Book Title: Ashtapad Maha Tirth 01 Page 336 to 421
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 41
________________ Shri Ashtapad Maha Tirth ॥ મંત્રનો અર્થ ॥ અર્થ ૐ હ્રીં શ્રી એવા પ્રકારના મંત્રપૂર્વક પરમપુરુષ એવા પ્રભુ, વળી, પરમ ઐશ્વર્યવાળા, અને જન્મ તેમજ મૃત્યુને નિવારણ કરનારા, બાહ્ય અને અત્યંતર લક્ષ્મીયુક્ત, વળી રાગદ્વેષના જિતનારા, વળી ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત ઉપર પ્રતિમારૂપે સ્થાપન કરેલ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ અને અજિતનાથ, તેમજ દક્ષિણ દિશામાં સ્થાપન કરેલા શ્રી સંભવનાથ, શ્રીઅભિનંદનસ્વામી, સુમતિનાથ અને પદ્મપ્રભ એમ ચાર તીર્થંકર; વળી, પશ્ચિમ દિશામાં સ્થાપન કરેલા સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્યસ્વામી, વિમલનાથ, અને અનંતનાથ એમ આઠ તીર્થંકર; વળી, ઉત્તર દિશામાં સ્થાપન કરેલા ધર્મનાથ, શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, મિનાથ, પાર્શ્વનાથ, અને વર્ધમાનસ્વામી, એમ દશ તીર્થંકર-એવી રીતે બે, ચાર, આઠ અને દશ એમ ચોવીસ તીર્થંકર થાય, તે સર્વે કર્મકલંકથી રહિત છે; રાગદ્વેષના જીતનાર છે, વિશ્વના નાથ છે અને તેમના દેહનો વર્ણ, લાંછન અને શરીરની ઊંચાઈ પ્રમાણે ભરત ચક્રવર્તીએ ચોવીસ પ્રભુનાં બિંબ ભરાવ્યા છે. એવા ચોવીસ તીર્થંકર પ્રભુની જળપૂજા અમે કરીએ છીએ. આવી રીતે મંત્રાક્ષરોમાં ‘સ્વાહા' શબ્દથી કહેલું છે. - ॥ અથ શ્લોક ॥ વિમલકેવલભાસનભાસ્કરું, જગતિ જન્તુમહોદયકારણમ્ ॥ જિનવરં બહુમાનજલૌઘતઃ, શુચિમનાઃ સ્નાપયામિ વિશુદ્ધયે ॥૧॥ (હવે શ્લોકનો અર્થ જણાવે છે) નિર્મળ કેવળજ્ઞાનથી લોકાલોકના ભાવ પ્રગટ કરવામાં સૂર્ય સમાન; વળી, ત્રણ જગતના જન્તુના મહોદયમાં કારણભૂત એવા જિનેશ્વર પ્રભુનું બહુમાનપૂર્વક જળના સમૂહથી પ્રભુની જળપૂજા હું ચિ મનવાળો થઈને આત્માની શુદ્ધિને અર્થે કરું છું. - અર્થ હે ભવ્ય જીવો ! ચંદનની સુખાકારી એવી બીજી પૂજા કરો. ચંદનથી પ્રભુના શરીર ઉપર લેપ કરતાં વાંછિત ફલની પ્રાપ્તિ થાય છે. ॥૧॥ ॥ ઢાળ બીજી ॥ (દલ વાદલનાં પાણી કુણ ભરે – એ દેશી) અષ્ટમી ચૈત્ર વદીની મધ્ય રયણી, ઋષભના જન્મ સોહાય છે રે । જેનાં માંગલિક નામ ગવાય છે ॥ ॥ દ્વિતીય ચંદન પૂજા પ્રારંભ ॥ (દોહા) બીજી પૂજા ભવિ કરો, ચંદનની સુખકાર ॥ ચંદનથી તનુ લેપતાં, વાંછિત ફલ દાતાર ॥૧॥ કોડા કોડી દેવ ઇંદ્ર મેરુગિરિ લાવે, Ashtapad Tirth Pooja જોતાં તે આનંદ પાય છે રે । જેનાં ॥૧॥ ૭૬ 336 -

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86