Book Title: Buddhiprabha 1913 04 SrNo 01 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ બુદ્ધિપ્રભા. सुख दुःखनो कीमीओ. (લેખક. એક જૈન ગ્રેજ્યુએટ.) સર્વજીવ-નાનાથી તે મોટા સુધી–કીડીથી તે કુંજર સુધી સુખને શોધે છે, દુઃખથી દૂર ભાગવા મથે છે અને સુખ મળતાં આનંદિત બને છે અને દુઃખમાં પડતાં ખેદયુક્ત બને છે. દુઃખથી અમિશ્રિત સુખ સર્વ કાઈ ઈચ્છે છે. કટ વિનાના ગુલાબની સર્વ કાઈ સ્પહા રાખે છે. આ ઈછા સ્વાભાવિક છે કારણ કે આમાં પિતે આનંદ સ્વભાવી છે અને તેથી માનદ શેાધવાને સુખ મેળવવાને મળે એમાં કાંઈ આશ્ચર્ય નથી. મનુષ્ય જ્યારે સુખ મેળવવા મથે છે, ત્યારે કેટલાક બાહ્ય સંજોગો જે પ્રતિકુળ હોય છે, તે તેના સુખના માર્ગમાં વિદ્ધ કર્તા નીવડે છે. શું મનુષ્ય સર્વ પ્રતિકૂળ બાહ્ય સંજોગોને દૂર કરી શકે ? ના,–તેમ કરવું એ તેના હાથમાં નથી. જગતમાંના બધા કાંટા તે દૂર કરી શકે નહિ. તે તો પોતાની મેળે જોડા કે બુટ પહેરી લે એટલે કાંટાની અસર તેના પર થતી બંધ થઈ જશે. શું મનુષ્ય જગત માંથી ચાર મીત્રને ખસેડી મૂકશે ? કદાપિ નહિ. તેમ કરવું એ તેની સત્તામાં નથી, એટલી શકિતનો વ્યય કરવો એ નિરર્થક છે. તેણે તો પિતાના ઘરને તાળું મારવું જોઈએ. આ રીતે ચાની સત્તાથી તે બચી શકશે. તમે જગતને કે જગતના મનુષ્યોની વૃત્તિઓને એકદમ બદલી શકશે નહિ. જે તમારે સુખી થવું હોય તો તમારે તમારા મનની વૃત્તિઓને બદલવી જોઈએ. તમારે નિરંતર આ નિયમ મરણમાં રાખવો જોઈએ કે “ તમારા બંધ તથા મોક્ષનું કારણ તમે પોતેજ છે ” બીજે કઈ તમને નુકશાન કરી જાય છે, ત્યારે તમે તેના પર ધ ભરાઓ છે, પણ ખરી રીતે સમજે તે જણાશે કે તે મનુષ્ય તો માત્ર નિમિત્ત કારણ છે પણ ખરું ઉપાદાન કારણું તમે પોતે છે. તમે જે તમને નુકશાન થાય તેવાં બીજે વાવ્યાં ન હોત તે જગતમાં એવી કોઈ શક્તિ નથી કે જે તમને નુકશાન કરી શકે. ધર્મિષ્ઠ મનુષ્ય નિરંતર સુખી છે. સ્વતંત્ર છે, આનંદી છે. કોઈ તેને હેરાન કરી શકસે નહિ, કોઈ તેને માર્ગમાં અંતરાયરૂપ થઈ પડશે નહિ, કોઈ તેની શાન્તિમાં ભંગ કરી શકશે નહિ. તેને નુકશાન કરવાને કરેલી પ્રવૃતિ કરનારાજ ગેરલાભમાં ઉતરે છે. આ નિયમ આપણે એક દાન્ત લેઈ વધારે સૂક્ષ્મ રીતે વિચારીએ કારણકે જ્યાં સુધી કોઈ પણ નિયમનું યથાર્થ જ્ઞાન આપણને થતું નથી, ત્યાં સુધી તે પ્રમાણે આપણું વર્તન પણ થતું નથી. ધારોકે એક માણસે આપણી નિંદા કરી–ટી રીતે નિંદા કરી-જે દેવ આપણે નહોતો કર્યો તે આપણે કર્યો છે એવું જણાવી હું આળ તેણે આપણુપર મૂક્યું, હવે તે નિંદા કે આળ આપણને કેવી અસર કરશે તેનો સઘળો આધાર આપણા મનના વલણું પર છે. જે આપણે તે નિંદા કે પાપની અસર આપણા મનપર થવા દેઈએ તો આપણે જમીન પર પડેલું તીર હાથમાં લઈને હૃદયમાં ભોંકવાનું કામ કર્યું કહેવાય. તે નિંદારૂપી તીર જમીન પર પડ્યું હતું. આપણે તે ઉચકી લીધું. આપણું હદયમાં ઘોળ્યું અને હવે આપણે બુમ પડી કે અમુક તીરે મારા હૃદયમાં ઘાયલ કર્યું તે આ હકીકતમાં દેષ આ પણે જ ગણુ શકાય.- તેજ રીતે બીજાનું કાર્ય આપણને હેરાન કરતું નથી, પણ આપણાPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59