________________
વચનામૃત-વિવેચન [વ. ૧૫૭-૧૩]
૩૪ શ્રી. રા. આઅગાસ, અષાડ સુદ ૬, ૨૦૦૯ મુખ્યપણે ઉપદેશયોગ્ય ગુણસ્થાનક છઠું અને તેરમું છે. કૃપાળુદેવ કહે છે કે જ્યાંસુધી ગૃહસ્થાશ્રમ હોય ત્યાંસુધી ધર્મ સંબંધી વધારે વાતચીત ન કરવી, ધર્મને મુખ્યપણે ઉપદેશ ન કરે.
મેહ જીવને ઘેરી લે છે. કૃપાળુદેવને એ ભયંકર લાગે છે. અસંગ થવું છે.
પ્રભુશ્રીજી કહેતા કે બધાં કમ ફૂટી નીકળ્યાં છે. જેવું પૂર્વે બાંધ્યું છે તેવું દેખાય છે. પિતાનું જીવ પિતે સુધારશે ત્યારે સુધરશે. જે કંઈ થાય તે આપણા ભાવથી થાય છે.
તદ્દન નિર્દોષ હોય તે મેક્ષમાં જ હોય. દેહ ધરવો પડે છે તે કર્મથી જ છે. સિદ્ધભગવાન કેવળ નિર્દોષ હોય છે. પિતાને દેષ ન હોય અને દુઃખ થાય તે સિદ્ધભગવાનને પણ દુઃખ થાય. પિતાનું કરેલું ભોગવવાનું છે. બીજાનું કરેલું ભોગવવું પડે તે કર્મસિદ્ધાંત ઊડી જાય, તદ્દન સમતાભાવ રહે તે કામ પતી જાય. મહાવીરભગવાન ઉપર સંગમ ઉપસર્ગ કર્યા ત્યારે દ્વેષ ન થયે પણ દયા આવી કે આ બિચારે કમ બાંધે છે. ક્ષણે ક્ષણે જીવ કર્મ બાંધે છે. ક્યારે એ બધાં ભેગવશે? “કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય?” સંસાર જીવને ભયંકર લાગતું નથી. અલ્પ દેષ થાય તેનું કેટલું મોટું ફળ આવે છે! રૂકિમણિએ પૂર્વ ભવમાં એક ઇંડું હાથમાં લઈને થોડી વારમાં મૂકી દીધું. તે લાલ થવાથી મેરડીએ સોળ પોર સુધી સેવ્યું નહીં. તેથી તેને સેળ વર્ષ સુધી પુત્રને વિયેગ રહ્યો.
1 ક્રોધ, માન, માયા, લોભમાં જીવ પરવશ છે. તે વખતે એને કંઈ ભાન રહે નહીં. ભલે શા ભણેલે હોય પણ તે વખતે ભૂલી જાય છે. છુટાય તેવો ક્રમ કરે. જેને છૂટવું હોય તે વધારે કર્મ ન બંધાય તેવું કરે છે. કોઈ પ્રત્યે દ્વેષ ન કરે. જગતના કઈ પ્રાણી પ્રત્યે દ્વેષ ન કરે. જ્ઞાન એ ફળ છે. જ્ઞાન આવે ત્યારે નમ્રતા આવે. જેમ ડાળીએ કેરીએ બેસે ત્યારે આંબે નમે છે, તેમ જ્ઞાન આવે ત્યારે નમ્રતા વધે છે. વિ. ૧૫૭-૧૫.
પોતાનો અનુભવ કૃપાળુદેવે કહ્યો છે. આ બધું દેખાય છે તે બધું પરમાણુરૂપ છે. જગત બધું વાચા વગરનું છે, બોલતું નથી. એ એમ નથી કહેતું કે મને જુઓ. માત્ર મહિને લઈને જીવ તેમાં પડે છે. જગત કલ્પના માત્ર છે. વિ. ૧૫૭–૧૬]
૩૬ વૈરાગ્ય ઉપશમ હોય તે દષ્ટિ સ્વચ્છ થાય. નહીં તે બીજાના દે જુએ. પિતાના દે દેખવા અને શમાવવા. પુષ્પમાળામાં છેલ્લે એ જ કહ્યું છે કે દોષને જોઈને દેને ટાળવા. સ્વચ્છ દષ્ટિ હોય તો સૂક્ષ્મ દે દેખાય, અને દેખાય તે પછી ગમે નહીં તેથી કાઢે. કૃપાળુદેવે જાણ્યું છે તે ખરું છે. મોહનીય કર્મ જીવને છૂટવા દેતું નથી, મુક્ત થવા દેતું નથી. નવાં પાછાં જીવ બાંધે છે.
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org