Book Title: Buddhiprabha 1913 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ બુદ્ધિપ્રભા અધમસ્તિકાયમ રૂપ, રસ, ગંધ કે સ્પર્શ નથી. તેને પણ દિવ્ય ચક્ષુ વાળા પૂર્ણ જ્ઞાની સિવાય, ચર્મ ચક્ષુવાળા જોઈ શક્તા નથી. જડ, ચૈતન્ય પદાર્થને સ્થિર રહેવામાં તે મદદ કરે છે અને તેથી જ સામાન્ય મનુષ્ય તેને જાણી શકે છે કે, અધર્માસ્તિકાય એક પદાર્થ છે અથવા તો બને પદાર્થોની હૈયાતીના નિયંભુ માટે, અ૫ને તેવા આસ (પ્રમાણિક, સય વકતા, પૂર્ણજ્ઞાની)ના વચનો ઉપર શ્રદ્ધા રાખવા સિવાય છુટકે નથી. આ બે પદાર્થ છે તેમ, ચર્મ નેત્રવાળા મનુષ્યો માને, કે, ન માને, છતાં તે પદાર્થ પોતપોતાનું કાર્ય બજાવે જાય છે, એટલે તેને સહવાથી કે ન સહવાથી તમને તેના તરફથી કોઈ નુકશાન કે ફાયદો થવાને નથી છતાં વસ્તુ વિદ્યમાન હોય તેને વિદ્યમાન છે, તેમ જ્ઞાનીઓને કહેવુંજ જોઈએ. દુનિયાના જીવો માને કે ન માને. જ્ઞાનીએ સત્ય પ્રકાશવું જોઈએ આકાશ અરૂપી છે, આકાશમાં રંગ, બેરંગી, આકાર દેખાય છે, તે આકાશ નથી. મધનાં વાદળ તે આકાશ નથી. ઈન્દ્રધનુષ્ય, અને ચંદ્ર, સૂર્યદિને પ્રકાશ કે, આકાશમાં દે. ખાતી થાળીમા ( કાળાસ) તે આકાશ નથી તે તો આકાશમાં, રહેલી રૂપી પુદગલ દ્રવ્યની આકૃતિઓ છે. કેવળ પોલારરૂપ આકારામાં, રૂપ, રસ, ગંધ કે સ્પર્શ કાઈ નથી. પોલારમાં પણ સુકમ પ્રમાણુઓ (જેને મનુષ્યો જોઈ શકે છે, તેવા છે, જે દેખાય છે, તે પણ પુદગલ છે પણ આકાશ શબ્દની વ્યાખ્યા તો તેને પણ મુકીને કેવળ પોલાર માટેનીજ છે, જડ, ચિત"ને જવા, આવવાને અવકાશ (માર્ગ) આપે તે આકાશનું કાર્ય છે. કેવળ આકાશ, આ તેના કાર્યથી સામાન્ય મનુષ્ય જાણી શકે છે, પુર્ણજ્ઞાનીઓ ગમે તે પ્રકારે જાણું દેખી શકે છે. કાળ-કાળ અરૂપી વસ્તુ છે. સૂર્યના પરિભ્રમણથી નિર્ણય કરાતા, દિવસ, માસ, વર્ષ ખાદીને કાળ કહેવામાં આવે છે પણું તે ઉપચારિક કાળ છે. તાવિક કાળમાં પદાર્થોને નવા પુરાણું કરવાનું સામર્થ્ય છે અર્થાત જે અનન્ય કારણની મદદથી પદાર્થોમાં નવા, પુરાણાપણું થાય છે તે કાળ છે. આ ચાર અરૂપી જડે, અથવા અજીવ પદાથે છે. પૂબળ, જડ પદાર્થ છે. તેને અજીવ પણ કહેવામાં આવે છે. સુકમમાં સક્ષમ પર માણું પુગળ છે, તેવા અનેક પરમાણું એકઠી થઈ નાના પ્રકારની દશ્ય આકતિઓ બને છે. આ આકૃતિઓ, કેટલીક કુદરતથી ( સ્વભાવીક) પોતાની મેળે બને છે અને કેટલીક આકૃતિઓ કોઈ મનુષ્પાદિની મદદથી કે મહેનતથી બને છે છતાં સામાન્ય મનુષ્યનાં નેત્રથી જોઈ શકાય તેવી પરમાણુની નાની અકૃતિઓ પ્રાયે પોતાની મેળે બને છે, કેમ કે પરમાણુ આમાં તે સંયોજન અને પલટણ સ્વભાવ રહેલો છે. આવાં પુરો કયાં છે ? કેટલી છે તે વિષે પુછવું જ નહિ જ્યાં દેખો ત્યાં તેજ છે. સંખ્યા માટે પુછો તે તેની સંખ્યા થઈ શકે તેમજ નથી, એટલે તેને માટે અનંત શબ્દ વાપરવો તેજ ગ્ય છે અર્થાત તે અનંતા છે. આ પુગે, જીવોની સાથે સંયોજીત થયેલાં પણ છે અને તે સિવાય છુટ સંસાર ચક્રમાં રહેલો કોઈ પણ જીવ આ મુદ્દગલોથી સર્વથા વિયેત નથી અને જે આ આ પુદગલથી સર્વથા વિયોજીત ( જુદા) થયેલા છે, તેઓ પરમપદ પામેલા સિદ્ધના

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59