Book Title: Ashtapad Maha Tirth 01 Page 336 to 421
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY
View full book text
________________
શ્રી દીપવિજયજી
કૃત અષ્ટાપદજીની પૂજા (સાર્થ)
-
॥ પ્રથમ જલપૂજા પ્રારંભ ॥
(દોહા)
ઋષભ શાંતિ નેમિ પ્રભુ, પારસ શ્રીમહાવીર । નમું પદપંકજ તેહનાં, જે જગતારણ ધીર॥૧॥ જિનશાસનમાં જેહ । મહાનિશીથમાં તેહ ॥૨॥ ભાવસ્તવ મુનિવર કરે, ચારિત્ર જિન ગુણગ્રામ । જેહથી શિવસંપદ વરે, અક્ષય અવિચલ ઠામ ।।ા
પૂજન દોય પ્રકારનાં, દ્રવ્ય ભાવ પૂજા બહુ,
આઠ
દ્રવ્યસ્તવન - જિનપૂજના, વિવિધ પંચપ્રકાર 1 સત્તર એકવીસની, અષ્ટોત્તર જયકાર ॥૪॥ શ્રાવક કરણી દોય છે, દ્રવ્ય ભાવ ગુણગ્રામ । સીંચે ભાવ જળે કરી, સમકિત તરુવર ઠામ ॥૫॥
ભાવે બહુ ફળ સંપજે, ગુણી ગુણાકર જેહ । વર્ણવું ભાવ પૂજક ગુણી, વર્તમાન ગુણ ગેહ ॥૬॥
અર્થ પ્રથમ ઋષભદેવ, સોળમા શાન્તિનાથ, બાવીસમા નેમિનાથ, ત્રેવીસમા પાર્શ્વનાથ, ચોવીસમા મહાવીરસ્વામી. એ પાંચ પ્રભુ ત્રણ જગતના તારનારા અને ધીર એવા ગુણથી સહિત છે, તેમનાં ચરણકમલમાં હું (એટલે પૂજાના રચનારા શ્રીદીપવિજયજી) નમું છું. ॥૧॥
જિનશાસનમાં પૂજા બે પ્રકારની કહી છે. પ્રથમ દ્રવ્યપૂજા અને બીજી ભાવપૂજા. આ બન્ને પૂજાનો અધિકાર ઘણા વિસ્તારથી મહાનિશીથસૂત્રમાં આપ્યો છે. ॥૨॥
ભાવપૂજા મુનિવર કરી શકે છે. તેમાં ચારિત્રનું અને જિનેશ્વર ભગવાનના ગુણસમૂહનું વર્ણન કરે છે. આ ભાવ પૂજાના પ્રભાવથી મુનિવરો અક્ષય અને અવિચલ સ્થાનરૂપ મુક્તિની સંપદા વરે છે. ગા
Ashtapad Tirth Pooja
4 330 ..

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86