Book Title: Ashtapad Maha Tirth 01 Page 336 to 421
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 44
________________ Shri Ashtapad Maha Tirth ઈશ્તાગમાંથી સૂરજવંશી, ભરતેશ્વર નૃપ દીપે રે ! ઈસ્વાગમાંથી ચન્દ્રવંશ તે, બાહુબળી જગ જીતે ધન જેમાં શા ઋષભાદિક ચોવીસ જિનવરનાં, ગોત્રને વંશ વખાણ્યાં રે દીપવિજય કવિરાજ પ્રભુજી, કલ્પસૂત્રથી જાણ્યાં | ધન છે જેમાં, મેટા, અર્થ - હવે શ્રી ઋષભદેવ ભગવાનનાં ઈન્દ્ર મહારાજાએ સ્થાપન કરેલાં વંશ અને ગોત્ર એમ બન્નેને વખાણું છું. તે વંશ અને ગોત્ર ચોથા આરાના એક કોડાકોડી સાગરોપમમાં હાલ પ્રત્યક્ષ રીતે વર્તે છે. એવા ઋષભદેવ ભગવાનના વંશ અને ગોત્રને ધન્ય હો ! જેમનાં વંશ અને ગોત્રમાં શ્રી નેમિનાથ અને શ્રી મુનિસુવ્રતસ્વામી એ બન્ને તીર્થકરને છોડી દઈને બાકીના બાવીસ તીર્થંકર થયા છે. શ્રી ઋષભદેવ ભગવાનના વખતમાં પાંચ મેઘથી જંગલની સર્વ વનસ્પતિ પ્રફુલ્લિત થઈ અને સાત વાર ફરીફરીને નવ પલ્લવિત થઈ, તેમાં શેરડીની પણ ઉત્પત્તિ થઈ. પ્રભુના ગોત્ર અને વંશના નામ સ્થાપન કરવાને માટે પ્રથમ કલ્પના ઈન્દ્રને હર્ષોલ્લાસ થયો. આકાશમાંથી ઊતરી મનુષ્યલોકના ભરતક્ષેત્રમાં આવી શેરડીનો સાંઠો લીધો. શ્રી નાભિરાજાના ખોળામાં બેઠેલા એક વર્ષની ઉંમરવાળા પ્રભુ પાસે શેરડીનું ભેટશું કર્યું, પ્રભુએ હાથ પસારી શેરડી લીધી, તે વખતે ઈન્દ્ર મહારાજાએ કાશ્યપ ગોત્ર અને ઈક્વાકુ વંશ એવા નામથી ગોત્ર અને વંશની સ્થાપના કરી. આ બાવીસ તીર્થંકરનાં ગોત્ર અને વંશ પ્રભુજીના નામવાળાં જ હતાં પરંતુ નેમિનાથ અને મુનિસુવ્રતસ્વામી એ બન્ને તીર્થંકરો હરિવંશ અને ગૌતમતીર્થ ગોત્રીયા હતા. ઋષભદેવ ભગવાનના વંશ અને ગોત્રમાંથી છત્રીસ પ્રકારના ક્ષત્રિય રાજકુલ પ્રગટ્યાં. તેમાં ઈક્વાકુ વંશમાં ભરતના પુત્ર સૂર્યયશાથી સૂર્યવંશ પ્રગટ્યો, તેમ જ ઇક્વાકુ વંશમાંથી બાહુબલીના પુત્ર ચંદ્રયશાથી ચન્દ્રવંશ પ્રગટ્યો. તેના મુખ્ય વડવાના વડવા ભરત ચક્રવર્તી હતા અને ચન્દ્ર વંશમાં બાહુબલીજી હતા. કવિરત્ન શ્રી દીપવિજયજી મહારાજ કલ્પસૂત્રમાંથી જાણીને આ ચંદન પૂજાની બીજી ઢાળમાં ચોવીસે તીર્થકરોનાં ગોત્ર અને વંશ વખાણે છે. આવા શ્રી ઋષભદેવ પ્રભુનાં વંશ અને ગોત્રને ધન્યવાદ હો || ૧ થી ૮ છે. મંત્ર પૂર્વવત્ જાણવો. ચંદન પૂજાનો શ્લોક આ પ્રમાણેસકલમોહનમિસવિનાશન, પરમશીતલભાવયુત જિનમ્ | વિનયકુંકુમદર્શનચંદને, સહજતત્ત્વવિકાશકૃતેડર્ચયે ૧૩ અર્થ - સર્વ મોહરૂપી અંધકારને નાશ કરનાર અને પરમ શીતલ ભાવયુક્ત તથા રાગદ્વેષને જીતનાર એવા તીર્થકર દેવની સ્વભાવિક તત્ત્વના વિકાસને માટે વિનયરૂપ દર્શન અને કંકરૂપ ચંદન વડે હું પૂજા કરું છું ૧ છે તૃતીય પુષ્પપૂજા પ્રારંભ છે (દોહા) ત્રીજી પૂજા કુસુમની, કીજે ભવિ ગુણ હેત ! ઈહભવ પરભવ સુખ લહે, સિદ્ધિતણા સંકેત છે ૧ | - 339 ર. - Ashtapad Tirth Pooja

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86