Book Title: Bodhamrut Part 2
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 384
________________ વચનામૃત-વિવેચન ૩૬૯ પદનું ધ્યાન આવે છે. જિનપદ અને નિજપદમાં ભેદ નથી, એ લક્ષ થવા બધાં શા કહ્યાં છે. અનંત સુખસ્વરૂપને જે ઇરછે છે તેને અનંત સુખધામ બતાવવા બધાં શાસ્ત્રો કહ્યાં છે. જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રીસદ્ગુરુ, સુગમ અને સુખખાણ. ૪ આત્મસ્વરૂપ અગમ્ય છે; એવું જિન પ્રવચન પણ દુર્ગમ્ય છે, ગહન છે. “સપુરુષના એકેક વાકયમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે.” (૧૮૬). ગૌતમને ઉત્પાદ–વ્યયધ્રૌવ્ય એ ત્રણ શબ્દ કહ્યા તેથી બધાં શાસ્ત્રો રચ્યાં. એ ત્રિપદી આપણે પણ સાંભળીએ છીએ. જિનપ્રવચનને આશય છે ત્યાંસુધી પહોંચવું બહુ મુશ્કેલ છે. સ્થાવાદમાં તે અનેક અર્થ થાય છે. જેવી અપેક્ષા લે તે અર્થ થાય. કઈ અપેક્ષા ગ્રહણ કરવી? એને નિર્ણય ગુરૂગમ વિના વિદ્વાને પણ કરી શકતા નથી. “ગમ પડ્યા વિના આગમ અનર્થ કારક થઈ પડે છે” (૧૨૮). ઘણા અર્થ કરે તેય થાકે રત્નાકર મુનિ હતા તે બહુ વિદ્વાન હતા. મોહનીય કમના ઉદયથી સ્ત્રીને વશ થયા. એક વાણિયાને વિચાર થયે કે મુનિ ઉચ્ચ બુદ્ધિશાળી છે પણ કમને લઈને ભૂલ્યા છે. આપણાથી થાય એટલું કરી લેવું. પછી તે ઘી લઈને મુનિને ત્યાં આવ્યો ને કહ્યું કે હું અહીં ઘી વેચવા આવ્યું છું ને જવું છે, પણ આ એક લેક છે તેને શું અર્થ છે? મુનિએ અર્થ કર્યો, પણ તેણે કહ્યું કે મને તે બેસતું નથી. બીજે દિવસે ફરી બીજે અર્થ કર્યો, પણ તેણે કહ્યું. મને તે બેસતું નથી. એમ છ મહિના સુધી કર્યું. પછી મુનિને વિચાર આવ્યો કે એને શું અર્થ હશે? આટલા અર્થ કર્યા છતાં કેમ બેસતે નથી ? પછી ભાન આવ્યું કે હું તે સુધર્યો નથી તો બીજાને શી રીતે સુધારી શકું? વાણિયે પણ તે દિવસે ઘી વેચીને આવ્યા. ત્યારે મુનિ વિહાર કરી જવા માંડ્યા. વાણિયાએ અર્થ કરવાનું કહ્યું એટલે અર્થ મુનિએ કર્યો. વાણિયાએ કહ્યું કે આજ અર્થ બરાબર છે. બુદ્ધિથી કલ્યાણ નથી. મોહમાંથી જાગે તે કલ્યાણ થાય. સદ્દગુરુ વિના ઠેકાણું પડે નહીં. સદ્દગુરુનું અવલંબન હોય તેને સીધે અર્થ એટલે જે કરવાનું હોય તે જ હાથમાં આવે, અનંત સુખનું ધામ એ જે આત્મા છે, તે જ હાથમાં આવે. જિનનાં આગમ એને સુખખાણ અને સુગમ થાય. . ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. ૫ સંપૂર્ણ સ્વરૂપને જેઓ પામ્યા છે એવા જિનની ઉપાસના કરવાની છે. પણ જીવ સંસારની ભક્તિ કરે છે. ભગવાનની એવી ભક્તિ થાય કે બીજે ક્યાંય ચિત્ત જાય નહીં, અતિશય ભક્તિ થાય. મુનિજનની સંગતિમાં અતિ પ્રેમ હોય. સંયમ પિતાથી પળે એટલે પાળે. મનવચનકાયાની શક્તિ જેટલી હોય તે પ્રમાણે સંયમ પાળે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416