Book Title: Ashtapad Maha Tirth 01 Page 336 to 421 Author(s): Rajnikant Shah, Kumarpal Desai Publisher: USA Jain Center America NY View full book textPage 2
________________ Shri Ashtapad Maha Tirth આ સમયે જ અન્ય દેવતાઓથી પરિવરેલા પાતાળલોકના ઈન્દ્ર ધરણેન્દ્ર અષ્ટાપદ તીર્થમાં પ્રભુભક્તિ કરવા આવે છે. ધરણેન્દ્ર બહારથી મધુર વીણાવાદન સાંભળે છે. દરવાજાની અંદર જઈને જુએ છે તો લંકાપતિ રાવણ વીણા વગાડી રહ્યા હતા અને મંદોદરી નૃત્ય કરી રહી હતી. ભક્તિમાં લયલીન થયેલા તે બંનેને જોઈને ધરણેન્દ્ર વિચારે છે કે, અત્યારે જો દેવતાઓ સહિત અંદર દાખલ થઈશ તો ભક્તિમાં ભંગ પડશે, આવું વિચારી વિવેકી ધરણેન્દ્ર રાવણની ભક્તિ પૂર્ણ થાય ત્યારે જ અંદર જવું તેવો નિર્ણય કરે છે. આથી તે દિવ્યપુરુષ જિનાલયના એકાંત ખૂણામાં ઉભા-ઉભા રાવણ-મંદોદરીની જિનભક્તિમાં લીન બની ગયો. એ પણ તીર્થની યાત્રા કરવા માટે આવ્યો હતો. પરંતુ જ્યાં તેણે જિનાલયના ભવ્ય દ્વારમાં પ્રવેશ કર્યો ત્યાં જ તેના કાને દિવ્ય ભાવપૂજાના સૂરો પડયા.. પછી તો એ ધીમે પગલે એવી રીતે અંદર પ્રવેશ્યો કે કોઈ જાણી ન શકે. રાવણે જ્યાં પૂજા પૂર્ણ કરી ત્યાં ધરણેન્દ્ર બોલ્યો : “રાવણ ! કમાલ કરી તે ! અરિહંતના ગુણોનું જે તેં કીર્તન કર્યું, તે અભૂત છે ! તારા પર હું તુષ્ટ થઈ ગયો છું !” ના રે ના. હું શું સ્તવના કરી શકું ? હું તો મારા ભાંગ્યાતૂટ્યા...” “ના ના. તે તને શોભે એવી ભવ્ય ભક્તિનું ફળ મોક્ષ છે. છતાં તું કહે ? હું તને શું આપું? તું કંઈક મારી પાસે માંગ.” ધરણેન્દ્ર ખૂબ પ્રસન્ન મુખે રાવણને કહ્યું, ‘નાગેન્દ્ર ! ત્રિલોકપતિની ગુણસ્તુતિથી તમે પ્રસન્ન બનો તે યોગ્ય જ છે ! સ્વામીનો ભકત સ્વામીના ગુણો સાંભળીને હસે જ, નાચે જ ! બાકી તો હે ધરણેન્દ્ર ! પ્રસન્ન બનીને તમે મને વિભૂતિ આપવા ઉત્કંઠિત બન્યા છો તે તમારી સ્વામીભક્તિનો ઉત્કર્ષ સૂચવે છે, જ્યારે હું જો એ લઉં તો મારી સ્વામિભક્તિનું હીણપણું લાગે !' રાવણની નિઃસ્પૃહતા પર ધરણેન્દ્ર તાજુબ બની ગયો. ‘દશમુખ ધન્ય છે તારી નિઃસ્પૃહતાને! હું તારા પર અધિક તુષ્ટ બન્યો છું... તારી નિઃસ્પૃહતાને નતમસ્તકે વારંવાર અનુમોદું છું !” કહીને ધરણેન્દ્ર રાવણને “અમોધ-વિજયા” નામની બહુરૂપકારિણી વિદ્યા આપી અને ત્યાંથી ચાલ્યો ગયો. - નિરાકાંક્ષભક્તિનો આદર્શ આપનાર દશમુખનું કેવું ઉજ્જવલ આત્મત્વ ! પ્રભુભક્તિ એટલે બજારમાં સોદો કરવાની વસ્તુ નથી, એ વાત રાવણના અંતઃસ્તલમાં કેવી અંકિત થઈ ગઈ હશે ? જગતની તમામ ભૌતિક વસ્તુઓનાં મૂલ્ય કરતાં પરમાત્માની ભક્તિનું મૂલ્યાંકન એને હૈયે કેવું ચઢિયાતું વસ્યું હશે ? પરમાત્માની ભક્તિથી જગતની કોઈ પણ સમૃદ્ધિ ખરીદવાનો નાનો શો પણ ખ્યાલ એના મનમાં ન હતો, તે શું રાવણની ઉત્તમતા પુરવાર કરવા સમર્થ નથી ? અહીં રાવણને અમોઘવિદ્યા વરી. આમ રાવણ-મંદોદરી અદ્ભુત પ્રભુભક્તિ કરી અષ્ટાપદથી પરત આવ્યાં. Ravan Dharnendra Samvad Upcoming Vol. XXI - 297 4- Ravan-Mandodari Bhakti & Dharnedra SamvadPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 86