Book Title: Ashtapad Maha Tirth 01 Page 336 to 421
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 63
________________ Shri Ashtapad Maha Tirth પ્રકીર્ણક આ જળ-અભિષેકનો ભાવ જળપૂજાની સાથે સંલગ્ન હોય છતાં ચંદનપૂજામાં આ જળ-અભિષેકનો ભાવ કવિરત્ન દીપવિજય મહારાજ લાવ્યા છે, તેનું કારણ તો પ્રાયે એમ જાણવામાં આવે છે કે પ્રભુજીને અભિષેક કર્યા પછી તરત જ ચંદનાદિની પૂજા ઈન્દ્ર મહારાજાએ કરી તેથી સંલગ્નપણાનો ભાવ જળ અને ચંદન પૂજામાં છે, તેથી અભિષેકનો ભાવ ચંદનપૂજામાં લાવ્યા હોય, અને તે ઉચિત જણાય છે. વિશેષ ભાવાર્થ – ચંદનપૂજાની બીજી ઢાળમાં શ્રી ઋષભદેવ પ્રભુના વંશ અને ગોત્ર વખાણ્યાં છે. તેની સાથે છત્રીસ રાજકુલ સૂર્યવંશ, ચન્દ્રવંશ, તેમ જ આ ચંદન પૂજાની ઢાળોમાં શ્રી ઋષભદેવ પ્રભુની સંતતિ આદિ વૃતાન્તો બતાવ્યાં છે. ત્રીજી પુષ્પપૂજા વિશેષ ભાવાર્થ – પ્રભુની રાજનીતિ, વિનીતા નગરીને વસાવવી (જંબૂદ્વીપપત્તિની સાક્ષી પૂર્વક), ત્યારબાદ એકસો (૧૦૦) શિલ્પપુરુષોની બહોતેર અને સ્ત્રીઓની ચોસઠ કળાઓ તેમ જ ચતુરંગિણી સેનાનું વર્ણન કર્યું છે. વળી, શ્રી ઋષભદેવ પ્રભુની ચાર હજાર (૪૦૦૦)ની સાથે દીક્ષાકલ્યાણકની વિચારણા દર્શાવી છે. વળી, ચોવીસ તીર્થંકર પ્રભુના દીક્ષાની શરૂઆતમાં કોના હાથથી અને કઈકઈ વસ્તુથી પારણાં થયાં અને સુપાત્ર દાન આપનાર જીવોની કઈ કઈ શુભ ગતિ થઈ તેનું વર્ણન કરેલું છે. ચોથી ધૂપપૂજા વિશેષ ભાવાર્થ – આ પૂજામાં ઋષભદેવ પ્રભુને કેવળજ્ઞાન અને મરૂદેવી માતાને કેવળજ્ઞાન અને મોક્ષ થયો તે સ્વરૂપ દર્શાવ્યું છે. તેમ જ ચતુર્વિધ સંઘની સ્થાપના અને જિનદેશના પણ દર્શાવી છે. તેમ જ શ્રી ઋષભદેવ ભગવાનનું નિર્વાણ અષ્ટાપદજી પર્વત ઉપર થયું તે વખતે ચોસઠ ઈન્દ્રોએ ઊજવેલું પ્રભુનું નિર્વાણ કલ્યાણક પ્રગટ રીતે દેખાડયું છે. તેમાં સાક્ષીભૂત (“જંબૂદ્વીપપત્તિ અને આવશ્યકસૂત્રની નિર્યુક્તિ”)નાં પ્રમાણો બતાવ્યાં છે. પાંચમી દીપકપૂજા વિશેષ ભાવાર્થ – આ પૂજાની પ્રથમ ઢાળમાં ચોવીસ ભગવાનના દેહ વગેરેનાં પ્રમાણ અને તે મંદિરનું નામ સિંહનિષદ્યા બતાવેલું છે. પછી શ્રી અષ્ટાપદ ગિરિરાજમાં ભરત વગેરેએ કરેલા વધાવા દર્શાવ્યા છે. ઢાળ બીજી વિશેષ ભાવાર્થ – આ ઢાળમાં યોજન યોજના પ્રમાણનાં પગથિયાનું વર્ણન અને ભરતની આઠ પાટ સુધી આરિસાભવનમાં કેવળજ્ઞાન વગેરે “ઠાણાંગ સૂત્ર”ની સાક્ષીથી પ્રદર્શિત કર્યા છે. છઠ્ઠી અક્ષતપૂજા વિશેષ ભાવાર્થ – આ પૂજાની પ્રથમ ઢાળમાં શ્રી ઋષભદેવ પ્રભુના શાસનમાં અસંખ્ય પાટપરંપરાએ જીવો એકાવતારી થઈ સર્વાર્થસિદ્ધ વિમાનમાં પહોંચ્યા, અને અસંખ્ય જીવો મોક્ષે ગયા એવા ભાવાર્થથી સૂચવતી સાત પ્રકારની સિદ્ધદંડિકા એટલે દેવગતિ અને મોક્ષગતિની પરંપરા અસંખ્યાત શબ્દથી પ્રસિદ્ધ હોવાની વિગત બતાવી છે. આ સિદ્ધદંડિકાનાં સ્તવનો સ્તવનાવલીઓમાં મહાકવિરત્નોએ ગૂંચ્યાં છે. એવી રીતે સાત સિદ્ધદંડિકાનું સ્વરૂપ સગર ચક્રવર્તીના સાઠ હજાર પુત્રોએ સુબુદ્ધિ નામના ચક્રીના મંત્રીરાજને Ashtapad Tirth Pooja - 358

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86