત વર્ષમાં આ માસીકમાં “અધ્યાત્મ જ્ઞાનની આવશ્યક્તા એ મથાળા હેઠળ લ ખાતે ધણાજ ઉચ્ચ સિદ્ધાંતને ચર્ચ -સ્યાદ્વાદ્ શૈલી તથા તત્વજ્ઞાનનું અપૂર્વ રહસ્ય

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59