Book Title: Ashtapad Maha Tirth 01 Page 336 to 421 Author(s): Rajnikant Shah, Kumarpal Desai Publisher: USA Jain Center America NY View full book textPage 1
________________ તે રાવણ-મંદોદરી ભક્તિ અને ધરણેન્દ્ર સંવાદ છે પુષ્પક વિમાનમાંથી રાવણનું અંતઃપુર. પરિવાર વગેરે રાવણની પાસે ઉપસ્થિત થઈ ગયો. બધાની સાથે ત્યાંથી અષ્ટાપદ પર્વત પર ભરતેશ્વરે નિર્માણ કરેલા અનુપમ જિનચૈત્યો તરફ ગયો. ચન્દ્રહાસ વગેરે શસ્ત્રોને બહાર મૂકી તે અંદર ગયો. ઋષભદેવથી માંડી વીર-વર્ધમાનસ્વામી પર્યન્ત ચોવીસે તીર્થકરોની અષ્ટપ્રકારી પૂજા કરી. પછી શરૂ કરી ભાવપૂજા. રાવણ વીણા વાદનમાં અને મંદોદરી નૃત્ય કરવામાં કુશળ હતાં. રાવણે હાથમાં લીધી વીણા. વીણાના તાર ઝણઝણી ઊઠ્યા. અંતઃપુરની રાણીઓએ ઝાંઝરનો ઝમકાર સાથે કોકિલા કંઠના કમનીય સૂરો છેડ્યા ...વીણાના સૂરો સાથે કંઠના સૂરોનું મિલન થયું... અને ભક્તિરસની છોળો ઊછળવા માંડી. આ બાજુ મંદોદરી પ્રભુની નૃત્યભક્તિમાં અને રાવણ વાઘભક્તિમાં લયલીન બને છે ત્યાં જ વીણાનો એક તાર તૂટે છે, મંદોદરીની નૃત્યભક્તિમાં ભંગ ન પડે એટલે સિદ્ધ થયેલી ‘લઘુલાઘવી વિદ્યા દ્વારા રાવણે પોતાની જાંઘમાંથી એક નસ કાઢીને તૂટેલા તંતુને સાધે છે, અને વીણાવાદન ચાલુ રાખે છે. સમય વીતતો જાય છે... રાવણના દિલનું દર્દ દીનાનાથના દિલને ભીંજવી દેવા મથી રહ્યું છે.. રાવણની સૃષ્ટિમાં ફકત નાથ તીર્થંકરદેવ સિવાય કોઈ નથી. પરમાત્મસૃષ્ટિની પરમ માધુરીમાં મસ્ત બની રાવણ ડોલી રહ્યો છે. આ પ્રસંગને વર્ણવતા પઉમચરિઉં ના કર્તા આ. વિમલસૂરિ સક્ઝાયમાં કહે છે કે, કરે મંદોદરી રાની નાટક રાવણ તંત બજાવે રે, મૃદંગ વીણા તાર તંબુરો પગરવ ઠમ ઠમકાવે રે. ભક્તિ ભાવે નાટક કરતાં ટૂટી તંત વિચારે રે, સાંધી આપ નસે નિજકરથી લઘુ કળા તત્કાળ રે. દ્રવ્ય ભાવ ભક્તિ નવી ખંડી તોય અક્ષય પદ સાધ્યો રે, સમકિત સુરતણું ફળ પામીને તીર્થંકર પદ બાંધ્યું રે. Ravan Mandodari Bhakti-Dharnendra Samvad Upcoming Vol. XXI Ravan-Mandodari Bhakti & Dharnedra samvad – 5 296 -Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 86