Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti Author(s): Keshavlal Motilal Publisher: Gujarat Varnacular Society Ahmedabad View full book textPage 7
________________ આગળ સુધારાવાળાઓના યત્નનું જોઈએ તેટલું સુતેષકારક ફળ આવ્યું નહિ. સુધારાવાળાના યત્નનું કંઈ ફળ થયું નથી એમ જેઓ ધારતા હશે તેઓ મોટી ભૂલ કરે છે. છોકરા છોકરીઓને કેળવણી આપવાની બાબતમાં, બાળલગ્નની બાબતમાં ને એવી એવી ઘણી બાબતોમાં સુધારાના વિચાર સર્વમાન્ય થતા જાય છે, એ કંઈ નાનું સુનુ ફળ નથી. એ સિવાય સુધારાના વિરૂદ્ધ પક્ષીઓ આજે જે ઉત્પન્ન થયા છે તે પણ સુધારાને જ પ્રતાપ છે. કદાપિ એ વાત અમારા “રૂઢી એજ ઈશ્વર, રૂઢી એજ ધર્મ, ને રૂઢી એજ સર્વસ્વ' એવા આગ્રહી ન્યાયવાળાઓને પસંદ નહિ પડે. કેટલાક અંગ્રેજી ભણેલાઓને પિતાને બાપદાદાના રિવાજે ઉપર અને તેને એના ડહાપણ ઉપર જે દુમલો થતો તે પસંદ ન પડયું, એટલે તેઓ નવી પદ્ધતિએ જુની–ખરેખરી જુની–પ્રાચી––નહિ પણ ચાલતી-રૂઢીઓનો બચાવ કરવા નિકળ્યા, ને થોડે થોડે સુધારાની વિ રૂદ્ધ બોલવા લાગ્યા. સંસારિક સુધારામાં એકાદ બે બાબતો એવી હતી કે એથી સ્વભાવિક રીતે ચાલતી રૂઢીએ વિચાર કર્યા વિના ચાલનારા માણસો ઉશ્કેરાય. પ્રથમ આવા વિષયોની વિરૂદ્ધ અવાજ નિકળવા લાગ્યા. એમ કરતાં કરતાં આવા ઇગ્રેજી ભણેલાઓની સં ખ્યા વધી, ને તેમાં સુધારો જેટલા બળથી દાખલ કરવાને યન કરવામાં આવ્યો હતો, તેટલા બળને પ્રત્યાધાત થયે, ને એક વિરૂદ્ધ પક્ષ બધાયો. બંને પક્ષમાં કંઈક કંઈક આગ્રહનું જોર વધવા લાગ્યું ને કેટલાક દુરાગ્રહી પણ પાકવા લાગ્યા. ધિમે ધિમે એ પણ વ ખત આવ્યો કે વિધવાઓને જીવતાં બાળી મુકવા જેવો નિર્દય, ભનુષ્યહારી, ને જંગલી રિવાજ બંધ થયે એ આ દેશની દુર્દશા થઈ છે એમ કહેનારા, અને ચાલતી રૂઢી સારી હોય કે નરતી હેય પણ તે પાળવી એ ધર્મ છે એમ કહેનારા પણ નિકળી આવ્યા. વિ. ધવાઓને જીવતી બાળી મુકવાને રિવાજા બંધ કરવાથી આપણું સત્યાનાશ વળી ગયું છે, બાર વર્ષની અંદરની બાળકીઓને ધણુ પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 134