Book Title: Buddhiprabha 1913 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ બુદ્ધિપ્રભા. स्वात्म परीक्षानी अगत्य. (લેખક:–મી. માવજી દામજી શાહ. પી. પી. જૈન હાઈસ્કુલ. મુંબાઈ) એક વસ્તુમાં કેટલું સામર્થ્ય સમાયેલું છે તેની કસોટી કરવા માટે હમેશાં પરીક્ષાની અગત્ય લેખવામાં આવે છે. જ્યાં સુધી અંદરનાં તની કસોટી કરવામાં ન આવી હોય ત્યાં સુધી તદઅંતર્ગત સત્યાસત્ય કળી શકાતાં નથી. પરીક્ષા-કસોટી એ સમાન અર્ધ-સૂચક શબ્દ છે. શક્તિનું અજ્ઞાતપણું હોય ત્યારેજ કર્સટી થતી જોવામાં આવે છે. સુવર્ણ ઉચ્ચા પ્રકારનું હોય તો તુરત તે કસોટી તેને ઉત્તર આપે છે અને હલકી જાતનું હોય તે પણ તુરત બતાવી આપે છે. જેઓ સદા માટે કર્તવ્યનિષ્ઠ, ખંતીલા અને ઉદ્યોગી હોય છે તેને માટે કરોટી કરવી તે તદન અનુચિત છે પરંતુ જેઓ પૂર્વોક્ત ગુણાએ ન્યુન હોય અથવા રહિત હોય તેવા માટેજ કસાટી ખરેખરી ફલ સાધક ગણાય છે. દરેક વસ્તુઓની પરીક્ષા સુષ્ટિમાં થતી જોવામાં આવે છે. વસ્તુતઃ વસ્તુ બે પ્રકારે છે. બાય-અત્યંતર. બાહ્ય પરીક્ષા કરવા માટે કંઈપણ સમય લાગતો નથી. તુરત આકૃતિ દર્શાવી આપે છે. પરીક્ષા કહી આપે છે પરંતુ આંતર દર્શન-આમ પરીક્ષા માટે ખરેખર પરિશ્રમ કરવાની અગત્ય છે. આત્મપરીક્ષા કર્યા વગરના અહિથી તહિં ચોમેર ભટકતા મનુષ્ય આપણને જોવામાં આવે છે. આમ પરીક્ષાને માટે ઘણું શાસ્ત્રોનું રહસ્ય જાણવું જોઈએ અનેક ગ્રંથનું પરિશીલન કરવું જોઈએ અનેક ગંભીર અને વિકટ પથ્થોમાં પ્રવાસ કરે ઈ એ એટલુંજ નહિં પણ કદાચ પ્રાણુહુતિ આપવી પડે તેપણ સંકાક્ષલ થવાનું પ્રયોજન નથી. કાર કે આ માર્ગનું અવલંબન લીધા સિવાય કઈરીતે આમ–-સિદ્ધિ થઈ શકવાની નથી. કોઈ રીતે આર્થિક, સામાજીક, ધાર્મિક, સાંસારિક, વ્યવહારિક, નૈતિક વગેરે વગેરે વિવિધ ઉન્નતિઓ થવી તદન અસંભવિતજ છે. જે જનો ! આત્મ કસોટી અર્થત આત્મ-શ્રદ્ધા પર કુદી પડયા હોય છે તેજ પ્રષ્ટિમાં પિતાની અખંડ નામના મેળવે છે. તેઓજ પિતાને સુયશ દિગંત મંડળમાં પ્રસરાવે છે અને તેઓ જ ભારતવર્ષનાં નહિ પરંતુ સમગ્ર દેશના હીરા તરીકે એકવાર અનન્ય ખ્યાતિમાં આવવા પામે છે. આ આમ શ્રદ્ધામાટે આપણું મહાન ધર્મગુરૂઓ-જૈનાચાર્યોનાં જીવન આપણે જાણવાની પૂર્ણ અગત્ય છે. મહાત્માઓનાં–મહાપુનાં ચરિત્રોમાં જે ઉદાત્ત અને ઉત્તમોત્તમ ચારિત્ર્ય સ્પષ્ટ જણાઈ આવતું તેનું મુખ્ય કારણ તેઓમાં આત્મ શ્રદ્ધાનું પૂર પૂરવેગમાં ગતિમાન થતું જણાતું હતું. હેમચંદ્રસૂરિ, દિવાકર, હરિભદ્રસૂરિ, સિદવિ, હીરવિજય, યશવિજય, વિનયવિજય, વગેરે વગેરે જે મહાપુરૂષોનાં જીવનનો સાર ખેંચશું તેમાં તે દરેકમાં આત્મશ્રદ્ધા અર્થાત આત્મ વિશ્વાસ સંપૂર્ણ રૂપે આપણું જોવામાં આવશે. એક અધઃસ્થાનથી મનુષ્ય જે ઉચ્ચ શિખર પર ચઢવા પામતો હેય-શકિતમાન થતો હોય તો તે આત્મશ્રદ્ધાના ગુણે કરીને જ. બીજા ગુણે સામાન્ય છે. વ્યાપારી વ્યાપારમાં, ધર્મગુરૂઓ ધર્મમાં, શિક્ષકે શિક્ષણમાં, શિલ્પકારે કળામાં, ચિત્રકાર ચિત્રમાં, નૈયાયિક તર્ક વિતર્કમાં, વગેરે વગેરે વિષયોમાં જે શ્રદ્ધા અલગ હશે તોજ તેઓ પોતાની અભીષ્ટ સાપ્ય સિદ્ધિમાં વિજય પામશે. આપણું વિદેશી બાંધવામાં આ આત્મશ્રદ્ધાનો ગુણ આવવા પામ્યો હોય તે તે તે અસત્ય નથી કારણકે તેઓ એક કાર્યને આરંભ કરે તેની પાછળ પ્રાણ જાય તે પણ શું ? એમ અડગ નિશ્ચયથી સતત પરિશ્રમ કરી મંડયાજ રહે છે. કાર્ય કરતાં કદાચ દેવવશાત ભલેને અવિજય થાઓ તેથી શું ? બીજીવાર, ત્રીજીવાર પણ જયાં સુધી અમૂક કળા વિદ્યાને સિદ્ધ ન કરી શકીએ ત્યાં સુધી મૂકીયેજ કેમ ? આવી કાર્યપર તેઓની

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59