Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra

View full book text
Previous | Next

Page 7
________________ પ્રસ્તાવના લેખક પરમ પૂજ્ય પરમાત્મભાવ સંનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રી ક્લાપૂર્ણ સૂરીશ્વરજી મહારાજ પરમતારક પરમાત્માની અનંત અપાર કરૂણાનો પુષ્પરાવર્ત-મેઘ સમગ્ર લોક ઉપર નિરંતર અનરાધાર વરસી રહ્યો છે. તે કરૂણાના પ્રભાવે જ સંસારી જીવો અનાદિ નિગોદમાંથી નીકળી મુકિતની સાધના કરી અનુક્રમે મુક્તિના સુખને અર્થાત્ સ્વ-સ્વભાવભૂત આત્મિક સુખ-આનંદને પામે છે, અનુભવે છે. પરમાત્મા સર્વ જીવોને આત્મ-તુલ્ય દૃષ્ટિથી જુએ છે, જાણે છે અને મુક્તિનો મંગલ માર્ગ બતાવી આત્મતુલ્યપદ અર્થાત્ પરમાત્મ-સ્વરૂપનું દાન કરે છે. સ્વતન્ય વીઝ વિશેષણને સાર્થક બનાવે છે. પ્રભુની આ સહજ કરૂણાને જે ભકત-આત્મા પોતાના હૃદય-પાત્રમાં ઝીલી શકે છે, તે વામનમાંથી વિરાટ, જીવમાંથી શિવ બને છે. અને પ્રભુની કરૂણાને જે ઔપચારિક માને છે, માત્ર શાબ્દિક સ્તુતિવાદ સમજે છે, તે પ્રભુ-કરૂણાથી અને તેનાથી મળતા શાશ્વત સુખથી, આનંદથી વંચિત રહી જાય છે. પરમાત્મ-ભકિતરસ નિમગ્ન, પૂજ્ય પન્યાસપ્રવર શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ કે જેમણે પોતાના જીવનમાં શ્રી નમસ્કાર મહામંત્રની સાધના દ્વારા પરમાત્માની કરૂણાનો સાક્ષાત્કાર કર્યો અને તેના ફળરૂપે તેઓશ્રીને પ્રાણીમાત્રના કલ્યાણની, વિશ્વપ્રેમની અને જીવ-મૈત્રીની સાધના આત્મસાત્ બની, જિનવચનના ઊંડા રહસ્યો પ્રાપ્ત થયા અને અનુભવજ્ઞાનની દિવ્ય ભૂમિકા સુધી તેઓ પહોંચી શકયા. શીતલ જલભર્યા સરોવરની પાસે આવનારને શીતલતાનો અનુભવ થયા વિના ન રહે, એમ તત્ત્વદૃષ્ટા સંતપુરૂષોનાં સાન્નિધ્યમાં-સમાગમમાં આવનાર આત્માને આંતરિક શાંતિ અને પવિત્રતાનો અનુભવ થયા વિના ન રહે. પૂ.પન્યાસજી શ્રી ભદ્રંકર વિ. મહારાજના સંપર્ક - સમાગમમાં આવનાર સંતપ્ત વ્યકિતને શાંતિ, અતૃપ્ત વ્યક્તિને તૃપ્તિ, ભકત વ્યક્તિને ભગવદ્ રસ, જિજ્ઞાસુ વ્યકિતને સમ્યજ્ઞાન, શંકિત વ્યકિતને સમાધાન, મુમુક્ષને મોક્ષમાર્ગ અને ધ્યાન - યોગના રસિકને ધ્યાન-યોગનો રાહ મળી રહેતો. વ્યક્તિને ઓળખી, તેને અનુરૂપ માર્ગદર્શન અને આશ્વાસન આપવાની કળા તેઓશ્રીને સિદ્ધ થયેલી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 342