Book Title: Bodhamrut Part 2
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 400
________________ વચનામૃત-વિવેચન ૩૮૫ છીએ. પ્રમાદનું રાજ્ય વતે છે. જગતમાં બધા “કેટલી તપસ્યા થઈ એમ વાત કરે, પણ કૃપાળુદેવ કહે છે કે પહેલું મિથ્યાત્વ કાઢે, પછી તપ. પુરુષ મળ્યા છતાં “પછી કરીશ” એમ કરે તે પ્રમાદ છે. ઉપદેશછાયા ચાલુ) શ્રીરાત્રે આ અગાસ, ભાદ્રપદ સુદ ૯, ૨૦૦૮ કમને વાંક નથી, વાંક પિતાને છે. પિતે પ્રમાદી છે અને વાંક કર્મને કાઢે છે. કમને સંભારે તે કર્મ આવેધમને સંભારે તે ધર્મ આવે. કશું એકાંતે કહેવું નથી. અનાદિકાળથી જીવ રખડે છે, તે સદ્દગુરુના વેગ વિના. સદ્દગુરુના યોગ વિના કલ્યાણ ન થાય. પણ પૂર્વભવમાં સદ્દગુરુ મળ્યા હોય, તેમની પાસે સાંભળ્યું હોય તે કલ્યાણ પૂર્વના સંસ્કારે પણ થાય છે. જ્ઞાની પુરુષ કહે છે કે સદ્દગુરુ વિના છુટાશે નહીં. એ લક્ષેય નથી. સદગુરુ વિના મોક્ષના દ્વારમાં પસાય એવું નથી. હું દાન કરું છું, ધર્મ કરું છું એમ કરે છે, પણ સદગુરુ વિના મારું કલ્યાણ નથી એમ એને લક્ષમાં નથી. જ્ઞાનના બે પ્રકાર છેઃ ૧. વૃક્ષભૂતજ્ઞાન, ૨. બીજભૂતજ્ઞાન. કેવળજ્ઞાન છે તે વૃક્ષભૂતજ્ઞાન છે. અને સમ્યગ્દર્શન તે બીજભતજ્ઞાન છે. જ્ઞાનીને શું કહેવું છે? તે સમજવા યત્ન કરે તો સામે થયો કહેવાય. જ્ઞાની પુરુષ દીવા જેવા છે. ગચ્છ વગેરેમાં અંધારું હોય, તેને જ્ઞાનરૂપી દી કાઢે છે. મારે શું કરવા જેવું છે? શું કરવું છે? તે સૂઝતુંય નથી. ભાન નથી. જીવ અજાણ્યો છે. સત્સંગ જીવને વિશેષ થાય તે સમજાય. સાચી વસ્તુની માહિતી થાય એ જગ મળે તે જીવ ફરી જાય. મેહ છે તેથી બીજાને હલકા માને છે. કર્માધીન શરીર છે, તેને કારણે બીજાને ઉંચાનીચા માને છે, એ મોહ છે. પિતે આત્મારૂપ થાય તે સામાયિક છે. ચાર કષાય અને મન છતાય તે પાંચ ઈન્દ્રિયે જીતાય. મોક્ષે જવું હોય તે પુણ્યપાપ બધાથી છૂટવું પડે. જ્યારે મોક્ષે જાય ત્યારે પુયપા૫ કશું ન રહે. દરેક પિતાનું જીવન તપાસે ખબર પડે કે મિથ્યાત્વના ઉદયે કેવું હોય છે? મિથ્યાત્વ અવસ્થામાં શુભ ક્રિયા કરે છે, પણ એની રુચિ તે બીજી જ હેય. ધર્મ કરવાથી મને પુણ્ય બંધાશે અને સંસારસુખ મળશે એમ ઈન્દ્રિયસુખની જ ઈચ્છા હોય છે. રાગદ્વેષમાં આત્માને ન જવા દે, તે આત્માની સામાયિક થાય. એ સમ્યગ્દર્શન વગર ન થાય. જ્ઞાની પુરુષનાં વચને સાંભળીને ગાંઠે બાંધે તે આત્માની સામાયિક થશે. જ્ઞાની પુરુષનું જે કહેવું છે, તે આત્માને ઓળખવા માટે કહેવું છે, પણ જીવ બહેરા થઈને બેઠે છે. ગણકારતેય નથી. ક્રોધ કરવાની ના કહે તે ન કરે, એમ વચને સાંભળીને ગાંઠે બાંધશે તે બીજી વાર વચન સાંભળવાની ગ્યતા આવશે. આ કાળમાં આત્માની સામાયિક થાય છે, ક્ષાયિક સમ્યગ્દર્શન થાય છે. આ મોક્ષમાર્ગ ખુલ્લે પડ્યો છે. ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416