Book Title: Bodhamrut Part 2
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 394
________________ વચનામૃત-વિવેચન ૩૭૮ અને આત્મા ભિન્ન કરવાની ક્રિયા સુવિચારણા છે. જ્ઞાનીપુરુષનાં વચને દોષ ટાળવા માટે કહેલાં છે, પિતાના દે ટળે ત્યારે જ્ઞાનીનાં વચન સાચાં લાગ્યાં કહેવાય. ગુરુના ઉપદેશ વણ, સરજાય ન જિનરૂ૫; સમજ્યા વણ ઉપકાર શ? સમયે જિન સ્વરૂપ.” સમજાય નહીં તે પછી શું? અને જે સમજે તે જિનસ્વરૂપ થવાય. એવાં વચન છે. આત્માની વાતે મૂકીને જીવ બીજી બીજી વાત કરે છે. અવળા અવળા પ્રશ્ન કરે છે. દિવાથી જેમ ખબર પડે તેમ જ્ઞાનથી ખબર પડે કે આ મને બંધનરૂપ છે ને આ મને છૂટવાનું કારણ છે. લાભ થાય એ ધર્મવ્યાપાર કર. હર્ષશોક ન થવા દે તેનું નામ જ્ઞાન. સમ્યકત્વીને વિપરીત ભા થાય તો તરત દબાવી દે. સંકલ્પવિકલ્પ આવે ત્યારે તરત ખબર પડે કે એવું મને ક્યાંથી આવ્યું? જાણવાગ્ય બંધનાં કારણ અને મેક્ષનાં કારણું છે, તેનું જે જ્ઞાન તે સંવેદન અથવા સમ્યજ્ઞાન છે. પિતાના દેશે અપક્ષપાત ન જુએ તે મુમુક્ષતા નથી આવી. સમ્યક્ત્વનાં નિર્બસ પરિણામ થાય નહીં. દેષને દોષ જાણે છે. બેટાને સારું માને નહીં. “વિષયકષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પિતાનું નિવયપણું જોઈને ઘણે જ ખેદ થાય છે. અને તેને અતિ હઠ કરીને હઠાવે છે.” (૧૯) એટલું બધું જોર કરે છે. સમ્યક્ત્વી મોક્ષ સિવાય બીજું ઇચછ નથી. ધન એને માટી જેવું-પૃથ્વીના વિકાર જેવું લાગે છે. ગયું તેય શું અને આવ્યું તોય શું? બધું પુદ્ગલ છે. હર્ષશોક થવાનાં નિમિત્ત એને નથી લાગતાં. રાજય મળે એ રાજી ન થાય. એને પુદ્ગલમાં તાદાભ્યપણું થતું નથી. [ઉપદેશ છાયા ચાલુ છે. રાત્રે આ અગાસ, ભાદરવા વદ ૯, ૨૦૦૮ દેહ કરતાં આત્માની કાળજી રાખવાની છે. આ મનુષ્યભવમાં એજ કરવું છે. આત્માના કામમાં ઢીલ ન કરવી. ક્યારે દેહ છૂટશે તેની ખબર નથી. અજ્ઞાન અને પ્રમાદ મોટા શત્રુ છે. એને ઘણે ભય છે. પ્રમાદ એટલે આત્મસ્વરૂપથી સૂકવું અને અજ્ઞાન એટલે “દેહ તે હું એમ માનવું. અનંતકાળથી “હું કેણુ છું” એની ખબર નથી. “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” આ જ્ઞાનના અભાવે અજ્ઞાન છે. મનવચનકાયા જડ પરવસ્તુ છે. તેને પિતાનાં માને છે. બીજી વસ્તુનું માહાતમ્ય થાય ત્યારે પ્રમાદ થાય છે. સામાન્ય પ્રમાદ તે ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ વગેરે છે. વિષય, કષાય, વિકથા, નિદ્રા અને કામ એ પાંચ પ્રમાદ કહેવાય છે. એના ઉત્તરભેદે ઘણું છે. પ્રમાદમાં જીવનું બધું જીવન જતું રહે છે. અનંતશક્તિના ધણી આત્માને ભૂલી જાય છે. “ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી.” પ્રમાદને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416