Book Title: Bodhamrut Part 2
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 387
________________ ૭૭૨ બધામૃત ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. ૨ સરખી સપાટ જમીન હોય અને સૂર્ય માથે આવે તે છાયા સમાઈ જાય છે. એવી રીતે જીવ આત્મસ્વભાવમાં આવે તે મન મરી જાય. એવું ન થાય ત્યાંસુધી મેહના વિકલ્પ કરે છે. એથી જ આખો સંસાર છે. વિક૯૫ છૂટે તે બંધન ન થાય, આત્માને અનુભવ થાય. અંતર્મુખ અવલોકે તે મનના બધા સંકલ્પવિકલ્પ સમાઈ જાય. ગીઓ શું ઈચ્છે છે તે હવે કહે છે – (૩) સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે ય તે. ૧ અનંત સુખનું ધામ આત્મા, એ સિવાય બીજું કંઈ ઈચ્છતા નથી. એની જ ભાવનામાં રાતદિવસ રહે છે. એ પરમ શાંત છે. અનંત શાંતિમય અમૃતસ્વરૂપ એ આત્મા છે. એમાં જ રાતદિવસ ધ્યાનમાં રહે છે. એ ઉત્તમપદને હું પ્રણમું છું. [વ. ૯૫૬ ઉપદેશ નોંધ ૨૯૬ શ્રીરાત્રે આ અગાસ, અષાડ વદ ૧૧, ૨૦૦૮ પૂજ્યશ્રી–શૂર્ણિ એટલે બહુ વિસ્તારપૂર્વક ટીકા. બીજાનું માન ચૂરે એવી ટીકા તે શૂર્ણિ કહેવાય છે. (૯) માણસની ભૂલ થાય પણ સરલ જીવ હોય તે તે કબુલ કરે છે, તેથી ફરી એવી ભૂલ ન થાય. (૧૦) કુળસંપ્રદાય પ્રમાણે સાધુપણું, શ્રાવકપણું હોય તેથી કંઈ કલ્યાણ ન થાય. આત્મામાં ભાવ થવો જોઈએ. સમજણની જરૂર છે. વિવેક વિના કંઈ ન થાય. જ્ઞાની પ્રારબ્ધગે જે કરતા હોય તેનું આપણે અનુકરણ ન કરવું, પણ તેઓ સદાચાર પાળતા હોય તે તે પાળવા. વિવેકની જરૂર છે. “મોટા કહે તેમ કરવું, પણ કરે તેમ ન કરવું.” એ વચન પણ સાપેક્ષ છે. સહુ સારાં કામ કરતા હોય તે તે કરવાં, પણ પ્રારબ્ધ એવું હોય તેનું અનુકરણ ન કરવું. (૧૧). અવગાહના એ ક્ષેત્ર આશ્રયી છે. પ્રત્યેક સિદ્ધની અવગાહના જુદી જુદી છે. (૧૨) બહુ દુઃખ આવે અને સમભાવ રહે તો ઘણું કર્મ ક્ષય થાય છે. જ્ઞાનીને ચુંગ તે સુલભ છે, પણ પામ દુર્લભ છે. મેક્ષને માર્ગ અને મોક્ષ બેય સુખરૂપ છે, પણ પામવા દુર્લભ છે. (૧૪) સત્કૃત સેવવા માટે ઈન્દ્રિયનિગ્રહ અને એકાંત સ્થાનની જરૂર છે. કેટલાક તપ કરીને શાસ્ત્ર વાંચે છે, તેનું કારણ વૃત્તિ એમાં જ રહે અને ઉપયોગ એમાં જોડાય તે પરિણામ પામે. શ્રત છે તે કેવળજ્ઞાન થતાં સુધી કામનું છે. (૧૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416