Book Title: Bodhamrut Part 2
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 415
________________ બાધામૃત કૃપાળુદેવે ઘણે વિકાર કરીને લખ્યું છે. એકાંત આત્મવૃત્તિ એટલે આત્મામાં જ વૃત્તિ રહે, બીજામાં વૃત્તિ ન જાય. એક આત્મામાં જ રહેવું. એકાંત વૃત્તિ આત્મામાં રહે એ જ સ્વરૂપ ખરું છે. એકાંત આત્મા છે. કેવળ એક આત્મા જ. બીજા આત્માની પંચાત નહીં. એક પિતાના આત્માની જ ભાવના. આત્મા સિવાય બીજું કંઈ નહીં. બીજી કોઈ વસ્તુ અંદર પેસે નહીં. શુદ્ધ આત્મા પછી સહજામાં છે. તે કેવો છે? તે કે નિર્વિકલ૫, શબ્દથી રહિત એટલે કેઈ શબ્દ આત્માને કહી શકે નહીં. આત્મા શું છે તે શબ્દથી જણાય નહીં. અર્થોથી જણાય એવું નથી. આત્મા સહજસ્વરૂપી છે. સંબંધ રહિત છે. સહજાત્મસ્વરૂપ શુદ્ધચેતન્યને સ્વામી છે. આત્માનું બીજું કશું નથી. ગંધ સ્પર્શ વગેરે પુદ્ગલના ગુણે એમાં નથી. અત્યારે ઘરનો, સ્ત્રીને સ્વામી છે એમ કહે છે, પણ ભગવાન તે શુદ્ધચૈતન્યસ્વરૂપના સ્વામી છે. પ્રશ્ન-સહજાન્મસ્વરૂપ એટલે શું? એક ભાઈ–આત્માનું શુદ્ધ સ્વરૂપ તે સહજાન્મસ્વરૂપ. બીજા ભાઈ–આત્માનું સહજ સ્વરૂપ તે સહજાન્મસ્વરૂપ. પૂજ્યશ્રી–વિભાવથી રહિત એવું જે સહજસ્વરૂપ છે તે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ દ્વિતીય વિભાગ સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 413 414 415 416