________________
બોધામૃત
જાણવાગ્ય છે તે જણાય છે.
અનંતકાળના અનંતભવમાં મનુષ્યભવ પણ મળ્યા, છૂટવાનાં સાધન પણ કર્યા, પણ “સહુ સાધન બંધન થયાં.” ભૂલ રહી ગઈ છે. તે મૂળમાર્ગમાં કહી છે –
એવા મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ;
ઉપદેશ સશુરુને પામ રે, ટાળી રવછંદને પ્રતિબંધ.” અનાદિના બંધ જવા માટે, જ્ઞાનદર્શનચારિત્રરૂપ મૂળમાર્ગ પામવા માટે, સદ્દગુરુનો ઉપદેશ પામ જઈએ. પરિણામ નથી પામતો તેનાં બે કારણે છેઃ એક સ્વછંદ અને બીજું પ્રતિબંધ. મોટામાં માટે દેશ સ્વછંદ છે. એ જાય તે પ્રતિબંધ જાય છે. સંસારની વાસના રહી છે તેનું કારણ સ્વછંદ છે. સ્વછંદ સપુરુષથી ઓળખાય છે. જેને છૂટવું હોય તેને માટે રસ્તો છે. અનંતકાળથી પરિભ્રમણ થતાં છતાં તેની નિવૃત્તિ, જેણે આત્મા જામ્યો છે તેવા પુરુષ વિના ન થાય. જેણે આત્મા જાગે છે તેવા પુરુષના આશ્રયે જ છુટાય છે. આ વિષમ કાળ છે; હીનપુણ્યવાળા છે ઘણા છે. સાચી વસ્તુ ગમવી બહુ મુશ્કેલ છે. આ જીવે શું કર્યું અને શું નથી કર્યું? તે વિચારવાનું છે. આ મનુષ્યભવ મળે છે તેમાં વખત નકામે ન જવા દે. (૧) ગ્યતા વધે તેવી વિચારણા કરવી. યોગ્યતા સત્સંગથી આવે છે.(૨) કામગની ઈરછા શકી, સ્વછંદ રાકી વૈરાગ્યસહિત સત્સંગ કરે તે યોગ્યતા આવે. (૩) યોગ્યતા માટે બ્રહ્મચર્ય અને સત્સંગ બળવાન સાધન છે. જ્ઞાનીની આજ્ઞા સિવાય બીજી ઈચ્છા કરવી નહીં. પાંચ ઇન્દ્રિમાં વૃત્તિ ન જવા માટે અને પાત્રતા આવવા માટે સત્સંગ કરે. કોઈ પણ પ્રકારને પ્રતિબંધ ન રાખ. મોક્ષ સિવાય બીજી સંસારની ઈચ્છા ન રાખવી. જે કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી.
“ ઉદાસીનતાને જ્યાં વાસ, સકલ દુઃખને છે ત્યાં નાશ. ” જ્યાં સુધી ઉદાસીનતા ન આવે ત્યાં સુધી જપવા જેવું નથી. જીવને બાહ્ય જગતનું માહાભ્ય લાગે છે પણ આત્માની શી વલે થશે? એવો વિચાર નથી આવતો. જીવને જ્ઞાનીપુરુષની ઓળખાણ થવી દુર્લભ છે. મહાપુરુષે બહુ ગંભીર હોય છે. [વ. ૧૯૮]
૪૯ શ્રી રા. આ અગાસ, અષાડ વદ ૪, ૨૦૦૯ પૂજ્યશ્રી–પુરુષને વેગ થયો હોય તે ગ્યતા વધે તેવું કરવાનું છે. જેટલી ગ્યતા હોય તેટલું ગ્રહણ કરી શકે, માટે યોગ્યતા વધે તેમ કરવું. “હું દેહ છું” એમ જ્યાં સુધી હોય ત્યાં સુધી વિષયકષાય ફરી વળે છે. એ મંદ પડ્યા વિના સંસારી ભાવ ઘટે એમ નથી. એ હોય તે સત્સંગ પણ સફળ ન થાય, માટે એ ભાવ છોડીને સત્સંગ કરવાનો છે.
મેક્ષની જ જેની ઈચ્છા છે એ મુમુક્ષુ હોય તે સત્સંગમાં પિતાનું દિલ ખેલે છે. સત્સંગમાં પિતાને પિતાના દે જોવાનું મળે છે, બીજાના ગુણે પણ જવાના મળે. સત્સગમાં જ્ઞાની પુરુષનાં ચરિત્રોને, વચનેને વિચાર થાય તે એ સત્સંગ સફળ છે. પુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org