Book Title: Ashtapad Maha Tirth 01 Page 336 to 421
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 14
________________ એક વખત ફરીને આવીને મુનિ નાગેન્દ્ર ગોચરી વહોરવા ગયા હતા. ઉપાશ્રયમાં પાછા આવી ગુરુ વડે પ્રેરણા કરાયેલો તે બાલસાધુ સુંદર એવી ગાથા વડે પાણીની આલોચના કરતો હતો. આલોચના કર્યા બાદ ગુરુની સમક્ષ એક શ્લોક બોલ્યા - अब तंबच्छीए अपुप्फियं पुष्कदंतपंतीए । नवसालिकंजियं नव वहूइ कुडएण मे दिनं ॥ १ ॥ જેનો અર્થ હતો, ‘તાંબાના જેવા રકત નેત્રવાળી, પુષ્પસરખા દાંતની પંક્તિવાળી, નવી પરણેલી યુવાન સ્ત્રીએ માટીમય પાત્રમાંથી આ કાંજીનું પાણી આપ્યું.’’ Shri Ashtapad Maha Tirth ગુરુ મહારાજે આવું શૃંગારપૂર્ણ વર્ણન સાંભળીને શિષ્ય પર ક્રોધાયમાન થઈ કહ્યું કે ‘પત્નિતોઽસિ’” અર્થાત્ “તું રાગરૂપી અગ્નિથી પ્રદીપ્ત થયેલો છે.’’ હાજરજવાબી મુનિ નાગેન્દ્રે નમ્ર બનીને ગુરુને કહ્યું, “પલિતમાં એક માત્રા વધારીને મને પાલિત બનાવવાની કૃપા કરો.' આનો અર્થ એ હતો કે મને આકાશગમન કરી શકાય તેવી પાદલિપ્ત વિદ્યાનું દાન કરો જેથી હું પાદલિપ્ત કહેવાઉં. મુનિ નાગેન્દ્રની વિચક્ષણ બુદ્ધિ જોઈને આચાર્યે ‘‘પાદલિપ્તો ભવ’ એવા આશીર્વાદ આપ્યા, ત્યારથી મુનિ નાગેન્દ્રનું નામ પાદલિપ્ત તરીકે પ્રસિદ્ધ થયું અને સાથોસાથ પગમાં લેપ કરવાથી ઊડવાની ચમત્કારિક શક્તિ પ્રાપ્ત થઈ. પોતાની આ શક્તિથી તેઓ રોજ શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, સમેતશિખર અને અર્બુદગિરિ આ પાંચ તીર્થોની યાત્રા કર્યા બાદ જ આહાર-પાણી ગ્રહણ કરતા હતા. अट्ठावयम्मि उसभो, सिद्धिगओ वासुपुज्ज चंपाए । पावा वद्धमाणो, अरिट्ठनेमि य उज्जिते ॥ १ ॥ अवसेसा तित्थयरा, जाइजरामरणबंधणविमुक्का । सम्मेयसेलसिहरे, वीस परिनिव्वुए वंदे ॥२॥ અષ્ટાપદ ઉપર શ્રી ઋષભદેવ સિદ્ધિ પામ્યા, ચંપાપુરીમાં વાસુપૂજ્ય મોક્ષ પામ્યા. પાવાપુરીમાં વર્ધમાન સ્વામી મોક્ષ પામ્યા. ઉજજયંતગિરિ ઉપર અરિષ્ટનેમિ મોક્ષ પામ્યા. બાકીના ૨૦ તીર્થંકરો સમ્મેતશિખર ઉપર જન્મ-જરા ને મરણના બંધનથી મુકત થઈ મોક્ષ પામ્યા. તેઓને હું વંદન કરું છું. પોતાના સ્થાનમાં આવીને પાદલિપ્તસૂરીશ્વર પ્રાયઃકરીને રસવગરના આહારને ખાય છે. કહ્યું છે કેઃ यद्दूरं यद्दूरारध्यं, यच्चदूरे व्यवस्थितम्। तत् सर्वं तपसा साध्यं तपो हि दुरतिक्रमम् ॥ જે દૂર હોય, દુઃખે કરીને આરાધી શકાય એવું હોય, દૂર રહેલું હોય તે સર્વ તપ વડે સાધી શકાય છે. ખરેખર તપ દુર્લધ્ય છે. તે તપ વડે તે આચાર્યને અનેક શ્રેષ્ઠ વિદ્યાઓ થઈ. એમણે જીવાજીવોત્પતિ પ્રાભૃત, વિદ્યા પ્રાભૃત, સિદ્ધ પ્રામૃત અને નિમિત્ત પ્રાકૃત એવી અન્ય ચાર સિદ્ધ વિધાઓ મેળવી હતી. એકવાર નાગર્જુન નામના સિદ્ધ યોગીએ પથ્થર કે લોખંડને સુવર્ણ બનાવતા કોટિવેદ રસનું પાત્ર પોતાના એક શિષ્ય સાથે મોકલાવ્યું. આચાર્ય પાદલિપ્તસૂરિએ કહયું કે– સાધુ માટે તો સુવર્ણ અને કાંકરા બંને સમાન હોય છે. મારે આની જરૂર નથી. આથી નાગાર્જુન ગુસ્સે થયો, પરંતુ પાદલિપ્તાચાર્યે સ્પશે અને મૂત્રાદિથી સુવર્ણશિલા બનાવી દીધી. પરિણામે નાગાર્જુનનો ગર્વ ગળી ગયો અને એમની સાથે રહેવા લાગ્યા. પાદલિપ્તાચાર્ય પાસેથી એમણે આકાશગામિની વિદ્યા મેળવી. નાગાર્જુને આચાર્યશ્રીને વિનંતી કરી કે 44 309 - Shri Padliptsuri

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86