Book Title: Bodhamrut Part 2
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 396
________________ વચનામૃત–વિવેચન ૩૮૧ જ ખરેખરા વિનય છે. આપણી નિંદા કરતા હૈાય તેના પ્રત્યે પણ દાસત્વભાવ રાખવા. [ઉપદેશછાયા ચાલુ] (૬) પ્રશ્ન-પાંચ ઇન્દ્રિયા વશ કેમ થાય ? શ્રી રા॰ મંદિર આહાર, ફાગણ સુદ ૫, ૨૦૦૮ ઉત્તર—વસ્તુઓ પ્રત્યે તુચ્છસાવ લાવવાથી. પહેલી જિહ્વાઇન્દ્રિય વશ કરવી, તે પછી અધી ઇન્દ્રિયા સહેજે વશ થાય, એને આહાર એ આપવા. રસવાળા ભારે આહાર ન આપવા. આ વસ્તુ સારી છે માટે ખાઈ લઉં' એમ ન કરવું. બહુ સારી શિખામણુ છે. મારે ઇન્દ્રિયાને વશ કરવી છે એવું એને દૃઢ થયું નથી. વૈરાગ્ય હાય તા થાય. જિહ્વાઇન્દ્રિય વશ કરવી તે બધી વશ થશે. ઇન્દ્રિઓને ઉન્મત્ત કરનાર આહાર છે. ઇન્દ્રિયાને ખળ મળ્યું તે તાફાન કર્યાં વિના ન રહે. ઇન્દ્રિયાથી મનને અસર થાય છે. તેથી કમ અધાય છે. વસ્તુના વિચાર હોય તે વૈરાગ્ય સહેજે થાય. દેહનું સ્વરૂપ અશુચિમય છે. ઉપરથી ચામડી સારી દેખીને જીવ મેહ કરે છે. વસ્તુને! ઊંડા વિચાર નથી કરતા. ઉપર ઉપરથી વિચારે તેથી જીવ ભૂલે છે. શરીરનું સ્વરૂપ અંદરથી કેવું છે ? એ નથી વિચારતા. ઇન્દ્રિયેાથી જીવ પાછે વળે, એને માટે જ્ઞાનીપુરુષના આધ છે. એધથી યથાથ વિચાર થાય છે. શરીર અપવિત્ર નથી લાગતું, એટલા માટે અશુચિભાવના ભાવીને માઠુ આછે કરવા. આત્મા ન હોય તા મડદુ છે. પૂજ્યશ્રી—પાંચ ઇન્દ્રિયા દ્વારા જીવ પ્રવર્તે છે, ત્યાં કેમ બંધાય. · પાંચ ઇન્દ્રિયા કેમ વશ થાય? એવું પૂછવાનું આપણને મન થાય છે ? મુમુક્ષુ—ના. પૂજ્યશ્રી—‹ પાંચ ઇન્દ્રિયા મને કમ બંધાવનાર છે, પજવે છે, પાંચ ઇન્દ્રિયાને વશ થાઉં છું એ મારા દોષ છે,’ એમ જેને થાય તે સદ્ગુરુને પૂછે. પૂછતા હોય અને તેના ઉત્તર મળે તા શાંતિ થાય. “આત્માથી સૌ હીન,” આત્માનું માહાત્મ્ય લાગે તેા બધી વસ્તુએ તુચ્છ લાગે. પછી ઇન્દ્રિયા એને પજવે નહીં. એક એક ઇન્દ્રિયને વશ થઈ જીવ પ્રાણ ગુમાવે છે. બધી વસ્તુઓ ઉપર તુચ્છભાવ આવે તે ઈન્દ્રિયા વશ થાય. આ શરીર તુચ્છ વસ્તુ છે. મધી ક્ષણિક વસ્તુમાં કલ્પના કરી જીવે સુખ માન્યું છે, પણ સુખ તે આત્મામાં છે. બીજી કોઈ વસ્તુ સુખ આપે એમ નથી. પાંચે ઇન્દ્રિય વશ કરવી હાય તેણે પહેલાં જીભને સામા પડી વશ કરવી. જિહ્નાઈન્દ્રિય જીતવા જ્ઞાનીપુરુષ પુરુષાર્થ કરે છે. જે જે સારું લાગતું હૈાય તેના ત્યાગ કરે છે. કેટલાક એમ નિયમ કરે છે કે આજ મારે ગળ્યું નથી ખાવું, ખીજે દિવસે મારે ઘી નથી ખાવું, ત્રીજે દિવસે મારે મરચું નથી ખાવું એમ ધી કસરત કરે છે. ઇન્દ્રિયા વશ ન કરી ઢાય તે જીવને નરકે લઈ જાય એવી છે. એને વશ કરે તેા મેાક્ષ થાય. મન જીતવાના ઉપાય ઇન્દ્રિયા જીતવી એ છે. એ ઇન્દ્રિચાને બળવાન કરનાર પૌષ્ટિક આહાર છે. એ ખારાક ઓછા મળે તે ઇન્દ્રિયા મંદ પડે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416