Book Title: Buddhiprabha 1913 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ બુપ્રિભા कश्चैकान्तं सुख मुपगतो दुःख मेकान्त तो वा । नीचे गच्छत्युपरि च दशा चक्रनेमिक्रमेण ॥ કાણે એકાન સુખ મેળવ્યું છે ? અથવા તેણે એકાન્ત દુઃખ મેળવ્યું છે ચાના આરાની માફક દશા ઉંચી નીચી જાય છે માટે બાહ્ય સંજોગો સર્વથા અનુકુળ કે સયા પ્રતિકૂળ કદાપિ હોઈ શકે નહિ; પણ તેથી આંતર શાંતિમ ભંગ થવા ન દેતાં વિચારવું કે આ પણ જતું રહેશે- વ્યતિ. બાહ્ય સુખ ચાલ્યું જશે-બાહ્ય દુઃખ ચાલ્યું જશે. હે સુખના આતુર બધો ! જ્યાં સુધી તમે બાહ્ય સંજોગોમાં સુખ શો છો ત્યાં સુધી તમે ખરા માર્ગથી દૂર છો. કદાચ તમને ગુલાબની ગંધ આવશે, પણ સાથે કાં તે અવશ્ય વાગશે, માટે કાંટા વગરની ગુલાબની ગંધ નિરંતર જોઈતી હોય તે બાહ્ય વસ્તુઓ તરફના તમારા મનના વલણને ફેરવો એટલે સર્વ વસ્તુઓ અનુકુળ થઇ જશે અને તમે સુખી–સુખી થ૪ જશે. भावोदामप्रवाहेण-वाह्यान्ते सर्वजन्तवः । प्रतिश्रोतो गमीकोऽपि-कृष्णचित्रकमूलवत् ॥ (ાર્મચરિતે.) ભવના ઉદ્દામ પ્રવાહે સર્વ જીવો વહાય છે, પણ સંસારના સામા પ્રવાહે કૃત્રચિત્રક મૂળની પેઠે કાઈ જ્ઞાની પુરૂષ હોય છે. જૈનાગમગાતા અપ્રમાદી મુનિવર સંસારના સામા પ્રવાહે તેરે છે અને મોક્ષનગરીમાં પ્રવેશ કરે છે. ચિતરાવેલીની પરીક્ષા પાણીમાં નાખવાથી થાય છે. નદીના જલપ્રવાહના સામી તે જાય છે. લોકકિંવદન્તી એવી છે કે તેના ઉપર મૂકે વૃતને ધાડ ખાલી હોય છે તે તે ભરાઈ જાય છે. કૃષ્ણચિત્રક મૂલના જેવા આ ભતત્ત્વજ્ઞાતા મુનિવર હેાય છે તે દુનિયાના પ્રવાહમાં તણાતા નથી. રાગદેષના પ્રવાહના સામા તેઓ વહે છે અને રાગદ્વેષને છેદ કરે છે. ખરેખર અધ્યાત્મજ્ઞાનવિના આવી અપૂર્વ શક્તિ અન્યત્ર સંભવી શકે નહિ. અધ્યાત્મજ્ઞાન ચિત્રાવેલીના સમાન છે. અધ્યાત્મ જ્ઞાનનો ભાવ ચિત્રાવેલી સમજવી-આમાના શુદ્ધસ્વરૂપમાં રમણુતા કરવી; એમ સત્ય–મોક્ષમાર્ગ છે તે સંબધી નીચે પ્રમાણે સાક્ષી છે. થા. निथ्थयमग्गो मुखो ववहारो पुण्णकारणो वुत्तो । पढमो संवररूवो आसवहेउ तओ बीओ। (ગાગાસાગર નાથાલા.). નિશ્ચયમાર્ગ તેજ ક્ષમાર્ગ છે. વ્યવહાર છે તે પુણ્યનું કારણ છે. નિશ્ચયનય છે તે સંવરરૂપ છે અને વ્યવહારનય છે તે આવ્યવહેતુપ છે-વ્યવહારનય આદરવા યોગ્ય છે નિશ્ચયનયની આખદષ્ટિ રાખીને વ્યવહારથી પ્રવૃત્તિ કરવી.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59