Book Title: Ashtapad Maha Tirth 01 Page 336 to 421
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 71
________________ Shri Ashtapad Maha Tirth रंजतो वणराई, कंचणवन्नेण नाह देहेण । धन्नाई मयकुलाइं, ते धन्ना जेहिं दिट्ठोसि ।।७।। કાયા તમારી કનકવરણી, તેજપુંજ વિખેરતી, વનરાઈ પૂર્ણ વિહારપથની તેથી રંગાઈ જતી; તે દૃશ્યના સાક્ષી મૃગોના વૃંદ પણ અતિ ધન્ય છે, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે.૭ नमिविनमी रायाणो, तह पयपउमंमि नाहमल्लीणा । पत्ता वंछियरिद्धिं, ते धन्ना जेहिं दिट्ठोसि ।।८।। બે ભાઈ નમિ ને વિનમિએ તુજ ચરણરુપી પધમાં, થઈ લીન કીધી સેવના કેવી ગજબ વન ભોમમાં; કે સર્વ વાંછિત રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થઈતી એમને, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે.૮ गयपुर सेयंसराइणो, पढमदिन्नपारणए । इक्खुरसं विहरंतो, ते धन्ना जेहिं दिट्ठोसि ।।९।। સોહામણું તે હસ્તિનાપુર નગર પહેલા પારણે, જ્યાં આપ જઈ ઊભા હતા, શ્રેયાંસનૃપને બારણે; વહોર્યો હતો ત્યાં ઈક્ષરસ કરયુગલ લંબાવી તમે, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. अध्धतेरसकोडीओ, मुक्का सुरवरेही तुम्हे (हे) हिं । उक्कोसा वसुहारा, ते धन्ना जेहि दिट्ठोसि ।।१०।। અવસર્પિણીના પ્રથમ એ ભિક્ષા ગ્રહણનાં અવસરે, થઈ હરખ ઘેલા દેવગણ ઉત્કૃષ્ટ વસુધારા કરે; થઈ સાડી બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ આંગણે, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે.૧૦ छट्ठठ्ठ मदसमदुवालसेहिं मासद्धमासखमणेहिं । उग्गं तवं तवंतो, ते धन्ना जेहिं दिट्ठोसि ।।११।। છધસ્થ કાળે છઠ અઠમ દશમ દ્વાદશ ભક્તને, પન્નર વળી માસક્ષમણના ઉગ્ર તપ આચારને; પ્રભુ નિત્ય કરતા'તા ઉમંગે આપ વારંવાર છે, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે.૧૧ लंबतबाहुजु(जु)यलो, निच्चलकाओ पसन्नचित्तमणो । धम्मज्ज्ञाणंमि ठिओ, ते धन्ना जेहिं दिट्ठोसि ।।१२।। એકાંતમાં જ્યારે તમે બે હાથને લાંબા કરી, કાયા કરી થિર ચિત્તને મન સુપ્રસન્નપણે ધરી; નિષ્કપ કાયોત્સર્ગમાં ધરતા ધરમના ધ્યાન ને, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે.૧૨ तह पुरिमतालनयरे, नग्गोहदुमस्स संठिओ हिठ्ठा । केवलमहिमा गहिओ, ते धन्ना जेहिं दिट्ठोसि ।।१३।। રુડી અહો તે પુરિમતાલ પુરી અયોધ્યાનું પરું, રુડો હજારો ડાળથી તે વિસ્તરેલો વટતરુ; જ્યાં ધ્યાનની ધૂણી ધખાવી વર્યા કેવળજ્ઞાનને, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે.૧૩ पउमेसु ठविअचलणो, बोहंतो भविअकमलसंडाइ । सामिअ तेच्चिअ धन्ना, ते धन्ना जेहिं दिट्ठोसि ।।१४।। નવ કનક કમળ પાય ઠવતાં વિચરતાં પૃથ્વીતળ, ભવ્ય રુપી કમળવનને ખીલવે પ્રવચનબળે; તુજ દેશનાથી જે થયા પ્રતિબદ્ધ તે અતિધન્ય છે, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે.૧૪ Ashtapad Tirth Stavan - 366 રેખ

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86