Book Title: Bodhamrut Part 2
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 383
________________ ૩૬૮ બધામૃત સૂઝેય નહીં. કૃપાળુદેવને અંતરંગમાં એટલી વીતરાગતા હતી કે ખાવાનું પણ માંડ માંડ ખાતા હતા. ખાતાં પીતાં પણ આત્માને ન ભૂલ એ એમને લક્ષ હતો. એ આત્માને ભૂલતા જ નહોતા. મનમાં અસંગ થવાની ભાવના હતી. આત્માને સ્વભાવ મૂકી બીજામાં વૃત્તિ કરવાની ઈચ્છા થતી નહતી. એટલે વૈરાગ્ય હતા. સંકલ્પવિકલ્પ કરવાનું જે ચિત્તનું કામ છે તે પણ શાંત થઈ ગયું હતું, આત્મા આત્મભાવે વર્તતે હતે, સમયે સમયે અનંતગુણ વિશિષ્ટ ભાવ વધતું જ હતું. એ કહી શકાય એવી દશા નહતી. એ દશા સમજે એવે છે નહીં. ભગવાને કરે છે એમને સહજે સાંભરી આવ્યો હતે. જડ અને ચેતન બે પદાર્થ સમજવાના છે. [વ. ૫૪] ૨૯૫ શ્રી. રા. આ અગાસ, અષાડ સુદ ૩, ૨૦૦૮ (શ્રીમદુને અંતિમ સંદેશ–અર્થ) ૩૪ શ્રી જિન પરમાત્માને નમ: ઇરછે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. ૧ આત્માથી અનંત સુખને ઈચ્છે છે. અથવા યોગીપુરુષ એટલે જેને પરમાત્મા સાથે યોગ એટલે જોડાણ કરવું છે તે અનંત સુખને ઈરછે છે. મૂળ શુદ્ધ આત્મપદ એવું જે સગી જિનસ્વરૂપ છે તે અનંત સુખનું ધામ છે, તેને જ ગીજન ઇચ્છે છે. આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપથી દર્શાવિયે, તેહ સ્વરૂપ પ્રકાર. ૨ એ આત્મસ્વભાવમાં બુદ્ધિ પહોંચતી નથી. “ જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય?” (૧૭૨). વિચારમાં આવે એવું નથી. એ આત્મસ્વભાવ અગમ્ય છે. એને રસ્તે હવે જોઈએ. એ સ્વરૂપ પ્રાપ્ત કરવા કોનું અવલંબન લેવું? તે કે મૂળ શુદ્ધ સ્વરૂપ અગમ્ય હોવાથી જે સ્વરૂપ જિને પ્રગટ કર્યું છે તેનું અવલંબન લે તે પ્રાપ્ત થાય. જેમ જેમ ભક્તિ થાય તેમ તેમ એ સ્વરૂપ સુધી પહોંચાય છે. જિનપદનું વર્ણન તે સ્વરૂપનું ઓળખાણ થવા કર્યું છે. તે સ્વરૂપ અગમ્ય હોવાથી જિનપદના અવલંબનની જરૂર છે. જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈક લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩ જિનપદ અને નિજપદ એ બેમાં ભેદ નથી. જિને જે સ્વરૂપે પ્રગટ કર્યું છે અને આપણું જે મૂળ શુદ્ધ સ્વરૂપ છે એમાં ભેદ નથી, જિનપદની ભક્તિ કરતાં કરતાં એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416