Book Title: Bodhamrut Part 2
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 412
________________ વચનામૃત-વિવેચન ૩૦૭ ક્ષમા, ધીરજ, સહનશીલતા આ બધા ગુણે સમ્યક્ત્વ પ્રગટાવે એવા છે. એ ટકી રહે તે સમ્યક્ત્વ થાય. સમજે તે સહજે થાય, નહીં તે અનંત ઉપાયે પણ નથી. પ્રશ્ન–શું સમજવાનું છે? ઉત્તર–જેમ જેમ જ્ઞાનીની આજ્ઞા ઉપાસે તેમ તેમ વ્યક્ત અને અવ્યક્ત બધા વિભાવે નાશ પામે છે. કમને માથે મેખ મારે એવા પણ છ હતા. યેગ્યતા નથી, શું કહીએ ? એમ પ્રભુશ્રીજી કહેતા હતા. જેમ જેમ દશા વધે તેમ તેમ કહે. વાણીને સ્વરૂપ કહી શકાય નહીં. જીવની યોગ્યતાપૂર્વક જ્ઞાની પુરુષે કહે છે. એકદમ સિદ્ધની વાત કરે તે એને થાય કે ત્યાં શું હકકો વગેરે મળે છે? ત્યાં ખાવાપીવાનું તે મળે નહીં. ત્યાં જઈને શું કરવું? જ્ઞાની ધીમે ધીમે રુચિ ઉત્પન્ન કરાવે છે. મેક્ષની સાચી રુચિ થાય તે સમ્યકત્વ થાય. જીવની યોગ્યતા વધવા માટે બધાં શાસ્ત્ર છે. પ્રભુશ્રીજીએ પહેલાં બહુ પુરુષાર્થ કર્યો હતે. જે દેખાય છે તે બધું ભ્રમ છે, ભ્રમ છે એમ કરતા. પકડ કરવાની છે. કૃપાળુદેવ સાચા છે એમ પકડ રાખવી. “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે” (૨૫૪). એ જ કરવાનું છે. જ્ઞાની માર્ગ બતાવે પણ ચાલવું તે પિતાને છે ને? અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન, પણ અંતમુહૂર્ત સુધી આત્મામાં ટકવું મુશ્કેલ છે. કાષભદેવમગવાન બધું ખાવુંપીવું છોડીને શું કરતા હતા? પુરુષાર્થ જ કરતા હતા ને? પણ એક હજાર વર્ષ સુધી તપશ્ચર્યા કરી ત્યારે એવું અંતમુહૂર્ત આવ્યું. - જ્ઞાનીઓ બંધમાં તે બધી વસ્તુઓ કહે છે, પણ એને સમજાય નહીં કે આ મારે કામની છે. મારે એની તરવાર છે. એને ભાલો લાગે તેમ જ્ઞાનીનાં વચને ખૂચ ખૂચ થતા નથી. પૂછ પૂછ કર્યાથી થાય એવું નથી. પ્રેમ વધાર. પ્રેમ વધશે ત્યારે આગમને ભેદ સમજાશે. છ પદમાં સમકિત રહ્યું છે. સમકિત થાય એવું કહ્યું છે, પણ જીવને ઝેર નથી ઉતરતું. મારું તારું થયું છે તે બધું ઝેર છે. જ્ઞાનનાં વચને સાંભળે છે તેય ઝેર ઉતરતું નથી ઉતરવું જોઈએ. “આત્મા છે” એમ કહ્યું; પણ કંઈ “કાકા મામો” એમ નથી કહ્યું. આત્મામાં કામાએ કહ્યું છે નહીં. રુચિ ફેરવવાની છે. જ્ઞાનીને દેહદષ્ટિ છેડાવી આત્મા દેખાડે છે. જે સાચું છે તે માન. ખપી જોઈએ. જે કહે તે પકડનારા નથી. ભૂલ એક માન્યતાની છે, એવું માનતા નથી. જડ છે તે જડ છે અને ચેતન છે તે ચેતન છે. જીવ આત્માને અને જડને એક માને છે, તેમાં ભેદ પાડવા જ્ઞાનીઓ કહે છે. આ બધું પલટાવી, ભુલાવી “આ મારે સાક્ષાત આત્મા” એમ જ્ઞાનીને કરાવવું છે. તે વસ્તુ જ્યાં છે ત્યાં જ્ઞાનીની દષ્ટિ છે, પણ એને ગ્યતા હશે તે ઉઘાડીને આપશે. પ્રમાદ્ધ કરવાનું નથી, તેમ ઘણી ઉતાવળ પણ કરવાની નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416