Book Title: Bodhamrut Part 2
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 409
________________ ૩૯૪ બેધકૃત વેદ્ય બંધ-શિવહેતુ છે જ, સંવેદન તસ નાણું; નિક્ષેપે અતિ ભલું છે, વેદ્યા પ્રમાણ.” (એથી દષ્ટિ) બંધ કરવાના પ્રકાશની જેમ સ્પષ્ટ લાગે છે. કેઈક જ છવ ગ્રંથિભેદ કરી આગળ વધે છે. એથે આત્મજ્ઞાન છે, પણ વ્રત વગેરેની દશા નથી. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે વસ્તુ આત્માને અનુભવ થાય ત્યારે અંશે હોય છે, પણ એ બીજરૂપ છે. અનંતાનુબંધી ગયા તેથી સ્વરૂપેરમણ-શક્તિ પ્રગટે છે. એ બીજ છે. અંતરંગમાં ચોથે ચારિત્ર હોય છે. એ અવિરતિ ગુણસ્થાન છે. પછી જ્યારે વ્રતને ઉદય આવે ત્યારે એને ચરણનુગમાં ચારિત્ર કહ્યું છે. સમ્યકત્ર થયું તેથી પાયો મજબુત થયે છે. મેક્ષ સિવાય બીજું છે નહીં. એ લોકોને દેખાડવા વ્રત લે નહીં. જ્યારથી સમક્તિ થયું ત્યારથી મોક્ષની અને મેક્ષના સાધનની ઈચ્છા હોય છે. પણ શક્તિ હેય નહીં તેથી વ્રત ન લઈ શકે. શક્તિ વધે તેમ તેમ વ્રત લે છે. કેટલાક વ્રત લેનાર સમ્યગ્દષ્ટિ કહે છે કે દેશવિરતિમાં શું લેવું? લેવું તે સર્વવિરતિ ચારિત્ર લેવું. એવા અડગ હોય છે. સમ્યક્ત્વ વગર આગળ વધાય નહીં. અપૂર્વ વૃત્તિ આવે પછી અપ્રમતગ થાય. સાતમે અંતમુહૂર્ત રહેવાય, પણ એને સિદ્ધના સુખને ખ્યાલ આવે છે. બધી વસ્તુઓમાંથી ખસી આત્મામાં લીન થાય ત્યારે એને સિદ્ધના સુખને ખ્યાલ આવે છે. ચેથાવાળાને સાતમા ગુણસ્થાનવાળાની દશા સમજાય છે, અનુભવાય છે. આત્માને અનુભવ થયો પછી સાતમે જવાય. ચેથા ગુણ સ્થાનવાળો કહે છે કે મારે મેક્ષે જવું છે અને આપણે પણ કહીએ છીએ કે મોક્ષે જવું છે તે તુલસીદાસ રામ રામ કહે અને એક પોપટ રામ રામ કહે તેના જેવું છે. બન્નેના ભાવમાં ફેર છે. શું કરવાથી એથે અવાય? એને વિચાર કરવાનો છે. દેવગુરુધર્મની શ્રદ્ધા સહેલી નથી. પિપટ અરિહંત કહે, પણ અરિહંત શુ? તેની ખબર નથી. ઉદાસીનતા એ ચેાથાનું લક્ષણ છે. રામને જે વૈરાગ્ય હતા તેવી દશા આવવી જોઈએ. એ દશા પ્રાપ્ત કરવા માટે કહે છે. માત્ર સાંભળવા માટે નથી. આવી પડે ને ભોગવવું પડે તે અકામનિર્જરા છે. અને તપ વગેરે કરી પિતે દુબ સહન કરે તે સકામનિજર છે. અકામનિજ રા કરતાં કરતાં છવ સંક્ષિપંચેન્દ્રિય થઈ ગ્રંથિભેદ સુધી આવે છે. મનવચનકાયાનું જેટલું બળ હોય તેટલાં કર્મ બંધાય છે. વિપરીત માન્યતામાં જે દશા ન હોય તે માની બેસે છે, તેથી મોહ વધી જાય છે. સમ્યગ્દર્શન મને થઈ ગયું એમ માને તે પછી ત્યાગ વૈરાગ્ય વધારવાનું ન કરે. ચોથે ગુણસ્થાનકે કલ્યબીજ, બાધબીજ કે સમ્યગ્દર્શન પ્રગટે છે. બધા કલેશ છૂટી ઘરમાં જાય છે, તેથી શાંતિ થાય છે. આખા સંસારને આધાર દેહ છે. દેહને લીધે બધે સંસાર છે. અપ્રમત્ત થયો તે પરમાત્મા જ થયો છે. પરમાત્મામાં લીન થાય ત્યારે અપ્રમત્ત કહેવાય છે. જગત આખાને ભૂલી જાય ત્યારે અપ્રમત્ત થાય છે. દેહની પ્રવૃત્તિ શુભાશુભ ભાવે થાય તે પછી શુભાશુભ કર્મ બંધાય. ગપ્રવૃત્તિ કર્મ આવવાનું કારણ છે. સમ્યક્ત્વ થયા પછી અવિરતિ, પ્રમાદ, કષાય, એગ એ કર્મનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416