Book Title: Bodhamrut Part 2
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 371
________________ ૩૫૬ બેધામૃત વાત કેઈ કરતે હેય એવું ન મળે. સન્શાસ્ત્ર પણ હાથમાં આવવા મુશ્કેલ છે. ધર્મની ગરજ ઓછી છે. આત્મા ઓળખે છે એવા લક્ષવાળા થડા છે. “જે સંપ્રદાયમાં આત્માથે બધી અસંગ૫ણાવાળી ક્રિયા હોય, અન્ય કેઈ પણ અર્થની ઈચ્છાએ ન હોય અને નિરંતર જ્ઞાનદશા ઉપર જીવેનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાને જેગ જાણીએ છીએ” (૪૩૦). આ વચનો જેવાં તેવાં નથી. ચેતે તે કામ થઈ જાય. દ્રવ્યાનુયોગ સમજવા માટે યોગ્યતા જોઈએ. દર્શનાહને રસ ઓછો થયો હોય, દેહને લઈને સુખદુઃખી માનવારૂપ વિપરીતતા મટી હોય, હું દેહાદિથી ભિન્ન છું એમ થતું હોય, પાંચ ઈન્દ્રિયના વિષયમાં રમણતા ન હોય, સંસારથી કંટાળ્યો હોય, જન્મમરણ છોડવાનાં છે એમ થયું હોય તેને દ્રવ્યાનુગ પરિણમે છે. પુરુષને સમાગમ હાય નહીં, તે ચારે બાજુ વિષયથી છેતરાય છે. શું કરવાથી કલ્યાણ થાય? તેની ખબર નથી. લૌકિક દષ્ટિ વમી નાખશે ત્યારે એને પરમાર્થ દષ્ટિ થશે. ત્યારે વિષયેનું આકર્ષણ ઓછું થશે. આખું જગત ઇન્દ્રિમાં સુખ માનનારું છે. “સયલ સંસારી ઇન્દ્રિયરામી, મુનિગુણ આતમરામી રે.” (આ. ૧૧). હિતકારી શું? એ લક્ષમાં આવે તે કામ આવે. અહિતકારીને હિતકારી માને એ દશનમોહ છે. લૌકિક દષ્ટિ ઝેર જેવી છે, એમ લાગશે ત્યારે જ્ઞાનીનાં વચને અમૃત જેવાં લાગશે. પહેલાં આત્માથી થવું જોઈએ. “ કષાયની ઉપાતિતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણદયા, ત્યાં આત્માર્થનિવાસ. ' પછી દર્શનમોહ તર થાય. પંચેન્દ્રિય શત્રુઓને ઉપેક્ષા કરી દૂર કરવા. એ જીવને ખેંચી જાય છે. એમાં સુખ નથી એમ સમજાય પછી પુરુષને વેગ સફળ થાય. દર્શનમોહ દર થાય ત્યારે વચને પરિણમે. દ્રવ્યાનુયોગ વિચારવાનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે સંયમ વર્ધમાન થાય તે દ્રવ્યાનુગ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ રુચિ છે. જેટલી રુચિ હોય તેટલું વિય રે. આત્માનાં શાસ્ત્રોમાં રુચિ થાય તે પછી આત્મામાં રુચિ થાય અને તેથી સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ થાય છે. બીજેથી ઊઠે ત્યારે આત્મા ભણી વળે. “હું દેહાદિસ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધચતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું.” (૬૯૨). એમ થાય તો આત્મભાવના થાય. તેથી રાગદેષને ક્ષય થાય. મહાપુરુષ એટલે જેણે આત્મા જાણ્યો છે, આત્મામાં રમણતા કરે છે, તે મહાત્મા છે. “એકાંત સુખી મુનિ વીતરાગ.” જેને કઈ વસ્તુ મારી છે એમ લાગતું નથી, એવા જે અસંગ છે, તેમને આત્મા મારો છે એમ થાય છે. આત્મા ભણી દષ્ટિ જવી મુશ્કેલ છે. કમળ પાણીમાં ઉછરે છે અને તેમાં જ રહે છે, પણ પાણીને અડે નહીં. એવી રીતે જ્ઞાની જગતમાં રહ્યા હોય છે. અસંગપણે રહે છે. જુનાં કમ છેડવાનાં છે, એિ લક્ષ રાખ. આત્મારામ પુરુષ દ્રવ્યાનુયોગના પાત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416