Book Title: Ashtapad Maha Tirth 01 Page 336 to 421
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 60
________________ Shri Ashtapad Maha Tirth ઢાળ | (રાગઃ ધનાશ્રી-ગિરુઆ રે ગુણ તુમ તણા-એ દેશી) ચારિ અઠ દશ દોય મળીને, ચોવીસ જિન ગુણ ગાયા રે ! કૈલાસ શિખરે પ્રભુજી બિરાજે, અષ્ટાપદ ગિરિએ પ્રભુજી બિરાજે; ભરતે બિંબ ભરાયા રે, લાંછન વર્ણ સોહાયા રે . દેહ પ્રમાણ કહાયા રે, ગાયા રે મેં જિનપતિ ગાયા ના તપગચ્છપતિ વિજયાનંદસૂરિ, લક્ષ્મીસૂરિગચ્છરાયા રે તાસ પરંપરા ધર સૂરીશ્વર, ધનેશ્વરસૂરિ સવાયા રે _ ગાયા રા. રાદેર બંદર સંઘ વિવેકી, લાયક ગુણ નિપજાયા રે | અષ્ટાપદના મહોત્સવ કારણ, પૂજા ગુણ ગવરાયા રે | | ગાયા, કાાં આગમ અભ્યાસી ઉપદેશી, રાજેન્દ્રવિજય કહાયા રે | તેહના વચન સંકેતને હેતે, સુકૃત લાભ કમાયા રે | | ગાયા. ૪ સંવત્ અઢાર બાણું વરસે, ફાગણમાસ સોહાયા રે પ્રેમરત્ન ગુરુ ચરણ પસાથે, અમૃત ઘન વરસાયા રે | ગાયા, પણ દીપવિજય કવિરાજ સવાઈ, મંગલ ધવલ સવાયા રે છે. મુગતા અક્ષત ફૂલ વધાવો, અષ્ટાપદગિરિ રાયા રે | ગાયા, ૬ા અર્થ – ચાર, આઠ, દશ અને બે એમ મળીને ચોવીસ પ્રભુના ગુણ ગાયા. કૈલાસના શિખર ઉપર એટલે બીજા નામ તરીકે અષ્ટાપદગિરિ ઉપર ભરતે ભરાવેલાં બિંબ શોભે છે. લાંછન, વર્ણ અને દેહપ્રમાણ વગેરે શિલ્પશાસ્ત્રના નિયમપૂર્વક એ અપૂર્વ બેઠકની રચના મેં કહી અને જિનેશ્વર ભગવાનના ગુણ ગાયા છે. હવે આ પૂજાના રચયિતા પોતાના નામપૂર્વક પોતાના વડેરા ગચ્છાધિપતિઓનાં નામો સંભારે છે (૧) તપગચ્છના અધિપતિ શ્રીવિજયાનંદસૂરિ, પછી શ્રીવિજયલક્ષ્મીસૂરિ (ગચ્છના અધિપતિ) તેમની પરંપરાને ધારણ કરનારા શ્રીધનેશ્વરસૂરિ રાદર બંદરમાં રહી વિવેકી સંઘની વિનંતિથી અષ્ટાપદ તીર્થના મહોત્સવને કારણે પૂજાના ગુણ ગવરાવ્યા. વળી, આગમના અભ્યાસી અ મહારાજ થયા, તેમના વચનના સંકેતથી આ પૂજા બનાવીને પુણ્યની કમાણી પ્રાપ્ત કરી. તે વખતે સંવત્ ૧૮૯૨ની સાલ ચાલતી હતી. ફાગણ માસ શોભતો હતો. જેમના ગુરુ પ્રેમરત્ન મહારાજ હતા તેમના પસાયથી અમૃતના વરસાદરૂપ પૂજાની કૃતિ તેમના શિષ્ય શ્રી દીપવિજયજી કવિરાજે રચી અને મંગળ ધવળના સવાયાં ગીતો ગવાયાં અને શ્રી અષ્ટાપદ ગિરિરાજને મોતીથી અને અક્ષતથી તેમ જ પુષ્પોથી વધાવ્યા. એવા શ્રી ચોવીસ તીર્થંકર પ્રભુના ગુણોનું ગાન કર્યું છે૧ થી ૬ / | મંત્ર પૂર્વવત્ જાણવો. - 355 Ashtapad Tirth Pooja

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86