________________
૨૨
બુદ્ધિપ્રભા.
પપ પપપપ
तमो शुं करी शको छो?
(લેખક વકીલ. વર્ધમાન સ્વરૂપચંદ.) આ દુનિયા ઉપર દૃષ્ટિ ફેરવતાં દરેક વસ્તુ આપણને અનેક પ્રકારને બોધ આપે છે દરેક વસ્તુ પોતપોતાના ગુણ ધર્મ પ્રમાણે પ્રકાશી રહેલી છે પછી તે ઉપકારજનક છે અપકારજનક હોય તેનો સંબંધ હાલ બાજુ રાખી વિચાર કરીએ તે ખુલ્લું જણાય છે કે–સૂર્ય અંધકારને નાશ કરી પ્રકાશને ફેલાવે છે પછી તે ઘુવડને અકારો લાગે કે અન્ય પ્રાણી વર્ગને આનંદપ્રદ લાગે તેને બાજુ રાખે; દુધ મધુર સ્વાદ આપી પુષ્ટી આપે છે, પછી તે પીતજવર વાળાને વિકાર રૂપ પરિણમે છે તેને બાજુ રાખે. કપુર સુવાસ આપી આનંદને ફેલાવે છે પછીતે વિષ્ટા અને ગંદકીના કીડાઓને મરણ પ્રદ છે તેને બાજુ રાખો; એમ એક પછી એક સઘળી વસ્તુઓ પોતપોતાના ગુણ ધર્મ પ્રમાણે પ્રકાશી રહેલી છે અને તે સ્વતંત્ર પણેજ પ્રકાશી રહે છે પણ કોઈની અપેક્ષાની આવશ્યકતા ધરાવતી જ નથી અર્થાત કે સઘળી વ્યક્તિ પોતાના ગુણ ધર્મને કદીપણ ત્યજતી જ નથી; એ ઉપરથી પિતાની કર્તવ્યપરાયણતાની સાબીતિ વગર પુરાવે આપે છે, એટલે દરેક વસ્તુને પોતપોતાની સ્વાભાવિક સ્વતંત્રતાને કેાઈ એબ લગાડવાને શક્તિમાન નથી-છતાં વિભાવિક પરતંત્રતાનું અવલંબન કરતી વસ્તુઓ સામે વિચાર કરતાં બીજી સઘળી વસ્તુઓને હાલ બાજુ રાખી તમારા પિતાનેજ વિચાર કરશે તો તમને તુરતજ નજરે આવશે કે તમે તમારા સ્વભાવિક ગુણ ધર્મ પ્રમાણે સ્વતંત્રપણે પ્રકાશી રહી છે કે વિભાવિક ગુણ ધર્મ પ્રમાણે પરતંત્રનાએ પ્રકાશી રહે છે. બતકનાં બચ્ચાંને પાણીમાં તરવાનું શીખવા માટે તમારી પેઠે નિશાળમાં જવું પડતું નથી કારણ કે તે તો તેનામાં જન્મ તાંની સાથે જ સ્વાભાવિક સામર્થ્ય હોય છે. મનુષ્ય વર્ગ શિવાય કોઈ પ્રાણીને માટે પિતાની કર્તવ્યનિષ્ઠાથી જાણીતાં થવાને માટે મોટાં મેટાં ફંડ કરી જાહેર સંસ્થાઓ ખેલવાની કે જુદી જુદી જાતના શિક્ષણ આપનાર ગુરૂઓ ( શિક્ષકે) પાસે ઘરબાર મુકી વર્ષોના વર્ષો લગી શિક્ષણ મેળવવા મહોટું વિકાશી અંદગીને વ્યય કરવાની જરૂર પડતી નથી છતાં પણ કર્તવ્યપારાયણજ હોય છે એ નકકી માનજો કારણ કે છેડે ગાય ભેંશ અને પક્ષી વિગેરે તમને સુખપ્રદ નિવડેલાં જે જણાય છે–તે પિતાના ગુણ ધર્મ પ્રમાણે ના પ્રકાશી રહેલાં હોય તે તમને તેઓ કદીપણ સુખપ્રદ વાત નહી. અહિંયા. સાપ વિંછી વિગેરે શહેરી અને વાધ રીંછ વિગેર ભયંકર દેખાતાં પ્રાણુઓ પણ પિતપિતાના ગુણ ધર્મ પ્રમાણેજ પ્રકાશે છે; તેઓ તમને ઉપકારી છે, પણ તેનું ખરું ભાન બાજુએ મુયું છે એટલે તમો સમજી શકતા નથી કે તેઓ તમારા પ્રત્યે કેવી રીત્યે ઉપકાર કર્યા કરે છે.
આજ કાલ કર્તવ્યપરાયણતાની બાબતને આપણે ઓછું જ ધ્યાન આપીએ છીએ, તેથી આપણે તેના ખરા સ્વરૂપથી અજાણ્યા રહ્યા છીએ જેઓએ આ બાબત તરફ પોતાનું લક્ષ ખેચ્યું તેમને પણ સારા નિમીત્તાના અભાવે વિપરીત ભાવે પરિણમ્યું છે. દાખલા તરીકે વિચારીએ તે પ્રથમ એકાદ બાળકના સંબંધે જોઈએ તો જ્યારે તે ધાવતો હોય છે ત્યારે તેને--પિતાની માનો ઉત્સગ (બે –ગોદ) અને સ્તનપાન (દુધ ધાવવું ) એ બે વાતના