Book Title: Ashtapad Maha Tirth 01 Page 336 to 421
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 64
________________ Shri Ashtapad Maha Tirth પૂછવાથી તેઓએ બતાવ્યું છે અને એ વાત સાંભળીને સાઠ હજાર પુત્રોને ધર્મની ઘણી જ અનુમોદના થઈ છે. જેમ કે અહો ધન્ય છે કે અમારા પૂર્વકાળના વડવાઓએ મુખ્ય પાટપરંપરાથી સર્વાર્થસિદ્ધ વિમાન અને મોક્ષ સિવાય બીજી ગતિ પણ મેળવી નથી. આ સાત સિદ્ધદંડિકાનું સ્વરૂપ ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજે “લોકપ્રકાશના ગ્રંથમાં વર્ણવ્યું છે. વળી, પંદરસો ને ત્રણ તાપસો કેવળજ્ઞાન પામ્યા એનું સ્વરૂપ પણ આ ઢાળમાં છે. ઢાળ બીજી વિશેષ ભાવાર્થ – આ ઢાળમાં શ્રી અજિતનાથ પ્રભુના તીર્થમાં સગર ચક્રવર્તી અને તેના સાઠ હજાર પુત્રોએ શ્રી અષ્ટાપદ તીર્થની આરાધના સુંદર રીતે કરી, તેનું સ્વરૂપ બતાવ્યું છે. સાતમી ફળપૂજા વિશેષ ભાવાર્થ – આ પૂજાની પ્રથમ ઢાળમાં અષ્ટાપદગિરિમાં ચતુર્મુખવાળા પ્રાસાદમાં ચાર, આઠ, દશ ને બે એવી સંખ્યાની ગણતરીપૂર્વક સાઠ હજાર પુત્રોએ અષ્ટાપદતીર્થનું ગુણગાન કર્યું છે. ઢાળ બીજી વિશેષ ભાવાર્થ – આ ઢાળમાં અષ્ટાપદ તીર્થની ખાઈ તીર્થ રક્ષણ માટે સગર ચક્રવર્તીના સાઠ હજાર પુત્રોએ કરી છે અને ગંગા નદીનું પાણી પણ તેમાં લાવ્યા હતા તે સાઠ હજારનું સામુદાયિક કર્યુ હતું. તેમને નાગકુમારે બાળીને ભસ્મ કર્યા. તીર્થ રક્ષણના સુંદર આશયથી પુણ્યાનુબંધી પુણ્યની પ્રકૃતિ ઉત્પન્ન કરીને બારમે દેવલોક પહોંચ્યા વગેરેનું વર્ણન છે. આઠમી નૈવેદ્યપૂજા વિશેષ ભાવાર્થ – આ ઢાળમાં શ્રી અષ્ટાપદ તીર્થ પાંચમાં આરાના અંત સુધી રહેશે એ વાત કહી છે. તેમ જ અષ્ટાપદગિરિ ઉપર ચઢતાં એક બે પાવડિયા ઉપર ચઢેલા તાપસોને અષ્ટાપદગિરિના વંદનથી અને ગૌતમસ્વામીએ કરાવેલાં પારણાંથી ચમત્કાર પામી શપકક્ષેણિ પર આરૂઢ થઈ કેવલજ્ઞાન પામ્યા વગેરેનું વર્ણન છે. ઢાળ બીજી વિશેષ ભાવાર્થ – આ ઢાળમાં કવિરત્ન શ્રી દીપવિજયજી મહારાજની ગુરૂની પરંપરાનાં પવિત્ર નામો પ્રદર્શિત કરેલાં છે. અને શ્રી દીપવિજયજી મહારાજે વિક્રમ સંવત્ ૧૮૯૨ના ફાગણ માસમાં આ પૂજાની રચના કરી છે તે નોંધ્યું છે. શ્રી દીપવિજયજી મહારાજ એક કવિરત્ન હતા અને આગમનો બોધ સારો હોવાથી શ્રી અષ્ટાપદ તીર્થનું વર્ણન આગમ દ્વારા જાણી અષ્ટપ્રકારી પૂજા રાગરાગિણીપૂર્વક અનેક ઢાળોથી રચી છે. ૐ હ્રીં શ્રીં અષ્ટાપદતીર્થાય નમો નમઃ | ઈતિ મંગલમ્ . - 359 a Ashtapad Tirth Pooja

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86