Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti Author(s): Keshavlal Motilal Publisher: Gujarat Varnacular Society Ahmedabad View full book textPage 8
________________ ( ૭ ). નહિ મોકલવાથી ભૃણ હત્યા ચોટશે અને પાછું એથી અધિક સત્યાનાશ વળશે એવાં એવાં વચને હજી આપણું કાનમાં ગાજી રહ્યાં છે. આવા વિચારે જન્મ પામે એ પણ દેશના ભાગ્યોદયની જ વાત સમજવી તો આવા સમયમાં “જ્યાં રેટી ત્યાં બેટી, કેમ નહિ એ અગત્યનો પ્રશ્ન પણ ઉત્પન્ન કરવામાં આવ્યો છે. એ પ્રશ્ન કંઈ થોડે મહત્વનું નથી. ને તેના નિશ્ચય ઉપર આપણું સંસાર-સુખનો આધાર ઘણે દરજે છે, માટે અમારી સર્વ ભાઇઓને વિનતિ છે કે પક્ષા પક્ષ ને મિથ્યા મમતા મમત બાજુ ઉપર રાખી શાંતપણે આ સવાલને વિચાર કરે, એ આપણી ફરજ છે. ઘણે વખતે પિતાનું સારૂં નરતું કરવાનું માણસના હાથમાં હોય છે, પરંતુ માણસ અનેક વૃત્તિઓથી આડે રસ્તે દોરાય છે, ને તેથી સુખનો ખરો માર્ગ બાજુ ઉપર રહી જાય છે. એને ઉપાય મનની શક્તિ અને ખરા ખોટાની તુલના કરવાની નિર્મળ તથા નિષ્પક્ષપાત બુદ્ધિ છે. દરેક સવાલને વિચાર કરતાં આ રિવાજ જુનો છે કે ન છે એમ વિચારવા કરતાં આ રિવાજથી આપણા દેશને સામાન્ય લાભ છે કે ગેરલાભ છે એને વિચાર કરવો વધારે ઉચિત છે. એ પ્રમાણે આ પ્રશ્નને પણ વિચાર કરવાને છે. હાલ તો આ પ્રશ્નની ઠામ ઠામ ચર્ચા ચાલી રહી છે. હમણું જ જેતપુરના વાણીઆ મહાજને આ પ્રશ્નના સંબંધમાં જુદાં જુદાં મહાજને ઉપર પત્ર લખી તેમના અભિપ્રાય માગ્યા છે. આવે વખતે જ્યાં રોટી વ્યવહાર ત્યાં બેટી વ્યવહાર,’ ન હોવાથી આપણને કેટલી હાનિ થઈ છે અને એવો વ્યવહાર કરવાથી કેટલો લાભ થવાને સંભવ છે; વળી એ વ્યવહાર કરવામાં અડચણે શી છે, ને એ વ્યવહાર કરવાના ઉપાય શા છે; એવો વ્યવહાર આપણા પ્રાચીનું. શાસેની વિરૂદ્ધ છે કે કેમ એ. આદિ બાબતોની ચર્ચા કરવી અવસ્વની છે, અને એવી ચર્ચા વધારે વધારે થતી જાય છે તથા સર્વના મનમાં એવા પ્રતિબંધથી થતી હાનિ અને એ પ્રતિબંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 134