Book Title: Ashtapad Maha Tirth 01 Page 336 to 421
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 11
________________ Shri Ashtapad Maha Tirth આવ્યો તો પણ અષ્ટાપદને અડધે રસ્તે નહીં પહોંચનારને કેવલજ્ઞાન અને હું એમ ને એમ! કારણ શું ? શું નડે છે ? આવા વિચારમાં અટવાયેલા ૧૪૪૨માં ગણધરને કાને શબ્દો પડે છે ઃ તારો મારા ઉપરનો ઘણા ભવ પહેલાંનો રાગ છે. ચિર પરિચિત છો. રાગ છોડી દે તો હમણાં કેવલજ્ઞાન થઈ જાય. ગણધર ગૌતમ પોકારી ઊઠે છે, કેવલજ્ઞાન થાય કે વેગળું રહે, મારે ભગવાન પહેલાં. સાંભળવા પ્રમાણે ભગવંત મહાવીરના ત્રીજા મરીચિના ભવમાં તેમની દીક્ષા છોડી પરિવ્રાજક બનેલી અવસ્થામાં શિષ્ય બનેલા કપિલ રાજપુત્ર ગૌતમ ઈન્દ્રભૂતિનો જીવ હતો. કેટલાયે સાગરોપમ પહેલાંનો સ્નેહરાગ અનેકના સ્નેહરાગ છોડાવનારને પોતાને છૂટતો નથી, તેનાથી વધારે દુ:ખદ, વધારે કરુણ શું હોઈ શકે ? સ્નેહરાગની પરાકાષ્ઠા છે કે રાગ ખોટો જ તેમ પ્રતિબોધી કલાકોમાં કેવલજ્ઞાન આપનારને રોમેરોમમાં સ્નેહરાગ ભરેલો રહે છે. કેટલી વિષમતા ! કેટલી ભયંકરતા !! કેટલા દૃઢ ધ્યાનથી આપણા જેવા પામર જીવોને વિચારવાની વાત છે !!! સ્નેહરાગના અડાબીડ જંગલમાં અટવાયેલા હોવા છતાં જગતના જીવો તરફનો પ્રેમ-લાગણીમમતાયુક્ત અને દ્વેષયુક્ત ઈન્દ્રભૂતિ ગૌતમનો આત્મા જોઈએ. લગભગ એક કોડાકોડી સાગરોપમ જેવા દીર્ઘ સંસારમાં સ્નેહરાગની ભઠ્ઠીમાં શેકાવા છતાં અન્ય જીવોને શાતા-શાંતિ આપવા તરફ સ્વાભાવિક જ ગૌતમ ગણધરનો જીવ ટેવાયેલો છે તે અતિ અદ્ભુત વસ્તુ છે. સામાન્ય રીતે જ્યાં રાગની માત્રા તીવ્ર હોય ત્યાં દ્વેષ પણ તીવ્ર હોય છે. પરંતુ ગૌતમસ્વામીના જીવનમાં તેનાથી તદ્દન વિપરીતતા છે. તેના બે પુરાવા પ્રસિદ્ધ છે. અતિ ઉગ્ર તપ, ઉત્તમોત્તમ ભાવ અને ધ્યાનને કારણે ગૌતમસ્વામીને કેટલીક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. લબ્ધિ એટલે આત્માની અદ્ભુત ચમત્કારિક શક્તિ. ગૌતમસ્વામીએ આ પ્રસંગે અષ્ટાપદ તીર્થ પર જવા માટે તેમની બે લબ્ધિઓનો-જંઘાચારણ લબ્ધિનો અને અક્ષીણમહાનસ લબ્ધિનો-ઉપયોગ કર્યો. જંઘાચારણલબ્ધિ એટલે ધારેલી જગ્યાએ જલ્દી પહોંચવાની પગની શક્તિ. એ શક્તિથી તેઓ અષ્ટાપદ પર્વતની તળેટીમાં પહોંચ્યા અને સૂર્યકિરણ પકડીને પર્વતના શિખર ઉપર ચડી ગયા. તેઓ જ્યારે નીચે ઊતરતા હતા ત્યારે તેમણે અષ્ટાપદ પર ચડવાને ઘણો પરિશ્રમ કરતા પણ સફળ ન થતા એવા ૧૫૦૩ તાપસોને જોયા. કોડિન્ન નામના તાપસે ૫૦૦ શિષ્યો સાથે ઉપવાસના પારણે ઉપવાસ કરીને, દિન્ત નામના તાપસે ૫૦૦ શિષ્યો સાથે છઠ્ઠના પારણે છઠ્ઠ કરીને, શેવાળ નામના તાપસે ૫૦૦ શિષ્યો સાથે અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરીને અષ્ટાપદ પર પહોંચવાનો પ્રયત્ન કર્યો. પરંતુ થોડે થોડે અંતરે જઈ તે સહુ અટકી જતા. શેવાળ અને તેના શિષ્યો પણ સફળતા પામ્યા નહિ. તેઓ સૌએ શરીરે પુષ્ટ અને તેજસ્વી એવા ગૌતમસ્વામીને દર્શન કરીને પાછા આવતા જોયા. તેમની શક્તિથી પ્રભાવિત થઈને તે સહુ તાપસોએ તેમની પાસે દીક્ષા લીધી અને તેમના શિષ્ય બન્યા. ૧૫૦૩ તાપસોને ઉપવાસનું પારણું કરાવવા એક પાત્રમાં ગૌતમસ્વામી ખીર લઈ આવ્યા. ખીર થોડી હતી એટલે એટલી ખીર સહુને પહોંચે એ માટે એમણે અક્ષીણમહાનસ લબ્ધિનો ઉપયોગ કર્યો. તેમણે પોતાનો અમૃતઝરતો અંગૂઠો ખીરના પાત્રમાં મૂક્યો. એથી પાત્રમાંથી ખીર ખૂટી નહિ અને સહુ તાપસોએ સંતોષપૂર્વક પારણું કર્યું. તેથી જ ગૌતમસ્વામીનો મહિમા દર્શાવવા ગવાતું આવ્યું છે ‘અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર; શ્રી ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર.’ - 306 .. Gautam Swami - Ek Adhyayan

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86