Book Title: Ashtapad Maha Tirth 01 Page 336 to 421
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 33
________________ Shri Ashtapad Maha Tirth આગમની સાક્ષીરૂપ વિચારણા “ક્ષેત્રસમાસ' દ્વારા ગણિત યુક્ત બતાવતાં જણાવે છે - “કિહ છે અષ્ટાપદ ગિરિ રે, કેટલા કોષ પ્રમાણ રે, મન. કેમ હુઓ અષ્ટાપદ ગિરિ રે, વર્ણવું વાસ વખાણ રે; મન. આશરે એક લાખ ઉપરે રે, ગાલ પંચાસી હજાર રે, મન. સિદ્ધગિરિથી વેગલો રે, અષ્ટાપદ જયકાર રે; મન. પ્રથમ જળપૂજા ઢાલ પહેલી કડી, દશમી તથા અગિયારમી એટલે શ્રી સિદ્ધાચલ તીર્થથી વાસ્તવિક મૂળ અષ્ટાપદ તીર્થરૂપે (સ્થાપના નિક્ષેપારૂપે નહિ, પરંતુ ભરત ચક્રવર્તીકૃત ભાવ નિક્ષેપારૂપે શ્રીઅષ્ટાપદ તીર્થ-શ્રી સિદ્ધાચલ તીર્થથી એક લાખ પંચાસી હજાર ગાઉ દૂર છે-તેનું ગણિત આ પ્રમાણે ક્ષેત્રસમાસ'ની અઠ્ઠયાસીમી ગાથા અવલોકવાની સૂચના કરી છે. बहिखंडतो बारसदीहा नववित्थडा अउज्झपुरी। सा लवणा वेयड्ढा चउदहियसमं चिगारकला ॥८८।। અર્થ – જગતના દક્ષિણ કિનારથી અને શાશ્વત વૈતાઢ્ય પર્વતથી બરાબર મધ્ય પ્રદેશની ભૂમિમાં આપણી તરફના દક્ષિણ ભાગમાં મધ્ય આર્ય ખંડે-બાર યોજન લાંબી નવ યોજન પહોળી અયોધ્યા નગરી આવેલી છે. તેની નજીકમાં શ્રીઅષ્ટાપદ તીર્થ મૂળ સ્વરૂપે છે. તે આવી રીતે દક્ષિણ દરવાજેથી આ નગરી એકસો ચૌદ યોજન-અને અગિયાર કલા દૂર છે. વળી, નવપુઢવી વિમાકું મિાસુ પમાન ગુનેvi તા આ ગાથાર્ધના પ્રમાણથી- સો સો ગાઉનો એક યોજન પ્રમાણાંગુલે કરી થાય તો-એકસો ને ચૌદ યોજન તથા-અગિયાર કલાને-ગાઉ કરવા સારુ સોળસો ગુણ્યા-અગિયાર કલાના પણ ગાઉ પ્રમાણાંગુલ વડે થાય તો-કવિરત્ન દીપવિજયજી મહારાજે સિદ્ધગિરિથી એક લાખ પંચાસી હજાર ગાઉ દૂર આ તીર્થ છે એવો જે ઉલ્લેખ કર્યો છે તે આ સંખ્યા સાથે બંધબેસે છે આ ગણિતનું પ્રમાણ અમે બતાવી શકીએ એમ છીએ. જૈન અને જૈનેતરોની ભૂગોળ સંબંધી વિચારણામાં-બિંદુ અને સમુદ્રમાં જેટલું અંતર હોય છે, એક પરમાણુ અને મેરુ પર્વતનું જેટલું અંતર હોય છે, તેટલું અંતર જૈન જૈનેતર ભૂગોળમાં છે. એક જંબૂદ્વીપના એક જ ભરતના એકેક ખંડનું સંપૂર્ણ સ્વરૂપ જાણી શકયા નથી તો જેનોની ભૂગોળમાં અસંખ્યા દ્વીપો, અસંખ્યા સમુદ્રો કેવી રીતે જાણી શકે ? જૈન ભૂગોળ એટલે ક્ષેત્રસમાસ જેની પ્રસ્તાવનાલગભગ બાવીસ પાનાની છે-તેમાં આધુનિક જૈનેતરોની ભૂગોળ સંબંધી માન્યતા અને જૈનોની આગમપ્રમાણ માન્યતા-એ બંને માન્યતાઓમાં ઉપર કહ્યા પ્રમાણે અંતર બતાવ્યું છે. આ ભૂગોળ પૂજ્યપાદ વિજય મોહનસૂરીશ્વરજીની સ્થાપના કરેલી વડોદરા જૈન લાયબ્રેરી (પુસ્તકાલય છે) તરફથી આ પુસ્તક છપાયું છે તેની પ્રસ્તાવના વાંચવા ભલામણ છે. તેમજ બૃહસંગ્રહણી, લધુસંગ્રહણી વાંચવા જેવી છે. શ્રીભરત ચક્રવર્તીએ શ્રી ઋષભદેવની નિર્વાણભૂમિ પર-અષ્ટાપદ તીર્થ પર ચોવીસ બિંબ યુક્ત સિંહનિષદ્યા નામનો ત્રણ ગાઉ ઊંચો, ચાર ગાઉ વિસ્તારમાં જૈન પ્રાસાદ બંધાવ્યો હતો, શ્રીગૌતમ ગણધરે અષ્ટાપદ પર્વત પર જઈ યાત્રા કરી પંદરસો ત્રણ તાપસોના પ્રતિબોધ અર્થે જગચિંતામણી ચૈત્યવંદન ત્યાં બનાવ્યું. પ્રથમ ગાથામાં “અઠ્ઠાવય સંડવિયરૂવ” એ પદથી શ્રીઅષ્ટાપદ તીર્થ પર રૂવ-રૂપ એટલે જિનબિંબો - 328 રે Ashtapad Tirth Pooja

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86