Book Title: Bhagavatno Sandesh
Author(s): Bhanuvijay
Publisher: Sarvamangalam Ashram Sagodiya

View full book text
Previous | Next

Page 11
________________ શ્રીમદ્ ભાગવત સપ્તાહ દ્રનો હેતુ અને પ્રવૃત્તિ છાત્રાલયમાં રહેલો વિદ્યાર્થી તેનો અભ્યાસ પૂરો થતાં સ્વગૃહે જવાની તૈયારીમાં જે આનંદ અનુભવે છે તે ખોલીને, લખીને વર્ણવી શકાતો નથી, તેવી જ રીતે ભવાટવીના મુસાફરે તેની જીવનયાત્રા પૂરી થવાના સમયે, જીવનને સાર્થક બનાવવાની તૈયારી કરવામાં, તેના હૃદયમાં આનંદની છોળો ઊછળતી રહે તે માટે ભગવદ્ નામ સ્મરણ, આધ્યાત્મિક, ધાર્મિક વાંચન, સત્સંગ, કથાશ્રવણ વગેરે સાધનોનો આશ્રય કરવો આવશ્યક છે. આ માટે ‘ભાગવત કથા શ્રવણ’ અતિ ઉત્તમ સાધન જણાયું છે. આ હેતુને સિધ્ધ કરવા માટે અમોએ તીર્થ સ્થળમાં દર વર્ષે એક વાર આઠથી દસ દિવસ રહી ત્યાં ‘ભાગવત’ કે ‘રામાયણ’ની કથા શ્રવણ કરવી અને કરાવવી એવું પંદર વર્ષ પહેલાં નક્કી કર્યું. અને સને ૧૯૯૫થી આ સપ્રવૃત્તિ ક્યારેય રોકાયા વિના સતત ચાલુ રહી છે. તેને અમે અમારા ઉપર વરસી રહેલી ઇશ્વર કૃપા સમજીએ છીએ. આ પ્રવૃત્તિમાં અધિક્તમ વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશેલી, સિનિયર સિટીઝન વ્યક્તિઓ જોડાય છે. આમ દર વર્ષે ૨૫૦થી ૩૦૦ વૈષ્ણવજનો આનો લાભ લે છે. અને સૌનો સાથ-સહકાર મળવાથી આ પ્રવૃત્તિમાં વેગ મળતો રહે છે. આ ધ્યેયને ભાગવતના શ્લોકના એક સૂત્રનું સમર્થન મળે છે, જે આ પ્રમાણે છે : ‘સ્મરન્તઃ સ્મારયન્તશ્ર મિથોડઘોઘહર હરિસ્’ (૧૧-૩૩૧નો અર્ધોશ્લોક)તેનો અર્થ છે કે ઃ ‘પરમાત્મા પાપોના સમૂહને એક ક્ષણમાં ભસ્મ કરી દે છે. તેથી તેમનું સ્મરણ સતત કરવું અને અન્યને કરાવવું.’ વળી ભાગવત મહાત્મ્યઃ૪ – ૮/૯માં લખ્યું છે કે ‘‘કળિયુગ રૂપી ગ્રાહ (મગર)થી ગ્રસ્ત જીવના ઉદ્ધાર માટે શ્રીમદ્ ભાગવતનું રસાસ્વાદન કરવું એ એક માત્ર આધાર છે.’’ : એટલે જ ભાગવત સપ્તાહ, કથા આયોજન પ્રત્યેક મુમુક્ષુ શ્રોતાઓને શાંતિનો તેમ જ ભગવદ્ પ્રાપ્તિનો અનુભવ કરાવવા પર્યાસ છે, સક્ષમ છે. સંપર્ક : ડૉ. નવીનભાઈ આર. શાહ ૧૯૩, શ્રીપાદનગર, વી.આઇ.પી. રોડ, કારેલી બાગ, વડોદરા- ૩૯૦૦૧૮ श्रीमह् लागवत सप्ताह ट्रस्टे या पुस्तङ भाटे श. ५,०००/- नो સહયોગ આપ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 224