Book Title: Ashtapad Maha Tirth 01 Page 336 to 421
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 62
________________ Shri Ashtapad Maha Tirth અને સાધુનો ધર્મ વિચ્છેદરૂપ હોય છે. બાકીના બે કોડાકોડી સાગરોપમમાં એક ચોવીસી ઉત્સર્પિણીની અને એક ચોવીસી અવસર્પિણીની થાય છે. તેમાં પ્રભુનો કહેલો શ્રાવકધર્મ તથા સાધુધર્મ તીર્થ સ્થાપનના તેજથી ઝળકે છે. આ ભાવો અનાદિ અનંતરૂપે ભૂતકાળમાં વર્યાં છે, વર્તે છે અને ભવિષ્યકાળમાં વર્તશે એમ પવિત્ર આગમો સૂચવે છે. બીજી ચંદનપૂજા ૮ વિશેષ ભાવાર્થ – પ્રભુના એક ક્રોડ અને સાઠ લાખ (૧,૬૦,૦૦,૦૦૦) કળશના અધિકારમાં આ સંખ્યા પ્રદર્શિત કરેલી છે. તેમાં કળશની સંખ્યા એક-એક જાતિના આઠ-આઠ હજારની હોવાથી ચોસઠ હજાર કળશની સંખ્યા થાય છે. એક-એક કળશથી અઢીસો વખત અભિષેક થતો હોવાથી ચોસઠ હજાર ને અઢીસોથી ગુણીએ તો એક ક્રોડ અને સાઠ લાખ (૧,૬૦,૦૦,૦૦૦) ની સંખ્યા કળશની નહિ પણ અભિષેકની થાય. આ વાત “આત્મભક્તિ મળ્યા કેઈ દેવા” એ પદથી શરૂ થતી શ્રી વીરવિજયજીકૃત સ્નાત્રપૂજાની છેલ્લી ઢાળમાં અઢીસો અભિષેકની ગણનાપૂર્વક અભિષેકની સંખ્યા ઉપર કહ્યા મુજબ જણાવવામાં આવી છે. “ “અઢીસેં' અભિષેક આ પ્રમાણે છે.” ૧૦ વૈમાનિક બાર દેવલોકના દશ ઇંદ્ર, તેના દશ અભિષેક ૨૦ ભુવનપતિના વીસ ઇંદ્રના વીસ અભિષેક. ૩૨ વ્યંતરના બત્રીશ ઇંદ્રના બત્રીશ અભિષેક ૧૩૨ જયોતિષી અઢીદ્વીપ માંહેલા છાસઠ ચંદ્ર અને-છાસઠ સૂર્ય મળી એકસો બત્રીશના એકસો બત્રીશ અભિષેક. સૌધર્મેન્દ્રની આઠ અગ્રમહિષીના આઠ અભિષેક ઈશાનેંદ્રની આઠ અગ્રમહિષીના આઠ અભિષેક ચરમેન્દ્રની પાંચ અગ્રમહિષીના પાંચ અભિષેક ધરણંદ્રની છ પટરાણીના છ અભિષેક ભૂતાનેદ્રની છ પટરાણીના છ અભિષેક વ્યંતરની ચાર અગ્રમહિષીના ચાર અભિષેક જ્યોતિષીની ચાર અગ્રમહિષીના ચાર અભિષેક લોકપાલના ચાર અભિષેક અંગરક્ષક દેવનો એક અભિષેક. સામાનક દેવનો એક અભિષેક. કટકના દેવનો એક અભિષેક ત્રાયશ્ચિંશ દેવનો એક અભિષેક પર્ષદાના દેવનો એક અભિષેક. ૧ પન્નગ સુરનો એટલે પ્રજ્ઞાસ્થાન દેવનો એક અભિષેક. – 357 ર– Ashtapad Tirth Pooja

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86